Breaking News

રૂપાળી અને દેખાવડી છોકરી સાથે સગાઈ કરી, પરતું થયું એવું કે લગ્ન પહેલા જ યુવકને જીવ ગુમાવી દેવો પડ્યો, વાંચો..!

તમે અત્યાર સુધી સાંભળ્યું હશે કે યુવતી કે મહિલાના પરિવારને યુવકના પરિવારે વાળા હેરાન કરતા હોય છે. તેમજ દહેજ માંગતા હોય છે. મોટાભાગના કેસોમાં મહિલાનો પરિવાર દહેજની માગણીઓને સહન કરી રહ્યો હોય છે. પરંતુ આજે અમે જે વાત કરવા જઈ રહ્યા છે તે કિસ્સો બિલકુલ ઉલટો છે.

અહીં યુવતી અને તેનો પરિવાર, યુવક અને તેના પરિવાર પાસેથી વિચિત્ર અંદાજમાં પૈસાની માંગણી કરી રહ્યો છે. અમદાવાદના નરોડા માં કૈલાશ રોયલ બિલ્ડીંગમાં 203 નંબરના ફ્લેટમાં મખીજા પરિવાર રહે છે. આ પરિવારનો 30 વર્ષનો દીકરો લખન મખીજા થોડા સમય પહેલાં જ તેના સામેના બ્લોકમાં રહેતી એક યુવતી સાથે સગાઈ થઈ હતી..

જેનું નામ વંદના જેસવાન હતું. થોડા સમયમાં તે બન્નેના લગ્ન થવાના હતા. પરંતુ લગ્ન થાય એ પહેલા એવી ઘટના બની છે કે, લગ્નના ઢોલ ઢબૂકે પહેલા જ મોતના મરશિયા ગાવા લાગ્યા છે. આ યુવકની સગાઈ વંદના જેસવાન થયા બાદ વંદના ખુબ જ શોખ ધરાવતી હતી. તે વિચિત્ર અંદાજમાં લખન પાસે પૈસાની માગણી કરતી હતી..

તેણે લખન પાસે એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. જેથી કરીને તે કેનેડા જઈ શકે પરંતુ લખને કહ્યું હતું કે એક કરોડ રૂપિયા તેની પાસે નથી. એટલા માટે આ યુવતીએ સગાઈ તોડી નાખી હતી. પરિણામે આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત રહેતો હતો. અને એક દિવસ તેણે ઘરના હોલમાં પંખા સાથે લટકી ને જીવન ટૂંકાવી દીધું છે.

આ બનાવ સામે આવતા નરોડા વિસ્તારમાં અરેરાટી મચી ગઇ છે. હિરોઇન જેવી દેખાતી યુવતી સાથે લખનના લગ્ન થવાના હતા પરંતુ એ પહેલા વંદના આ યુવકને લેહ લડાખ જવા માટે પૈસાની માગણી કરી હતી. ત્યારબાદ તેને iphone પણ લેવો હતો. એટલા માટે એના પૈસાની પણ માગણી કરી રહી હતી.

લખને તેને આઈ ફોન લઈ દીધો હતો. છતાં પણ વંદનાની માંગણીઓ પૂરી થતી ન હતી. ત્યારબાદ તેણે એક ગોલ્ડ અને ડાયમંડ ની પણ માંગણી કરી હતી. અને આખરે કેનેડા જવા માટે એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. જેના કારણે લખન અને તેનો પરિવાર આ યુવતીથી ખૂબ જ કંટાળી ગયો હતો..

પૈસાની બાબતોને લઈને વારંવાર આ બંને પરિવારોની વચ્ચે નાના મોટા ઝઘડાઓ પણ થતા હતા. જેના કારણે લખન ખૂબ જ ચિંતિત રહેતો હતો. થોડા સમયમાં તે બંનેના લગ્ન થવાના હતા. પરંતુ લખને એક દિવસ રાત્રે ઘરના હાલમાં પંખા સાથે લડકી ને આપઘાત કરી લીધો છે..

પરિવાર દીકરાના આત્મહત્યા કર્યા બાદ આ દીકરી તેમજ દિકરીના પરિવારને દોષિત ઠેરાવી રહ્યો છે. અને તેના ઉપર આરોપો નાખ્યા છે. પરિવાર રાત્રે સુતો હતો ત્યારે લખને આત્મહત્યા કરી હતી એટલા માટે સવારમાં માતા જ્યારે ઉઠીને ઘરનો દરવાજો ખોલ્યો કે, તેમની સામે તેમનો એકનો એક દીકરો લખન પંખા સાથે લટકી રહ્યો હતો..

આ દ્રશ્ય જોતાની સાથે જ તેઓ ઢળી પડ્યા હતા. લખને આપઘાત કરી લેતા સમગ્ર પરિવાર માં શોક છવાઈ ગયો છે. તો બીજી બાજુ યુવતી અને તેનો પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તે લોકોની સતત હેરાન ગતી અને પૈસાની માંગણીને કારણે લખને આજે જીવ ગુમાવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *