Breaking News

રેઢીયાર અને દારૂડીયા પતિની કરતૂતોથી કંટાળી જઈને પત્નીએ ભર્યું એવું પગલું કે જોનારા આંખો મીંચી ગયા, 3 દીકરીઓ રઝળતી થઈ..!

રોજબરોજની હેરાનગતિથી કંટાળી જઈને એક મહિલાએ એવું પગલું ભરી લીધું હતું કે, આ ઘટનાને જોનારાની આંખો પણ મીંચાઈ ગઈ હતી. આ ઘટનાને અંતે કુલ ત્રણ દીકરીઓએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. આ ઘટનાએ આસપાસના સૌ કોઈ વિસ્તારોમાં ચકચાર ફેલાવી દીધો છે..

આ બનાવો ગોલ્ડન પાર્ક સોસાયટીનો છે, અહીં અમરભાઈ નામના એક નોકરિયાત વ્યક્તિ તેમની પત્ની રીમાબેન તેમજ તેમની ત્રણ દીકરીઓની સાથે જીવન ગુજારે છે. તેમના લગ્ન થયા તેના બાર વર્ષ વીતી ચુક્યા છે અને આ લગ્ન જીવન દરમિયાન તેમની પત્નીએ કુલ ત્રણ બાળકીઓને જન્મ આપ્યો હતો..

બાળકને જન્મ આપવાની બાબતને લઈને પતિ અને પત્ની બંને વચ્ચે વારંવાર લડાઈ ઝઘડો થતો હતો, આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી તો અમર ભાઈની નોકરી છૂટી જવાને કારણે તે ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા અને અવળી સંગતમાં પડી જવાથી દારૂ જેવી કુટેવમાં પણ સપડાઈ ગયા હતા..

રીમા બેને ઘણી બધી વાર તેમના પતિને સમજાવવાની કોશિશ કરી પરંતુ હવે અમરભાઈ કામ ધંધે જવાનું પણ મૂકી દીધું હતું અને આખો દિવસ દરમિયાન દારૂ પીને કોઈને કોઈ જગ્યાએ પડ્યા રહેતા હતા. તો બીજી બાજુ તેમની ત્રણ દીકરીઓને ભણાવી ગણાવીને પાલનપોષણ કરવું એના માટે રીમા બેનની એકલી મહેનત પુરતી હતી નહીં..

કારણ કે આ ત્રણે દીકરીઓના પાલનપોષણની તમામ જવાબદારી તેમજ રૂપિયા અને ઘર ચલાવવાની જવાબદારી પણ રીમાબેનના માથે હતી. રીમાબેન તેના રેઢીયાર અને દારૂડિયા પતિની કરતૂતોથી ખૂબ જ કંટાળી ગયા હતા. તેઓ દારૂ પીને સાંજે ઘરે આવતા અને રીમાબેન ને મારપીટ પણ કરવા લાગતા હતા..

એટલા માટે રીમા ખૂબ જ કંટાળી ગઈ અને એક દિવસ તેને એવું ભરી લીધું કે, સૌ કોઈ લોકો જોતા ને જોતા જ રહી ગયા હતા. જ્યારે સાંજના સમયે અમર દારૂ પીને ઘરે આવ્યો હતો, ત્યારે તે રીમાબેનને માર મારવા લાગ્યો હતો, અને એ વખતે રીમાબેનના હાથમાં ખાંડણી નો દસ્તો આવી જતા તેણે માથાના ભાગે આ દસ્તા ના ઘા મારી દીધા હતા..

અને અમરભાઈને ઘટના સ્થળેથી નીચે ઢીમ ઢાળી દીધું હતું, તેમના માથાના ભાગેથી વધારે પડતું લોહી વહી જવાને કારણે ઘરની અંદર જ અમરનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે અમરનું મૃત્યુ થઈ ગયું ત્યારબાદ રીમા ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ અને તે વિચારવા લાગી હતી કે, હવે શું કરવું જોઈએ.?

જેનાથી તે બચી શકશે તેને તાત્કાલિક ધોરણે ઘરની અંદર સાફ-સફાઈ કરી નાખી હતી, અને લોહી લુહાણ થયેલા કપડાને પણ તેણે ઠેકાણે કરી નાખ્યા હતા. આ સાથે સાથે તેણે આસપાસના પડોશીઓને પણ પોતાને ઘરે બોલાવ્યા અને કહ્યું કે, તે તેની ત્રણે દીકરીઓની સાથે નજીકના થિયેટરમાં પિક્ચર જોવા માટે ગઈ હતી..

અને જ્યારે તે ઘરે આવી ત્યારે અમરને મૃત હાલતમાં જોયો અને તેની આંખો ફાટી નીકળી હતી. નજીકના પાડોશીઓ પણ તાત્કાલિક ધોરણે પોલીસને ઘટના સ્થળે બોલાવી અને ત્યારબાદ રીમાએ પોલીસને પણ આ જ પ્રકારની કહાની સંભળાવી હતી. પરંતુ કોઈ પણ પ્રકારની વાતોમાં તાલમેલ ન દેખાતા પોલીસને શંકા ગઈ અને પૂછપરછ બેસાડતા ધીમાએ આ તમામ બાબતો કબૂલી લીધી હતી..

અને તેણે કહ્યું કે, તે તેના પતિથી ખૂબ જ કંટાળી ગઈ હતી અને રોજબરોજની હેરાનગતિથી કંટાળી જઈને તેણે આ પગલું ભરી લીધું હતું. હાલ રીમાની પૂછપરછ થઈ રહી છે, અને ત્યારબાદ તેને કડકમાં કડક સજા પણ થશે તો બીજી બાજુ ત્રણ દીકરીઓએ તેના પિતાની છત્રછાયા તો ગુમાવી દીધી છે..

જ્યારે બીજી બાજુ તેની માતાની છત્રછાયા પણ હંમેશા હંમેશા માટે ગુમાવી દે તેવી શક્યતાઓ રહેલી છે, બીજા ત્રણ દીકરીઓને હવે આવનારા સમયમાં કોણ સાચવશે તેની પણ મૂંઝવણ થઈ રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *