Breaking News

સગાઈના 2 મહિનામાં જ યુવતીએ ઝેરી દવાના ઘૂંટડા ગટગટાવીને આપઘાત કરી લેતા શોકનું મોજું ફરી વળ્યું, કારણ છે આંખો પહોળી કરે એવું..!

આજકાલ જુદી જુદી બાબતોને લઈને આપઘાત કરવાના બનાવો ખૂબ જ બનવા લાગ્યા છે. રોજિંદી જિંદગીમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ બાબતોનું દુઃખ હંમેશા રહેલું હોય છે. પરંતુ એ તમામ દુખને ભૂલાવી દઈને રાજીખુશીથી જિંદગી જીવવી એ જ સાચી માનવતા છે. પરંતુ કેટલાક લોકો પોતાના જીવનમાં રહેલા દુખોથી હારી જઈને અંતે આપઘાત જેવું પગલું ભરી લેતા હોય છે..

જેના કારણે પરિવારજનો ખૂબ જ દુઃખના માહોલમાં ચાલ્યા જાય છે. ગઈકાલે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વીર નગરમાંથી વધુ એક આપઘાતનો મામલો સામે આવ્યો છે. વિરનગરની અંદર અનિલભાઈ સાકરીયા પોતાના પરિવારજનો સાથે રહે છે. તેમની દીકરી આરતી કે જેની ઉંમર 20 વર્ષની છે..

તેની સગાઈ માત્ર બે મહિના પહેલા જસદણ તાલુકાના બાખલવડ ગામના વિજયભાઈ અરવિંદભાઈ પલાડીયા નામના યુવક સાથે થઈ હતી. વિજય અને આરતી બંનેમાં ખૂબ જ સારો મેળ જોવા મળતો હતો. બંને આ સમયથી ખૂબ જ ખુશ હતા. પરંતુ એક દિવસ આરતી એવું પગલું ભરી લીધું છે, જેના કારણે સગાઈ કરનાર યુવકના પરિવારજનોની સાથે સાથે આરતીના પરિવારજનો પણ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે..

એક દિવસ આરતીએ ઝેરી દવાના ઘુંટડા પીઈને આપઘાત કરી લીધો હતો. જ્યારે પરિવારજનોને જાણ થઈ કે તેમની વહાલસોઈ દીકરી આરતીએ આપઘાત કરી લીધો છે, ત્યારે એકાએક શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેણે શા માટે આપઘાત કર્યો હશે..? તેના કારણો જાણવા માટે સ્નેહીજનો મથામણ કરી રહ્યા હતા..

આ ઉપરાંત પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો હતો અને ત્યારબાદ આગળની કાર્યવાહી પણ શરૂ કરી હતી. જેમાં પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, સગાઈ થઈ એના માત્ર બે જ મહિના થયા હતા..

તેઓ અવારનવાર જુદી જુદી જગ્યાએ ફરવા પણ જતા હતા. એક દિવસ આ યુવતીએ વિજયને ફરવા જવા માટે મેળામાં લઈ જવા કહ્યું હતું. પરંતુ વિજય એ કોઈ કારણસર આ યુવતીને મેળામાં જવાની ના પાડી હતી. જેના કારણે તેને ખૂબ જ માઠુ લાગી ગયું અને અંતે તેને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે..

આ શબ્દો સાંભળીને તમે પણ વિચારમાં મુકાઈ જશો કે, માત્ર નાની અમથી વાતને લઈને આ યુવતીએ આપઘાત જેવું મોટું પગલું ન ભરવું જોઈએ.. પરંતુ વધુમાં માહિતી મળી છે કે, તેઓ સોમનાથના દર્શને ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી પરત ફરયા અને બીજા દિવસે આરતીએ વિજયને બિલેશ્વરના મેળામાં જવાની વાત કહી હતી..

પરંતુ વિજય જણાવ્યું કે, અત્યારે મારી પાસે બાઈક નથી… એટલા માટે આપણે થોડા દિવસો પછી જશું. પરંતુ આરતીને ખૂબ જ માઠું લાગી ગયું હતું અને તેણે આ અંતિમ પગલું ભરી લીધું છે. આરતીને કુલ પાંચ ભાઈ બહેનો છે જેમાંથી તે ત્રીજા નંબરની હોવાનું સામે આવ્યું છે. હાલ જસદણ પોલીસ આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે કાર્યવાહી ચલાવી રહી છે.

રોજ રોજ જુદા જુદા વિસ્તારોમાંથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવે છે જેમાંથી અમુક બનાવો ખૂબ જ ચોંકાવનારા પણ સાબિત થતા હોય છે. જ્યારે પરિવારજનો માટે આ સ્થતિને સહન કરવી ખુબ જ મુશ્કેલ બની જતી હોઈ છે. માં-બાપ માટે ક્યારેય પણ પોતાના દીકરા કે દીકરીના આ મોટા પગલાને સહન કરવું સેહલુ નથી હોતું…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *