આપણી આસપાસ અનેક ઘટનાઓ થતી હોય છે જે જોઈને આપણે પણ ચોંકી જતા હોઈએ છીએ. આપણે આત્મહયા, અપહરણ અને લૂંટફાટ જેવી અનેક ઘટનાઓ થતી જોવા મળે છે. હાલમાં લોકોને નાની નાની બાબતો પર એટલું બધું માઠું લાગી જાય છે જેને લીધે વ્યક્તિ આપઘાત અને આત્મહત્યા કરી લે છે. મહિલા અને પુરુષોને કંઈ કહેવામાં આવે તો આપઘાત કરીને બેસે છે.
એવી જ એક ચોંકાવનારી ઘટના બનવા પામી છે. આ ઘટના રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા મેઘાણીનગરમાં બની હતી. રાજકોટના કોઠારિયા રોડ પર મેઘાણીનગરમાં રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા પતિ અને પત્ની રહેતા હતા. પતિ અને પત્ની બંને પોતાના પરિવાર સાથે ખુબ જ ખુશીથી રહેતા હતા. પત્નીનું નામ રેશ્માબેન કાદરભાઇ પરમાર હતું.
તેની ઉંમર 28 વર્ષની હતી. તેના પતિનું નામ કાદર પરમાર છે. તેનો વ્યવસાય રૂ પીંજવાનો છે. રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા રેશ્માબેન ગઇકાલે તેના પતિ કાદર પરમાર સાથે કોઠારિયા રોડ પર કેદારનાથ સોસાયટી નજીક મેઘાણીનગરમાં રૂ પીંજવાનો ઓર્ડર આવ્યો હતો ત્યારે રેશ્માબેન પતિને મદદ કરાવવા માટે સાથે ગઇ હતી. રેશ્મા બેન પતિને હંમેશા મદદરૂપ થતા જ હતા.
રિક્ષામાં ફીટ કરાયેલા મશીનથી રૂ પીંજવાનું કામ ચાલુ હતું. ત્યારે રેશ્માબેને ગળામાં દૂપટ્ટો બાંધેલો હતો પરંતુ પવનને કારણે દૂપટ્ટો ઉડીને અચાનક જ મશીનમાં ફસાઇ ગયો હતો. ત્યારે રેશ્માબેનના ગાળામાં બાંધેલો દૂપટ્ટો ઉડીને તેના ગાળામાં ખેંચાઇ જવાને કારણે તેણીને ફાંસો લાગી ગયો હતો. એક સમય માટે તો ઘટના સ્થળે ઉભેલા તમામ ચોંકી જ ઉઠ્યા હતા એવામાં કાદર પરમાર એ તરત જ એબ્યુલન્સ બોલાવી લીધી હતી.
આ ઘટના થવાથી આસપાસના લોકો ખુબ જ ઝડપથી ભેગા થયા હતા. અચાનક આકસ્મિક રીતે ગળે પટ્ટો લાગી જતા પરિણામ રૂપે રેશ્માબેન બેભાન હાલતમાં હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. થોડીક જ વારમાં ડોક્ટરે રેશ્માબેનને મૃત જાહેર કરીયા હતા. મૃત્યુ પામનાર રેશ્માબેનને સંતાનમાં બે પુત્ર છે.
જેમાં એક ત્રણ વર્ષનો અને બીજો પાંચ વર્ષનો છે. માતા-પિતા પણ તેની સાથે જ બાજુની રૂમમાં રહે છે. આ ઘટના થવાથી પરિવારજનોમાં માતમ છવાઇ ગઇ હતી. રેશમાબેનના મૃત દેહને પોસ્ટમોર્ટમ મટે લઇ ગયા હતા ત્યાર બાદ તેના પરિવારના સભ્યોને લાશ સોંપવામાં આવી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભકિતનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]