Breaking News

રેડ એલર્ટને પગલે વિનાશક વરસાદે મચાવી મોટી તબાહી, એક જ રાતમાં 9 ઇંચ વરસાદથી આખો જીલ્લો તરબોળ, ખેડૂતોને મોટી નુકસાની..!

ગઈકાલે રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટ ડોક્ટર મનોરામાં મોહંતીએ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, અંકિત પટેલ, મગન કાકા સહિતના હવામાન શાસ્ત્રીઓએ આગાહી આપતા જણાવ્યું હતું કે, આવનારા પાંચ દિવસ ગુજરાત ઉપર ખૂબ જ ભારે બનવા જઈ રહ્યા છે. કારણ કે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે જુદા જુદા તાલુકાઓને રેડ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે…

આ ઉપરાંત દરિયાઈ વિસ્તારોમાં ભારે ભવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે અને બંદરોમાં પણ સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. આ આગાહીને પગલે વરસાદે ખૂબ જ મોટી વિનાશક તબાહી મચાવી દીધી છે. આ તબાહી મેઘરાજાએ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વરસાવી છે.

જ્યાં એક સાથે નવ ઇંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. મોડી રાત્રેથી જ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ત્યારબાદ માંગરોળ અને માળીયાહાટીના તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. શરૂઆતમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ અને ત્યારબાદ ખૂબ જ વધારે ગતિથી વરસાદ વરસવા લાગ્યો હતો..

જેમાં માંગરોળમાં 9 ઇંચ જ્યારે માળીયાહાટીમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે જુનાગઢ જિલ્લાના મેંદરડા, કેશોદ, વંથલી, આ તમામ તાલુકાઓમાં હળવી ધારે ઝાપટા રૂપી વરસાદ વરસ્યો છે. જ્યારે માંગરોળ તાલુકાના તમામ ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. જ્યારે ખેતરોમાં પણ ભારે ધોવાણની સ્થિતિ સર્જાય છે. અનેક રસ્તાઓ બેસી ગયા છે…

જ્યારે નદી નાળામાં વધારે પાણી આવી જવાને કારણે કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે. સવારના છ વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધીમાં જુનાગઢમાં કેશોદ તાલુકામાં 2 ઇંચ વરસાદ, મેંદરડામાં 1 ઇંચ, માંગરોળમાં 9 ઇંચ, માળીયાહાટીમાં 4 ઇંચ જ્યારે વંથલીમાં 3 ઈચ વરસાદ નોંધાયો છે. એટલે કે સમગ્ર જૂનાગઢ તાલુકો પાણીમાં તરબોળ થઈ ગયો છે..

અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે. રેડ એલર્ટને પગલે વરસાદે વિનાશક તબાહી મચાવી દીધી છે. જ્યારે અતિ ભારે વરસાદને પગલે ખેડૂતોના ખેતરમાં ધોવાણ થયું છે. જેને કારણે ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. કાલે જ ગામમાં ઘોડાપાટ નદીની અંદર પુર આવી પહોંચ્યું હતું.

જેના કારણે નીચાણવાળા ગામોમાં આ નદીનું પુર ફરી વળ્યું હતું ગ્રામજનોને આ આફતમાંથી બહાર કાઢવા માટે અધિકારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. ત્યારે એનડીઆરએફની ટીમોને પણ રેસ્ક્યુ માટે ગોઠવી દેવામાં આવી છે. માંગરોળ તાલુકાના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા ની સાથે જ શહેરી વિસ્તારોમાં પણ ગોઠણથી છાતી સુધીના પાણી ભરાયા છે..

જેને લઈને પાલિકાના તંત્રએ જરૂરી કામગીરી શરૂ કરી છે. જ્યારે દુકાનો અને નિચાણવાળા ઘરોના લોકોને તાત્કાલિક ધોરણે સ્થળાંતરિત કરાયા છે. સિઝનના પહેલા વરસાદમાં જ આ માંગરોળ તાલુકામાં અતિ ભારે વરસાદ વરસ્યો છે. જેને પગલે પણ ઓવરફ્લો થયો છે. જ્યારે ગિરનાર જંગલના વિસ્તારોમાં પણ સતત વરસાદને પગલે પાણીની ખૂબ જ મોટા જથ્થામાં આવક થઈ ગઈ છે..

જુનાગઢ વાસીઓમાં એક બાજુ આનંદની લાગણી પ્રસરી છે. જ્યારે એક બાજુઓની જાણ વાળા વિસ્તારો અને ખેડૂતોને ભારે હાલે આનો સામનો કરવો પડી રહ્યો છે. વેરાવળ પંથકમાં પણ ખૂબ જ ભારે વરસાદ વરસ્યો હતો. જેને પગલે દેવકા નદીમાં ખૂબ ભારે પૂર આવી ગયું છે. જ્યારે ગળુ અને શાંતિપરા ગામમાં 10 ઇંચ વરસાદ ખાપકી જતા સોમનાથ જેતપુર નેશનલ હાઇવે ઉપર પાણી ભરાયા છે અને તમામ વાહન વ્યવહાર પણ ઠપ થયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *