Breaking News

સાજો-ગાંડો યુવક સવાર સવારમાં ઝાડ પર ચડી ગયો, ડાળી તૂટતા જ પડ્યો નીચે અને થયા નવા જૂનીના ખેલ…!

શહેરમાં અસ્થિર મગજના લોકો હરતા ફરતા હોય છે. આ લોકો વ્યવહારુ જીવનમાં માણસોને તો નુકસાન પહોંચાડતા પહોંચાડે છે. પરંતુ તેઓ સરકારી સંપત્તિને પણ ઘણું નુકસાન પહોંચાડી દેતા હોય છે. કારણ કે તેઓને મગજમાં કોઈ પણ પ્રકારનું ભાન ન હોવાથી તેઓ મનફાવે તેવી પ્રવૃત્તિઓ કરવા લાગે છે.

તેમજ મન મૂકીને સરકારી સંપત્તિને નુકસાન પણ કરતા દેખાયા છે. હાલ મોરબી જિલ્લાના હળવદમાં સવાર સવારમાં ડોક્ટર બાબા સાહેબ સર્કલ પાસે એક અસ્થિર મગજનો યુવક વૃક્ષ ઉપર ચડી ગયો હતો. સવાર સવારમાં લોકો ચાલવા માટે નીકળ્યા હતા. તેમજ વેપારી અને ફેરિયાઓ પણ પોતાના કામ જાતે જઈ રહ્યા હતા..

એ સમય દરમિયાન મગજનો યુવક ઉપર ચડી ને જોર જોરથી બૂમાં બુમ કરતો હતો. એટલા માટે સૌ કોઈ લોકોની નજર તેની પર ગઈ તો જોયું કે હકીકતમાં કોઈ યુવક વૃક્ષની ડાળી ઉપર ચડીને બેઠો છે. આ યુવક જે ડાળી ઉપર બેઠો હતો તે ડાળી જોવામાં ખૂબ જ નાજુક દેખાઈ રહી હતી..

કોઇ પણ સમયે તે ડાળી તૂટી જવાના ભયના કારણે સૌ કોઈ લોકો તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. અને લોકો જુદા-જુદા પ્રયત્નો કરી આ યુવકને નીચે ઉતારવાની કોશિશ કરી રહ્યા હતા. આ યુવકને સમજાવીને નીચે ઉતારે એ પહેલા વૃક્ષની ડાળી તૂટી ગઈ હતી..

અને આ યુવક અંદાજે બે માળની ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો. આ બનાવ બન્યા બાદ સૌ કોઈ લોકોએ અસ્થિર મગજના યુવકને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. કારણ કે નીચે પટકાતા યુવક ખૂબ જ જાગ્રત થયો હતો. હળવદના લોકો માંગ કરી રહ્યા છે કે પોલીસ તંત્ર અસ્થિર મગજના લોકો માટે કોઈપણ કાર્યવાહી કરે…

કારણ કે આ અગાઉ પણ હળવદની સરકારી હોસ્પિટલ પાસે ચાની કેબીનના માલિકની અસ્થિર મગજના એક યુવકે જોરદાર ગાળો આપી હતી.. ત્યારબાદ દાતરડા વડે ચા કેબીનના માલિક પર હુમલો કર્યો હતો. અને હળવદમાં જ વધુ એક ઘટના બનતા સૌ કોઈ લોકો તંત્રને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે..

તો સુરતમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. સુરતના વરાછા વિસ્તારમાં અસ્થિર મગજના એક યુવકે ચાર રસ્તા પર આવેલા એક સર્કલ માં ભારે માત્રામાં તોડફોડ કરી હતી. સર્કલમાં લાગેલા ફૂવારા અને લાઈટોને તોડીને તહેસ મહેસ કરી નાખી હતી. તો બીજી બાજુ તે સર્કલ પર ચડીને મન ફાવે તેમ પથ્થરમારો પણ કરવા લાગ્યો હતો..

અને જોરજોરથી ગાળો બોલવા લાગ્યો હતો. અસ્થિર મગજના લોકો ને મનમાં કોઈ પણ પ્રકારનું ભાન રહેતું નથી. એટલા માટે તેઓ મનફાવે તેવી પ્રવૃત્તિઓ કરે છે. પરંતુ તંત્રએ આવા લોકો સામે યોગ્ય પગલાં ભરવા જોઇએ. જેથી કરીને સામાન્ય માણસનો જીવ જોખમમાં ન મુકાય.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *