Breaking News

સગા ભાઈઓ દુશ્મનની જેમ બાખડ્યા, મોટો ભાઈ પેટ પર બચકું ભરી ગયો તો ભાભી ઢીકે પાટે મારતી રહી… કારણ જાણીને હચમચી જશો..!

હવે તો ખૂબ જ ઓછા પરિવારોમાં સંપ જોવા મળે છે. દિન પ્રતિ દિન પરિવારમાં ઘરેલુ ઝઘડાઓ વધવા લાગ્યા છે. જેને કારણે એકબીજાના મનમાં ખટાશ ઉત્પન્ન થાય છે. અને ધીમે ધીમે સંબંધોમાં તિરાડો પડવા લાગે છે. જો દરેક પરિવાર સુખ શાંતિ અને સમજણથી રહે તો ક્યારેય પણ વાંધો આવતો નથી. પરંતુ હવે તો પારિવારિક સંબંધો આટલા બધા બગડવા લાગ્યા છે કે..

ક્યારેક વાત મારામારી અને અત્યાચાર સુધી પણ પહોંચી જતી હોય છે. ગઈકાલે બનાસકાંઠાના પાલનપુર જિલ્લાના એરોમાં સર્કલ પાસે બંને સગા ભાઈઓ અને ભાઈ ભાભી વચ્ચે જોરદાર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ દ્રશ્યો જોઈને તમે પણ કહી દો કે હકીકતમાં મારામારી કરનાર આ પરિવારો વર્ષોથી એકબીજાના દુશ્મન હોય..

પરંતુ આ પરિવાર એકબીજાના દુશ્મન નહીં પરંતુ બંને સગા ભાઈઓ હતા. પાલનપુરના હરિઓમ સોસાયટીમાં નયનાબેન અને તેના પતિ પ્રવીણભાઈ રહે છે. તેઓ એરોમાં સર્કલ પાસે એક ખાનગી ટ્રાવેલ્સની ટિકિટો બુક કરે છે. ત્યાં તેઓ ટેબલ નાખીને બેસે છે. અને ટ્રાવેલ્સ ની ટિકિટ મુસાફરોને બુક કરી આપે છે..

તેઓએ એક દિવસ સાંજના સમયે એક મુસાફરની ટિકિટ બુક કરી હતી. તેઓ જે વિસ્તારમાં ટેબલ નાખીને બેસે છે. તેના બાજુના ટેબલમાં જ તેના નાના ભાઈ ભરતભાઈ પણ ખાનગી ટ્રાવેલ્સ ની ટિકિટ બુક કરે છે. મુસાફરે પ્રવીણભાઈ પાસે સાંજના સમયે ટિકિટ બુક કરાવી હતી પરંતુ બસ આવવાની તૈયારી થઈ ચૂકી હતી. અને પ્રવીણભાઈ પોતાના ટેબલે હાજર ન થતા મુસાફરે બાજુના ટેબલમાં ભરતભાઈ પાસે પણ ટિકિટ બુક કરાવી દીધી હતી.

ભરતભાઈએ તેઓને ટિકિટ બુક કરી આપી હતી અને મુસાફર રાજી ખુશીથી ત્યાંથી ચાલ્યો ગયો હતો. પરંતુ ત્યારબાદ જ્યારે પ્રવીણભાઈ પોતાના ટેબલ પર હાજર થયા અને તેઓને જાણ થઈ કે તેમના નાના ભાઈએ મુસાફરની ટિકિટ બુક કરી નાખી હતી. ત્યારે પ્રવીણભાઈ અને તેમની પત્ની નયનાબેન બંને તેના નાનાભાઈ ભરતભાઈ ને જણાવ્યું કે તમે શા માટે ટિકિટ બુક કરી હતી…

કારણ કે આ ટિકિટ અમે બુક કરી હતી. બસ એટલું કહીને જ સાથે જ પ્રવીણભાઈ અને નયનાબહેન ખૂબ જ ઉશ્કેરાઈ ગયા હતા. અને તેણે તેના સગા ભાઈને જોર જોરથી લાફાઓ મારી દીધા હતા. પ્રવીણભાઈ તેના નાનાભાઈ ભરતભાઈને પેટના ભાગે બચકા ભરી ગયા હતા તો નયનાબહેન ઢોરમાર મારી રહ્યા હતા…

તેમજ ગઢડા પાટુના માર મારીને ઇજાગ્રસ્ત કરી દીધા હતા. આ ઉપરાંત તેઓએ જાનથી મારી નાખવાની પણ ધમકી આપી દીધી હતી. માત્ર નાની અમથી વાતને લઈને તેઓ એટલા બધા ઉશ્કેરાઈ ગયા હતા કે જેની ન પૂછો વાત… હકીકતમાં ઘણા બધા લોકોને નાની-નાની વાતોમાં ખૂબ જ ગુસ્સો આવી જતો હોય છે..

અને કેટલીક વખત તેઓને આ ગુસ્સાને કારણે ખૂબ મોટું પરિણામ ભોગવવાનો પણ વારો આવતો હોય છે. જ્યારે તેઓ ખૂબ મોટું પરિણામ ભોગવે ત્યારે તેઓને ખૂબ જ પસ્તાવો થાય છે. પરંતુ એક વખત ગુસ્સો કર્યા બાદ તેઓ શું કરી બેસે છે તેનું નક્કી હોતું નથી. પ્એરવીણભાઈ અને નયનાબહેનના ગુસ્સાના કારણે તેમના સગાભાઈને મારપીટ કરી દીધી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *