Breaking News

સફરજન ખરીદીને ગ્રાહકે પૈસા બાબતે બોલાચાલી કરતા થઈ મોટી મારપીટ, સફરજનના ભાવે જીવ લેતા છવાયો ચારે કોર માતમ..!

આજકાલ ન જેવી બાબતો ઉપર કેટલાક લોકો પોતાના મન ઉપરથી કાબુ ગુમાવી દે છે. અને અંતે ન કરવાનું કરી બેસે છે. જેના કારણે તેમની સાથે સાથે તેમના પરિવારજનોને પણ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ જવું પડતું હોય છે. આ સાથે-સાથે કેટલાક પરિવાર તો આર્થિક રીતે ખાલી પણ થઈ જતા હોય છે..

હાલ સુરતના પુણા વિસ્તારમાંથી ખૂબ જ અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. આ અનોખા બનાવવામાં માત્ર ન જેવી બાબતો પર ખૂબ જ મોટો બખેડો ઉભો થયો છે. સુરતમાં રહેતા ચંદુભાઈ દેવીપુજક રસ્તા ઉપર બોલેરો ગાડી મૂકી તેમાં ફ્રુટનો વેપાર ચલાવતા હતા. રાત્રિના સમયે તેમનો નાનો દીકરો બોલેરો ગાડી પાસે ઉભો રહીને સફરજન વહેંચતો હતો..

તો એવામાં તેમની પાસે મહિપાલ ભાઈ આહીર સફરજન લેવા માટે આવ્યા હતા. ચંદુભાઈનો નાનો દીકરો મહિપાલ ભાઈને સારા સારા સફરજન જોખી આપ્યા હતા. પરંતુ સફરજનની ખરીદી કર્યા બાદ મહિપાલ ભાઈ આહિરે પૈસા આપવાની અથવા તો પૈસા અને સફરજનના ભાવ ઓછા કરવાની માથાકૂટ કરી હતી..

અને આ બાબતને લઈને ગાળા ગાળી પણ શરૂ થઈ ગઈ હતી. જો જોતા ગાળાગાળી ઝઘડામાં પરિવર્તન પામી અને તેમાં ચંદુભાઈના નાનો દીકરો ખૂબ જ ઊંચકારાઈ ગયો હતો. અને તેણે લાકડાનો એક ફટકો સફરજન ખરીદનાર ગ્રાહક મહિપાલ ભાઈ આહીરના માથાના ભાગે મારી દીધો હતો..

આ ફટકો વાગતા ની સાથે જ મહિપાલ ભાઈ ખૂબ જ લોહી લુહાણ થઈ ગયા અને તેઓ નીચે ઢળી પડ્યા હતા. આ દ્રશ્ય જોતાની સાથે જ તાત્કાલિક આસપાસના ઘણા બધા યુવકો ત્યાં એકઠા થઈ ગયા અને તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેને માથાના ભાગેથી ખૂબ જ વધારે પડતું લોહી નીકળતું હોવાથી હોસ્પિટલના લોકોએ તેની સારવાર કરાવવાની ચોખ્ખી ના પાડી દીધી હતી..

અને તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવા માટે જણાવ્યું હતું ફ્રુટ વેપારીના નાના દીકરાએ ફ્રુટ વેપારી ચંદુભાઈને તેમજ તેના મોટાભાઈ ને બોલાવ્યા હતા અને જણાવ્યું કે તેને સાથે આવો બનાવો બન્યો છે. ત્યારબાદ તેઓ આ યુવકને બોલેરો ગાડીમાં સુવડાવી દઈને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવા માટે નીકળ્યા હતા..

પરંતુ ત્યાં તેઓ ઉપર કેસ થઈ જશે અને તેઓ ફસાઈ જશે એવા ડરના કારણે તેઓએ મહિપાલ ભાઈ આહીરને પુણા વિસ્તારના આઈ માતા સર્કલ નજીક જ નીચે ઉતારીને ત્યાંથી ભાગી ગયા હતા. અને આ તમામ દર્શકો કેમેરામાં કેદ થઈ ગયા છે. પરિણામે રસ્તા ઉપર મૂકીને ચાલતા થયા બાદ આ યુવકનું મૃત્યુ થઈ ગયું હતું..

જ્યારે આ ઘટના સામે આવી ત્યારે પુણા વિસ્તારના એ માતા સર્કલ પાસે એકા એક ચકચાર મચી જવા પામ્યો હતો. આ ઘટનાને લઈને પોલીસને પણ જાણકારી આપવામાં આવી અને સીસીટીવી કેમેરાની તપાસ કરતાની સાથે જ તમામ ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે તાત્કાલિક તપાસ ચલાવીને ફ્રૂટ વેચનાર વેપારી તેમજ તેના બંને દીકરાની ધરપકડ કરી લીધી છે..

અને તેમની પૂછતાછ કરવામાં આવી રહી છે. નજીવી બાબતમાં ખૂબ જ મોટો બખેડો થઈ ગયો હતો. જેના કારણે આજે ફ્રુટ વેપારી અને તેમના પરિવારજનોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. આ બનાવો જ્યારે બન્યો ત્યારે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગયો હતો..

તો સૌ કોઈ લોકો ત્યાં એકઠા પણ થઈ ગયા હતા. તેઓ બોલેરો ગાડી લઈને મૃતક યુવકને જમીન ઉપર મૂકીને જતા રહે છે. તેનો ચોખ્ખો સીસીટીવી વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ બંને દીકરાઓ તેમજ ફ્રૂટ વેપારીની પણ ધરપકડ કરી લીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *