પશ્ચિમ બંગાળમાં પૂર્વી બર્દવાન જિલ્લામાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૂર્વી બર્દવાન જિલ્લામાં મોહમ્મદ શેખ અને રેનૂ ખાતુન નામના પતિ-પત્ની રહેતા હતા. રેનું ખાતુનને હાલમાં જ સરકારી નોકરી લાગી હતી. તેને નજીકના એક સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ મળ્યું હતું..
પરંતુ મોહમ્મદ શેખ તેને કામ કરવા માટે ના પાડી રહ્યો હતો. રેણુના સમજાવ્યા છતાં તે તેને નોકરી કરવા દેવા માટે તૈયાર ન હતો. મોહમ્મદ ને એવું લાગતું હતું કે જો તે નોકરી કરશે તો તે મને છોડીને જતી રહેશે અને બીજા લગ્ન કરી લેશે. તેમજ મોહમ્મદ મિત્રો પણ તેને આ બાબતને લઈને ભડકાવવાનું કાર્ય કરતા હતા.
પરંતુ રેણુ ખાતુન આ નોકરી કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. તેથી તેણે ઘણી વાર પોતાના પતિને આ બાબત પર સમજાવ્યા. પરંતુ તે માની રહ્યા ન હતા. તો પણ રેલ્વે પોતાની આ નોકરી શરુ રાખી તે જોઈને મોહમ્મદને ખૂબ જ ગુસ્સો આવ્યો એક દિવસ જ્યારે રેણુને દુર્ગાપુર જવાનું હતું..
ત્યારે મોહમ્મદ તેને પાછી ઘરે બોલાવીને કઈ પણ ખબર નહોતી કે મોહમ્મદ મનમાં શું ચાલી રહ્યું છે. તેઓ રાત્રે ભોજન કરીને સુઈ ગયા પરંતુ જ્યારે રાત્રે રેણુની આંખ બે થી ત્રણ વાર ખૂલી ત્યારે તેણે જોયું કે મોહમ્મદ વારંવાર વોશરૂમ જઈ રહ્યો હતો. તેણે તેને પૂછતાં મોહમ્મદ એ જવાબ આપ્યો કે તેને પેટમાં દુખાવો થાય છે.
પરંતુ થોડા સમય પછી અચાનક મોહમ્મદએ રેણુના મોઢા પર તકિયો રાખ્યો અને ધારદાર વસ્તુઓ વડે તેનો હાથ કાપી નાખ્યો. તેમજ તેના બધા જ ડોક્યુમેન્ટ્સ પણ લઈ લીધા. આ ઘટનામાં કુલ 3 લોકો સામેલ હતા. આ ઘટના બાદ રેણુંને નજીકના બર્ડવાન મેડિકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યાં તેની થોડીક સારવાર બાદ તેને અન્ય હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી..
ત્યાં ડોક્ટરે જણાવ્યું કે, તેનો પૂરો હાથ કપાયેલો છે. અને તેની હાલત પણ ખૂબ જ ગંભીર હતી. તેમજ બચાવ માટે સર્જરી કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ હતી. આ ઘટના બાદ રેણુએ પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવી અને તેના પતિ અને તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવી દીધી છે. પતિ અને પત્નીના આ ઘરેલું મામલાને કારણે સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચાઓ થઈ રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]