Breaking News

રીક્ષામાં પાછળ બેઠેલી 3 ભેજાબાજ મહિલાઓએ કર્યા એવા કાંડ જે જાણતા જ લોકો ઉભા રોડે દોડતા થયા..!

જેમ જેમ તહેવારોનો સમય નજીક આવતો જાય તેમ તેમ મહિલાઓ ખરીદી કરવા માટે બજારમાં જવા લાગે છે. મોટા તહેવારો નજીક આવતા જ બજારમાં ખરીદી માટે કેટલાય લોકોની ભીડ ઉમટી પડતી હોય છે. આ ભીડની અંદર જતા પહેલા પોતાની પાસે રહેલા કીમતી ચીજ વસ્તુઓની સાચવણી ખૂબ જ જરૂરી છે..

આજકાલ તો એવા બધા બનાવો પણ બની રહ્યા છે કે, જેમાં તમારું ધ્યાન સહેજ પણ ભટકે કે તમારી પાસે રહેલી કિંમતી ચીજ વસ્તુ ઘડીકમાં જ બુચ લાગી જતી હોય છે. આ ઉપરાંત જાહેર પરિવહનના વાહનો જેવા કે બસ ટ્રેન કે રિક્ષામાં પણ હવે જોઈએ તેવી સલામતી મળતી ન હોય તેવું લાગી રહ્યું છે..

રાજસ્થાનના શિખર શહેરમાં ગુલાબબેન નામની એક મહિલા પ્રિન્સ સ્કૂલ પાસે રહે છે. તેઓ બજારમાં ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે સિકર શહેરના તાપડીયા ગાર્ડનથી ફાગલમા પેટ્રોલ પંપ બાજુ જવા માટે તેઓ એક રિક્ષામાં બેઠા હતા. રીક્ષામાં તેમની સાથે અન્ય ત્રણ મહિલાઓ પણ બેઠી હતી. આ ત્રણેય મહિલાઓને રિક્ષામાં બેઠેલી જોઈને તેવો પણ પરીક્ષાની અંદર બેસી ગયા હતા..

જ્યારે તેઓ  ફાગલમા પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા ત્યારે તેઓ રિક્ષામાંથી નીચે ઉતરતા હતા. એવામાં જ પાછળ બેઠેલી ત્રણ મહિલાઓમાંથી એક મહિલાએ તેમના ગળાના ભાગે પોતાનો હાથ મૂકી દીધો હતો. ત્યારબાદ ગુલાબબેન રિક્ષાવાળાને રીક્ષા ભાડું આપવા લાગ્યા હતા અને થોડી જ વારમાં રીક્ષા ત્યાંથી જતી પણ રહી..

ગુલાબબેન રીક્ષા ભાડું આપ્યા બાદ પોતાનું પર્સ જોઈ રહ્યા હતા. એવામાં તેમને અનુભવ થયો કે, તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન ગાયબ થઈ ગઈ છે. તેઓને યાદ આવ્યું કે, રિક્ષામાં પાછળના ભાગે બેઠેલી ત્રણ મહિલાઓમાંથી એક મહિલાએ તેમના ગળાના ભાગે હાથ મૂક્યો હતો નક્કી એ જ મહિલાએ તેમના ગળામાંથી સોનાની ચેન ખેંચી લીધી હશે..

તેઓએ તાત્કાલિક બાઇક પર જઈ રહેલા અન્ય એક યુવકને ઉભો રાખ્યો હતો અને તેમને આ તમામ ઘટનાની જાણ કરી બાઈક ચાલકે પણ ગુલાબબેનની મદદ કરતા તેમને જણાવ્યું કે, તમે મારી સાથે ચાલો.. આપણે તે રીક્ષા ને ઉભી રાખીશું, અને તેમાં બેઠેલી ત્રણેય મહિલાઓનો પરદાફાશ કરીશું, તેઓ તાત્કાલિક આ રીક્ષાનો પીછો કરવા લાગ્યા..

બજારમાં જ્યારે પરીક્ષા પહોંચી ત્યારે ત્યાં રીક્ષા ઉભી રહી હતી. અને એવામાં તો ગુલાબબેન આ અજાણ્યા બાઇક ચાલક સાથે ત્યાં પહોંચી ગયા હતા અને રીક્ષામાં બેઠેલી અન્ય ત્રણે ત્રણ મહિલાઓને રીક્ષાની બહાર ઉતારી હતી. ત્યારબાદ તેઓએ તાત્કાલિક પોલીસને પણ બોલાવી લીધી હતી. પોલીસે આ મહિલા પાસેથી તેમની સોનાની ચેન કઢાવી આપી હતી..

ત્યારબાદ આ ત્રણેય મહિલાઓની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. જ્યારે પણ ઘરની બહાર નીકળીએ ત્યારે ડગલેને પગલે પોતાની સાથે રહેલી કિંમતી ચીજ વસ્તુઓનું ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. કારણ કે હવેના ચોર લુંટારાઓ ભેજુ દોડાવી પહેલા વ્યક્તિને કોઈ વાતચીતમાં મશગુલ કરે છે અને ત્યારબાદ તેને ખબર ન પડે તેવી રીતે..

કિંમતી ચીજ વસ્તુઓ સેરવીને જતા રહેતા હોય છે. જો ગુલાબબેનને લાંબા સમય સુધી જાણ થઈ હોત નહીં કે તેમની ચેન ગળામાંથી ગાયબ છે, તો કદાચ આ ત્રણ મહિલા આ ચોરીમાં સફળ બની ગઈ હોત અને ક્યાંની ક્યાંય ચાલી ગઈ હોત. ત્યારબાદ તેને પકડવી ખૂબ જ મુશ્કેલ બની જાત..

પરંતુ તેમને સમયસર યાદ આવી જતા તેમજ અજાણ્યા બાઈક ચાલકની મદદના કારણે આજે આ ત્રણેય મહિલાઓને પોલીસે પકડી પાડી છે. આ ત્રણેય મહિલાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. જોવામાં તો આ ત્રણેય મહિલાઓ ખૂબ જ સારા ઘરની હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત તેઓ આ અગાઉ પણ કોઈ ચોરીના કેસમાં પકડાયેલા છે કે, નહીં તેની તપાસ ચલાવે છે. આ સાથે સાથે તેઓ ચોર લૂંટારાના આવા ધંધામાં કેવી રીતે આવ્યા આ તમામ બાબતોની પૂછપર જ કરવામાં આવી રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *