Breaking News

સગાઈ થયા બાદ યુવતી તેના મંગેતરને સરપ્રાઈસ આપવાના બહાને ટેકરી પર લઈ જઈ આંખે પાટા બંધાવી દિધા, અને પછી કરી એવી હરકતો જે દરેકે જાણી લેવી જોઈએ..!

આંધ્ર પ્રદેશ રાજ્યના વિશાખાપટ્ટનમ શહેરમાં એક ચોકાવનારો બનાવ બન્યો છે. વિશાખાપટ્ટનમ ના મૂળ રહેવાસી રામુ નાયડુ હૈદરાબાદમાં વૈજ્ઞાનિક તરીકે નોકરી કરે છે. થોડા સમય પહેલા તેની કોમલ્લાપુડી ગામની એક યુવતી સાથે સગાઈ થઈ હતી. એક મહિના બાદ તે બંનેના લગ્ન થવાના હતા. પરંતુ ગઈકાલે રામુ નાયડુ પોતાની મંગેતર પુષ્પાને મળવા માટે તેના ગામ કોમલ્લાપુડી ગયો હતો.

રામુ નાયડુ અને પુષ્પા બંને આખો દિવસ એક સાથે ફર્યા હતા. ત્યારબાદ તેઓ શોપિંગ કરવા માટે અનાકપલ્લી શહેરમાં આવ્યા હતા. ખરીદી કર્યા બાદ પુષ્પાએ રામુને પોતાના મિત્રો સાથે પરિચય કરાવવાનું જણાવ્યું હતું. તેથી તે રામુને સાઈબાબા આશ્રમની ટેકરી પર મિત્રોને મળવા માટે લઈ ગઈ હતી.

પરંતુ રામુ ને ત્યાં પુષ્પાના કોઈપણ મિત્રો જોવા ન મળ્યા હતા. તેથી મિત્રો વિશે પૂછતા પુષ્પા જણાવ્યું કે તે બધા આપણા માટે કેક લેવા ગયા છે. પુષ્પા એ રામુને પોતાની આંખ બંધ કરવા માટે કહ્યું હતું .રામુએ સામો સવાલ કરતા પુષ્પાએ તેના માટે સરપ્રાઈઝ જોવાનું જણાવ્યું હતું. એણે રામુ ની આંખ પર દુપટ્ટો બાંધી દીધો હતો.

ત્યારબાદ છરી કાઢીને રામુ નાયડુના ગળા પર મૂકી દીધી હતી. જેથી રામુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ જોઈને પુષ્પા તરત જ ત્યાંથી ભાગી ગઈ હતી. રામુએ જાતે જ એમ્બ્યુલન્સ ને જાણ કરીને ઘટના સ્થળે બોલાવી હતી. એમ્બ્યુલન્સ ને જાણ થતા તેણે તરત જ રામુ ને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે રામુની હાલત ખૂબ જ નાજુક છે…

આ સમય દરમિયાન પોલીસને ગેરમાર્ગે દોરવા માટે રામુના અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે વધુ તપાસ હાથ ધરતા તેણે જાણવા મળ્યું કે રામુની આ હાલતની જવાબદાર પુષ્પા જ છે. જેથી પોલીસ દ્વારા પુષ્પા ની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે રામુ ને મળતા પહેલા બજારમાંથી ત્રણ ચાકુ ખરીદ્યા હતા.

પુષ્પા પોતાની રામુ સાથેની સગાઈથી ખુશ ન હોવાને કારણે તેણે આ પગલું કર્યું હતું. જો આ યુવતી સગાઈ થી ખુશ ન હોઈ તો તેને સીધું સીધું તેના માતા-પિતા અથવા તો તેના મંગેતરને જણાવી દેવું જોઈએ પરતું તેણે એવું કરવાને બદલે મંગેતરને ઈજા પહોચાડવાનું કામ કર્યું હતું, જે બિલકુલ ખોટું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *