રોહિણી નક્ષત્ર જોઈને અંબાલાલ પટેલે આપી ભયંકર આગાહી, ગુજરાતના આ જીલ્લા વરસાદથી રહેશે વંચિત..!

ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અવારનવાર આગાહી આપતા હોય છે. તેઓએ નક્ષત્રના આધાર પર આ વર્ષે ખૂબ મોટી આગાહી આપી છે. તેઓએ આગાહી આપતા જણાવી દીધું છે કે આ વર્ષે ચોમાસુ સારુ રહેશે. નક્ષત્ર પરથી લોકોને અપાયેલી આગાહી ચોક્કસ હોય છે.

આ વર્ષે ચોમાસુ મે મહિનાથી ચાલુ થઇ જશે. અને તેમાં દર વર્ષની જેમ ભારતમાં કેરળમાં સૌથી પહેલા વરસાદ આવે છે. કેરળથી ચોમાસાનું આગમન થાય છે. કેરળમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ચોમાસુ મુંબઇમાં શરૂ થાય છે. અને મુંબઈમાં વરસાદ હાહાકાર મચાવીને ત્યારબાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ શરૂ થાય છે.

તેમાં દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ જેવા શહેરોમાં અતિભારે વરસાદ વરસીને આ શહેરોને લીલા લેર કરી દે છે. તેમજ બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ગુજરાતના ચોમાસાના આગમનને લઇને આગાહી કરી છે. તેમના કહેવા પ્રમાણે ચોમાસુ રોહિણી નક્ષત્ર પરથી ખબર પડી શકે છે.

આ વર્ષે દર વર્ષની જેમ ભારે વરસાદ પડશે. અને કેરળમાં સૌથી પહેલા જુન મહિનાની શરૂઆતમાં જ વરસાદનું આગમન થશે. ત્યાર બાદ રોહિણી નક્ષત્ર પર્માણે મુંબઇ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. ગુજરાતમાં ચોમાસું થોડું મોડું આવશે. ગુજરાતમાં 15 જૂન સુધીમાં વરસાદ આવી શકે છે.

અને ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર રાજ્યમાં 15 જુન પછી ચોમાસું આવશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય બાકીના બધા રાજ્યોમાં 15 જૂન સુધીમાં વરસાદ આવી શકે છે. ભારતના ઘણા રાજ્યોમાં દર વર્ષની જેમ પહેલા વરસાદ વરસી શકે છે. આ ચોમાસાના સમાચાર સાંભળીને રાજ્યમાં ખેડૂતો ખૂબ જ ખુશ થઇ જાય ગયા છે.

કેમકે ખેડૂતોને પોતાના પાકને લઈને ચોક્કસ સમયે ખબર પડે છે. અને તેઓ ચોમાસુ આવવાને કારણે વાવણી કરી શકે છે. આ હવાનના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ગુજરાતમાં જૂન મહિનાથી વરસાદ ચાલુ થશે. પરંતુ તેની પહેલા મે મહિનામાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલુ થઇ જશે. અને ગુજરાતના કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થોડું મોડું થશે.

ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ચોમાસું વહેલા શરુ થઈ જશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ચોમાસું મોડું શરુ થશે એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને 15 દિવસ સુધી વરસાદથી વંચિત રેહવું જોશે. આ વિસ્તારમાં વાવણીનો વરસાદ પણ મોડો થવાથી પાક એકંદરે થોડાક મોડા રેહશે. ખેડૂતો પણ વરસાદની રાહ જોઈને બેઠા છે એવામાં હવે મેઘરાજા ક્યારે પધરામણી કરે એના પર સૌ કોઈની નજર રેહશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment