અકસ્માતના બનાવમાં દિન-પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. એમાં પણ ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દરરોજ ઓછામાં ઓછા પાંચ કરતાં વધારે અકસ્માતના બનાવો નોંધાવા લાગ્યા છે. વાહનો ચલાવવા પ્રત્યેની સમજ પૂરતી ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હાઇવે ઉપર અકસ્માતના બનાવો રોજ ને રોજ ઘણા બધા લોકોના જીવ લઈને બેસે છે..
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક અકસ્માતનો કેસ નોંધાયો છે. આ અકસ્માત કોઠારીયા અને ઝ્મ્મર ગામ વચ્ચે સર્જાયો છે. આ અકસ્માત એક રીક્ષા અને કાર વચ્ચે સર્જાયો હતો. જેમાં રિક્ષામાં મગનભાઈ રામજીભાઈ સોલંકી નામના વ્યક્તિ સવાર હતા. મગનભાઈ ના સાળાનું અવસાન થયું હતું..
તેના મોતના સમાચાર સાંભળતાની સાથે જ તેઓ ખૂબ જ ભાંગી પડ્યા હતા અને શોકમગ્ન થઇ ગયા હતા. તેઓ સાણંદ થી પોતાના સાળાની કાણે દિગ્સર ગામે રિક્ષા લઈને આવી રહ્યા હતા. એવામાં તેઓ કોઠારિયા અને ઝમમર ગામ વચ્ચે પહોંચ્યા હતા અને કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા મોતનું નોતરું લઈને સામેથી કાર પૂરઝડપે આવી રહી હતી..
અને રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી. જોતજોતામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને જેમાં રિક્ષાનો કુચો બોલી ગયો હતો. જેમાં સવાર મગનભાઈ રામજીભાઈ સોલંકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે રીક્ષા ચલાવનાને ખૂબ ગંભીર ઈજા પહોંચી હતી. એટલા માટે તેને સારવાર માટે શહેરની ટીબી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે..
તેની તબિયત ખૂબ જ ગંભીર છે. સાળાના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેઓ ખૂબ દુઃખી થઈ ગયા હતા. અને તેમની કાણે જવા માટે ઘરેથી નીકળ્યા હતા પરંતુ તેઓ શાળાની કારણે પહોંચે એ પહેલા જ તેમનો પણ મૃત્યુ થઇ જતાં સંબંધીઓમાં ભારે શોક છવાઈ ગયો છે. મગનભાઈ ના પરિવારજનો પણ ખૂબ જ દુઃખી થયા છે.
આ અકસ્માત સર્જાતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતમાં મૃત્યુ પામનાર મગનભાઈની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. આ અકસ્માત થતાની સાથે જ કારચાલક તાત્કાલિક ધોરણે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને કારચાલકની તપાસ હાથ ધરી છે.
મગનભાઈ ના પરિવારજનો પર શું વીતી હશે કે, તેઓએ જ્યારે સાંભળ્યું કે તેમના સાળાનું મૃત્યુ તેના થોડા જ કલાકોની અંદર મગનભાઈ નો પણ મૃત્યુ થયું છે. હકીકતમાં આ દુઃખ સહન કરવું ખૂબ જ મુશ્કેલ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]