જેમ જેમ દિવાળી નજીક આવતી જાય છે. તેમ તેમ બાળકો ફટાકડા ફોડવાનું શરૂ કરતા હોય છે. પરંતુ નાના બાળકોને ફટાકડા ફોડવાની પૂરતી સમજણ ન હોવાને કારણે ક્યારેક એવો દાઝી જતા હોય છે અથવા તો કોઈ પણ અકસ્માતનો ભોગ બનતા હોય છે. તેથી બાળકને ફટાકડા ફોડતી વખતે તેના વાલીઓએ સાથે રહેવું ખૂબ હિતાવહ છે.
આજે સુરત શહેરમાં ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના યોગીચોક વિસ્તાર ની તુલસી દર્શન સોસાયટી ગેટ પાસે આવેલી ગટર પર કેટલાક બાળકો ફટાકડા ફોડતા હતા. બાળકો ગટરના ઢાંકણા પર ફટાકડા મૂકીને તેની બળવાની રાહ જોતા હતા અને અચાનક જ એક બાળકે બળતું કાગળ અથવા તો અન્ય ફટાકડા ગટરમાં નાખ્યા.
અને એક જ સાથે મોટો ધડાકો થયો જેમાં મોટો ભડકો એક બાળકના મોં પર આવ્યો હતો. ધડાકો થતા જ બાળકો ગભરાઇ ગયા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા તેથી સદનસીબે તેઓને કોઈ પણ ઇજા પહોંચી નથી. વાઇરલ વિડિયો થોડા દિવસ પહેલાનો હોવાનું જણાય છે.
પરંતુ દિવાળી નજીક આવતા બાળકોને ફટાકડા છોડવા અંગે સાવચેત કરવા ખૂબ જરૂરી છે. આ ધડાકાનો અવાજ એટલો મોટો હતો કે આજુબાજુના રહીશો પણ દોડી આવ્યા હતા. એ સમયે ફટાકડા ફોડતા બાળકો ડરી ગયા હતા અને ત્યાંથી નાસી ગયા હતા.
હકીકતમાં ફટાકડા નો તિખારો ગટરમાં ગયો હતો અને થોડાક દિવસ પહેલા એ વિસ્તારની ગેસલાઈનની કામ કાજ ચાલતું હોવાથી તેનો લીકેજ ગેસ ગટર લાઈનના ભળી ગયો હતો. જેના લીધે એક તીખારો અડતા જ ગેસ ના લીધે જ્વાળા ઉત્પન્ન થઈ ગઈ હતી અને ભડકો થયો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]