મિત્રો આપણી આસપાસ જેમ જેમ સમાજમાં સુવિધાઓ અને વ્યવસ્થાઓ વધતી જાય છે તેવી જ રીતે આજ સમાજની બીજી બાજુ એક સત્ય હકીકત જાણવી પણ ખુબ જરૂરી બની રહે છે કે લોકોમાં સહનશક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે કાર્ય પ્રત્યેની નિષ્ફળતા અને અન્ય નાના-નાના કારણોને કારણે લોકો ખૂબ અપસેટ થઈ જતા હોય છે.
અને તેના કારણે કોઇપણ વ્યક્તિઓ ની સાચી સલાહ લીધા વગર પોતે જાતે જ ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે અને આ પગલું જ્યારે વ્યક્તિ જ કરે છે ત્યારે તેને પરિસ્થિતિનો ખ્યાલ હોતો નથી અને તે ભવિષ્યને પણ જાણતો હોતો નથી પછી તે વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ હોય કે પછી અન્ય જ્યારે પણ કોઈપણ સામાજિક વ્યક્તિ પગલું ભરે છે.
જે સમાજની રીતભાતથી ઘણું દૂર છે અને સમાજને માન્ય પણ નથી આવા પગલાં ભરવા બાદ આવતા પરિણામો ખૂબ જ દુઃખદ આઈ અને દર્દ ઉપજાવનારા હોય છે અને તેના પરિણામની અસર પરિવારને તો પડતી જ હોય છે પરંતુ તેની સાથે જોડાયેલા દરેક વ્યક્તિ ઉપર ગંભીર અસર જોવા મળતી હોય છે છેલ્લા થોડા સમયથી જો વાત કરવામાં આવે તો,
સમગ્ર ભારતમાં અને ગુજરાત રાજ્યમાં પણ કોઈના કહેવાથી માથું લાગવાને કારણે અથવા તો ધાર્યું પરિણામ પ્રાપ્ત ન થવાને કારણે જીવન ટૂંકાવવા ના અને આપઘાતના ખૂબ જ મોટી સંખ્યામાં દાખલાઓ જોવા મળી રહ્યા છે તેવામાં હાલમાં એક ઘટના બનવા પામી છે જેની સવિસ્તાર જો વાત કરવામાં આવે તો હાલમાં બનેલી ઘટના,
રાજકોટના મોરબી રોડ પરના મા શક્તિ પાર્કમાં રહેતી ધોરણ આઠની માત્ર ૧૪ વર્ષની વિદ્યાર્થિનીએ પોતે પોતાનાં ઘરે ગળે ફાંસો ખાઈ પોતાની અમૂલ્ય એવી જિંદગી ને જાતે જ ટૂંકાવી લીધી છે અને તેના કારણે જ સમગ્ર પરિવારજનો અને આ વિદ્યાર્થીની સાથે જોડાયેલા તમામ સ્વજનોમાં ખુબજ દુઃખનો માહોલ સર્જાયો છે હાલા બનેલ ઘટના જ્યારે આ વિદ્યાર્થીની માતા પોતાના ઘરે પાછી આવે છે
ત્યારે પોતાની દીકરીને લટકતી જોવે છે અને એકદમ આઘાતમાં સરી પડે છે અને આ પરિસ્થિતિ બાદ ખૂબ જ દેકારો થતાં આજુબાજુ માંથી પણ લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થિનીને નીચે ઉતારી અને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી અહીં ફરજ બજાવતા તબીબે તેને મૃત જાહેર કરી હતી ઘટના પાછળનું આમ તો કોઈ ચોક્કસ કારણ સામે આવ્યો નથી.
પરંતુ વિદ્યાર્થીને ઘરકામ કરવા માટે તેના માતા સતત ને સતત કહેતા હતા તેના કારણે જ તેને લાગી આવતા આવું આત્મઘાતી પગલું ભરી લીધું હોય તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે હાલના ધોરણે બી ડિવિઝન પોલીસના પીએસઆઇ બીબી કાળીયા આધારે વધુ તપાસ હાથ ધરી છે આ વિદ્યાર્થીનું થોડા દિવસ પહેલાં જ ધોરણ આઠ માં એડમિશન થયું હતું.
અને તેના પિતા કામ અર્થે અને માતા તેના નાના પુત્ર સાથે બહાર ગયા હતા આ સ્થિતિ માં વિદ્યાર્થિનીએ પોતાને એકલી જોઈ પંખા સાથે ચૂંદડી બાંધી અને ગળે ફાંસો ખાઇ લીધો હતો સ્થાનિક પોલીસ હાલના તબક્કે તપાસ હાથ ધરી છે આશા રાખીયે ભવિષ્યમાં લોકો ની સમજણ શક્તિ માં ખુબ વધારો થતો જોવા મળે અને આવા પ્રકારની ઘટનાઓ પર રોક લાગે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]