Breaking News

સમગ્ર રાજ્યમાં તકડાથી લોકો થયા ત્રાહિમામ અને હવે તો થવા લાગ્યું છે એવું કે જેનું બધા લોકો એ ખાસ ધ્યાન રાખવું જોશે..!..

રાજ્યમાં જયારથી ઉનાળી શરૂવાત થઈ છે કે ધીમે ધીમે સૂરજદાદા પોતાના અસલ અવતારમાં આવતા હોય એવું જણાઈ રહ્યું છે કારણકે દિવસે ને દિવસે તાપમાનનો પરી વધતો ને વધતો જ જાય છે જેમાં ખાસ તો અમુક સિટીમાં તો આજ સુધી ના તમામ રેકોડ તોડી નાખી એવી ગરમી સાથે ધોમકાર મચાવતો તાપ અને તડકો પડી રહ્યો છે અને આના કારણે જ લોકો ને ખુબ જ મોટા પાયે હાલાકી ભોગવવી પડતી હોય એવું સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે,

વધતા તાપ, તડકા અને બફારા ની સાથે અનેક બીજા નુકશાનકારક લક્ષણો પણ ઉભા થતા જોવા મળતા જ રહેતા હોય છે જેના કારણે ખાસ તો જે મોટા લોકો છે જે પોતે તો સુખી અને સમૃદ્ધ છે એવા લોકો તો પોતાની સુખાકારી માટે અનેક ઉપાયો ગોતી જ લેતા હોય છે પણ આવી તડકા ને તાપ ની વિષમ પરિસ્થિતિ માં તો બિચારા જે લોકો પોતાનું રોજનું રોજ ગુજરાન ચલાવતા હોય અને પોતાના ઘરની પણ વ્યવસ્થા હોતી નથી તેવા લોકો ને ખુબ તકલીફ પડતી હોય છે,

હવે રાજ્યમાં ચાલતી છેલ્લા કેટલાક દિવસની હાલચાલ પર નજર નાખવામાં આવે તો આવા કપરા સમયે હવામાન વિભાગે પણ મહત્ત્વની જાહેરાત કરી છે. જાહેરાત પ્રમાણે વાત કરવામાં આવે તો આગામી બે દિવસ સુધી તો અમદાવાદ શહેરમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પોંહચી શકે છે. જેના પગલે સમગ્ર અમદાવાદ શહેરમાં રેડ એલર્ડ આપવામાં આવ્યું છે. અને લોકોને કામ સિવાય ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. કામ વગર બહાર ફરવા ન નીકળવા આગ્રહ રાખવો.

તેમાં પણ હવે રેડ એલર્ટ આપવામાં આવતા ની સાથે જ આગામી બે દિવસ અમદાવાદ શહેર માટે ખુબ મહત્ત્વના બની રહેશે. અમદાવાદ શહેરમાં અમુક વિસ્તારોમાં તો તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી જ જશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. હાલ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બપોર થતા તો એવું લાગે જાણે આકાશમાંથી અગન ની ખુબ જ બોહળા ને અવિરત એવા પ્રમાણ માં જાણે વરસાદની જેમ જ અગન ની વર્ષા થઈ રહી છે.

સૂર્યના પ્રકોપથી લોકો પ્રયાસ કરે છે તેમ છતાં પણ ગરમીની ઝપેટમાં આવી રહ્યા છે. ગરમીના કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વધી રહી છે. હવે જયારે સમગ્ર રાજ્ય અને શહેરોમાં આવડા મોટા અને ભક્કમ પ્રમાણ માં ગરમી પડી રહી હોય તેવામાં સ્વાભવિક રીતે તેની આડઅસરો પણ સામે આવવાની જ હોય છે અને થયું પણ કંઈક એવું જ છે સાથે સાથે બાળકોની ઓપીડી પણ વધી રહી છે. બાળકો ની શક્તિ અને અન્ય કારણો ને લીધે  સૌથી વધી ઝાડા ઉલ્ટી થઈ રહી છે.

બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામ લોકો ગરમીનો હાલ તો શિકાર બની રહ્યા છે એવું કહેવામાં કોઈ રંજ રહેશે નહીં.આંકડાકીય માહિતી જોવામાં આવે તો સોલા સિવિલ હોસ્પિટલમાં માર્ચ માસમાં 29528  દર્દીઓ ઓપિડીમાં આવ્યા .આટલા એ અટકતું નથી તડકાની અસરો જેમ જેમ વધી રહી છે તેમ તેમ તેના પરિણામો પણ ગંભીર રીતે સામે આવી જ રહ્યા છે  જ્યારે ચાલુ એપ્રિલ મહિનાની અત્યાર સુધીની ઓપીડી 31400 દર્દીઓ સારવાર લઈ ચુક્યા છે. સાથો સાથે બાળકો ઓપીડી પણ વધી છે

અમદાવાદ ની સોલા સિવિલ હોસ્પિટલના આર એમ ઓ. ડોકટર પ્રદીપ પટેલે જણાવ્યું છે ગરમી ખુબ વધી રહી છે હિટ સ્ટોકના દર્દીઓ માટે અલગ થી 10 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકોની ઓપીડીમાં અત્યાર સુધીની  2 હજાર પહોંચી છે. જેમાંથી 980 બાળકો એડમિટ કરવાની હાલ ફરજ પડી હતી.બાળકોને 24 કલાક ઓબઝર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ તબિયત સારી હોય તો રજા પણ આપી દેવામાં આવી રહી છે પૂરતી કાળજી લેવામાં આવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મમ્મી, ‘હું ગરબા જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા લાડકા દીકરા સાથે અડધી રાત્રે થયું એવું કે માતાના ડોળા થઈ ગયા અધ્ધર..!

તહેવારના સમયમાં દરેક લોકો ખુબ જ ખુશ ખુશાલ હોઈ છે કારણ કે તહેવારની મજા જ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *