Breaking News

રોડ ઉપર લોહીનું ખાબોચિયું ભરેલું જોઈ લોકોએ તપાસ કરી, રોડ નીચેની વાડમાં નજર ફેરવતા જ મળ્યું એવું કે જોઈને આંખે અંધારા આવી ગયા..!

છાશવારે આસપાસના સૌ કોઈ લોકોને વિચારો પર મજબૂર કરી દે તેવી ઘટનાઓ દિન પ્રતિદિન સરકારી ચોપડે નોંધાઈ રહી છે. જેમાંથી મોટાભાગના બનાવોમાં ખૂબ જ કડક કાર્યવાહી કરવી પડતી હોય છે. અત્યારે ઉત્તર પ્રદેશના સીતાપુરમાંથી કંઈક આવો જ સનસનાટી મચાવી દેતો કિસ્સો સામે આવી ગયો છે..

આ મામલો કમલાપુર પોલીસ ચોકી વિસ્તાર પાસે આવેલો રચના શાહ જલાલપુરનો છે. આ ગામ પાસેથી એક હાઇવે પસાર થાય છે. ગામના લોકો પોતાને ખેતરે જવા માટે આ હાઇવે ઉપરથી પસાર થવું પડે છે. કેટલાક ખેડૂતો હાઇવે ઉપરથી પસાર થઈ પોતાને ખેતરે જતા હતા. ત્યારે તેઓએ હાઇવેના સડક કાંઠે લોહીથી ભરેલું એક ખાબોચિયું જોયું હતું..

એટલું બધું લોહી એક સાથે જોતાની સાથે જ તેમના આંખોના ડોળા ફાટી ગયા હતા અને તેઓ વિચારવા લાગ્યા કે, અહીં એવી તો શું ઘટના બની શકે એટલું બધું લોહી વહી ગયું છે. તેઓએ વિચાર્યું કે નક્કી અહીં કોઈનો અકસ્માત થયેલો હોવો જોઈએ અથવા તો કોઈ પ્રાણીનું મૃત્યુ થયું હોવું જોઈએ એટલા માટે તપાસ કરવા તેઓ રોડ નીચેની રાડી સાગરામાં ઉતરી ગયા હતા..

અને અહીં શું થયું છે. તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. રોડની નીચેની જાડી ઝાંખરામાંથી કાંટાવાળી વાડની અંદર નજર ફેરવતા જ તેઓને જે દ્રશ્ય દેખાયું તે જોઈને તેવા માથા પકડી ગયા હતા. તો કેટલાક લોકોને તો થોડા દિવસે અંધારા પણ આવી ગયા હતા. કારણ કે અહીંથી અંદાજે પચાસેક વર્ષના વ્યક્તિની લાશ મળી આવી હતી..

અને આ લાશ એવી હાલતમાં હતી કે, તેને જોઈને સૌ કોઈ લોકોની ઊંઘ ઊડી ગઈ છે. તરત જ ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચાડવામાં આવી હતી પોલીસનો કાફલો અહીં પહોંચી આવ્યો હતો. તેઓએ આ લાશને જાડી ઝાખરામાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપવામાં આવી હતી..

આ લાશની પાસેથી થોડાક કપડા મળી આવ્યા છે. તો અમુક કપડાની અંદર આ લાશને લપેટેલી હતી અને તેને ઘસીને રોડ ઉપરથી નીચે ઉતારીને ફેકવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેના કપડાં જોઈને આ વ્યક્તિ ભિખારી હોય તે પ્રકારનો લાગતો હતો. તેનો ચહેરો તેના વાળ અને તેના શરીર એકદમ નબળા પડી ગયેલા હતા..

વધુ તપાસ ચલાવી ત્યારે ખબર પડી કે આ વ્યક્તિની ઉંમર 50 વર્ષની છે. અને તેનું નામ લાલતા પ્રસાદ હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિ મૂળ સિંહપુર વિસ્તારનો નિવાસી છે. તે છેલ્લા 24 કલાકથી કોઈ પણ વ્યક્તિને મળ્યો ન હતો. આ વ્યક્તિ ખૂબ જ ગરીબ છે. છતાં પણ તેને કયા વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દીધો હશે..

તેની તપાસ અત્યારે પોલીસ મેળવી રહી છે. તેના શરીર ઉપર ખૂબ જ ગંભીર નિશાનો પણ જોવા મળ્યા છે. નક્કી આ વ્યક્તિને કોઈએ મોતને ઘાટ જ ઉતારેલો છે. હાલ પોલીસે આસપાસના વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે. તેમજ હાઈવે ઉપરના સીસીટીવી કેમેરાની મદદથી આગળની તપાસ શરૂ કરી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *