રોજ રોજ હત્યા અને ચોરી તેમજ એક્સીડેંટની સંખ્યા એટલી વધે છે કે જાણે ગુજરાત પણ બિહાર બની ગયું હોઈ. રોજ કોઈકને કોઈક જગ્યા પર હુમલા અને પારિવારિક તીખાશોના કારણે હત્યાના કેસો વધી રહ્યા છે. આજે પણ એક એવો જ કેસ સામે આવ્યો છે જેમાં સાધુ મહંતની હત્યા કરી દર્દનાક રીતે લાશને ફેંકી દેતા મામલો ગૂંચવાયો છે.
આજે રાજકોટના પરાપીપળીયા પાસે એક અજાણ્યા સાધુની હત્યા કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સાધુની માથું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 55 વર્ષીય સાધુની ઓળખ મેળવવા યુનિવર્સિટી પોલીસે આગળની કાર્યવાહી આગળ ધરી છે.
રાજકોટમાં પરાપિપળીયા વિસ્તારમાં સાધુને ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. રાજકોટ જામનગર હાઈવે પર પરાપીપળીયા ગામથી એક કિ.મી. દૂરથી આ હત્યા કરાયેલી લાશ મળી આવી છે. યુનિવર્સિટી પોલીસે હત્યા અંગે તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળે ઉમટ્યા હતા. ત્યારબાદ પોલીસને આ ઘટના વિશે વાત કરવામાં આવી હતી.
જોકે, રાજકોટમાં આજે હત્યા કરાયેલો આ સાધુ કોણ છે તેની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. યુનિવર્સિટી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. હત્યા કરી લાશ કોથળામાં પેક કરી ફેંકી દેવામાં આવી.
દિવાળીના સમય દરમિયાન પણ એક સાધ્વીની તેમના જ ચેલા દ્વારા હત્યા કરી નાંખવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં ફરી એકવાર સાધુની હત્યા થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. હકીકતમાં આવી હત્યાઓ રોકવાની ખાસ જરૂર છે. આ બાબતે પોલીસ ખાસ તપાસ અને કાર્યવાહીઓ કરી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]