સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે. તેમ તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક વખત રાજકારણીઓ સમાજ શ્રેષ્ઠિઓ અને મોભી લોકો દ્વારા વાતચીત કરવામાં આવતી જ રહેતી હોય છે કે, કેવી રીતે શહેરમાં અને સમાજની વચ્ચે કાયદો અને વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહે..
કોઈ પણ પ્રકારનો અણબનાવ કે અવનવી ઘટનાના ન બને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તેનું ખૂબ જ વ્યવસ્થિત રીતે ધ્યાન આપવામાં આવતું હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ હોય એવું જણાઈ રહ્યું છે. હાલમાં એવી જે ઘટના સામે આવી છે. જેને જાણીને તમે પણ ચોકી જશો..
આ ઘટના અમદાવાદ શહેરમાં બનવા પામી છે. વેજલપુરમાં એકલવાયા જીવન ગુજરાતી મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પરંતુ આ હત્યા કયા કારણોથી શા માટે કરવામાં આવી છે. તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. મોડી રાતે શહેરના વેજલપુર વિસ્તારમાં શ્રીદાન નગર વિભાગ ૨ માં એન 104 નંબરમાં મકાનમાં અચાનક જ ખરાબ એવી દુર્ગંધ આવવાની શરૂઆત થઈ ગઈ હતી..
જેના કારણે જ ફ્લેટમાં રહેતા આજુબાજુના લોકોને પણ શંકા થવા લાગી હતી અને નવાઈની વાત તો એ છે કે આ ફ્લેટમાં જ્યાંથી ખરાબ દુર્ગંધ આવતી હતી તે પ્લેટનો દરવાજો પણ ખુલ્લો હતો. તેથી એક સમય માટે તો આજુબાજુમાં વસતા લોકો પણ ગભરાઈ ગયા હતા. પરંતુ હિંમત દાખવીને કોઈ અંદર જઈને જોયું તો મનીષા દુધેલા નામની મહિલાની ખૂબ જ ખરાબ રીતે લોહીથી લથબથ હાલતમાં લાશ જોઈ હતી..
જે બાબતની જાણ તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. વેજલપુર પોલીસ સ્ટેશન ઘટનાની માહિતી મળતા જ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઇજાના નિશાન હોય તેવું જણાવવામાં સામે આવ્યું હતું. આ અંગે વધુ માહિતી મેળવીને ગુનો પણ નોંધવામાં આવ્યો છે..
પોલીસે પ્રાથમિક તબક્કે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી એફ.એસ.એલની મદદ લઈને વધુ તપાસ કરવાની શરૂ કર્યું હતું. જેમાં મૃતકના ગળાના વાગે ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા. વર્ષ 2014માં મનીષા દીધેલાના લગ્ન રાધાકૃષ્ણ સાથે થયા હતા. પણ લગ્નના એકાદ વર્ષ બાદ પતિ સાથે ન બનતા વારંવાર ઝઘડા પણ થતા હતા..
તેના કારણે તેઓ એક કલાક વાયુ જીવન ગુજારતા હતા. માતા લક્ષ્મીબેનને પણ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલ મનીષા ખૂબ જ ગુસ્સા વાળી સ્વભાવની હતી. વારંવાર માતા-પિતા ભાઈ બહેન અને પરિવારના અન્ય સભ્યો સાથે પણ તેમને ઝઘડો થઈ જતો હતો. તેને વેજલપુરમાં બનાવ વાળી જગ્યાએ મકાન અપાવ્યું હતું..
અને તે એકલી જ રહેતી હતી મનીષા બહેનનો એક ભાઈ પણ ઘર છોડીને 2005ની સાલમાં સાધુ બની ગયો હતો. મૃત્યુ પામેલ મનીષા બે મહિના પહેલા તેની માતાને મળી હતી તે પછી તે મળી ન હતી તેવું પણ પોલીસને જણાવ્યું હતું. હાલમાં પોલીસ બનેલ ઘટનાની તમામ માહિતી મેળવીને યોગ્ય પુરાવો વાવો એકઠા કરીને ઘટનાની યોગ્ય તપાસ હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]