આજે અમે રામાયણ કાળ સાથે સંકળાયેલી એ ઘટના વિશે જણાવીશું જયારે રાવણના આ પુત્રને રામ અને લક્ષ્મણ પણ યુદ્ધ ભૂમિમાં નહોતા મારી શક્યા, ત્યારે સુગ્રીવના પુત્ર એ રાવણના આ પુત્ર નો વધ કર્યો હતો. જી હા મિત્રો એક વાર લંકા પૂરી માં ૭૨ કરોડ બાળકો એ જન્મ લીધો હતો. પરંતુ આ બાળકો મૂળ નક્ષત્રમાં જનમ્યા હતા તેથી ગુરુ દેવની આજ્ઞા અનુસાર રાવણે તેમને સમુદ્રમાં છોડી દીધા હતા.
પરંતુ તેઓ વટવૃક્ષનુ દૂધ પી ને મોટા થયા અને બ્રહ્માજીની તપસ્યા કર્યા પછી વહવાબુલપુર નામના નગરમાં જઈને રહેવા લાગ્યા તેના સેનાપતિ નારાન્તક હતા. જયારે યુદ્ધ ભૂમિમાં રાવણના બધા જ યોધ્ધાઓ માર્યા ગયા ત્યારે ગુરુ દેવની આજ્ઞા થી તેમણે તેના પુત્ર નારાન્તકને યુદ્ધ ભૂમિમાં મોકલ્યા. નારાન્તક પોતાની ૭૨ કરોડ સેના લઈને વાનર સેના પર આક્રમણ કર્યું.
રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ મળીને નારાન્તક પર હુમલો કર્યો પરંતુ તેઓ તેને મારી ના શક્યા ત્યારે વિભીષણે જણાવ્યું કે તેનો ગુરુ ભાઈ સુગ્રીવનો પુત્ર દધીબલ છે અને તેના હાથે જ આનું મૃત્યુ થશે, ત્યારે હનુમાનજી દધીબલને બોલાવીને લાવ્યા, દધીબલના હાથે નારાન્તકનો વધ થયો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]