Breaking News

રાતોરાત બેંકની દીવાલમાંથી 8 ફૂટની મોટી સુરંગ બનાવીને લુંટેરાઓએ બેંકમાં કર્યું એવું કે, જોઇને તમારો મગજનો પીતો ફાટી જશે..!!!

ઘરની બહાર નીકળતા એવી ઘટનાઓ બનતી જોવા મળે છે, જે ક્યારેય કોઈએ વિચારી પણ ન હોય. લોકો આજકાલ ફિલ્મો અને વેબસીરીઝો જોઈને તેમાં આવતા રોલને રીયલ જિંદગીમાં અપનાવી રહ્યા છે, જેને કારણે બનતી ગંભીર ઘટનાઓ હાલમાં સામે આવી રહી છે. આવો જ એક ચોકાવનારો કિસ્સો બેંકમાં બન્યો છે.

આ કિસ્સો કાનપુરમાં આવેલા સચેંડી વિસ્તારમાં આવેલી એસબીઆઇ બેન્કમાં ગયો હતો. બેંકમાં ઘણા સમયથી લોકો પોતાના સોના-ચાંદીના દાગીના અને રોકડ પૈસાઓ લોકરમાં મુકવા માટે જાય છે. તેઓને ખૂબ જ વિશ્વાસ હોય છે કે બેંકમાં તેમની સંપત્તિ સુરક્ષિત છે પરંતુ આજકાલ ચોર-લુટેરાઓ પણ પોતાના મગજની અલગ અલગ તરકીબો વાપરી રહ્યા છે.

એક એસબીઆઇ બેન્કમાં ખૂબ જ મોટી સુરક્ષા રાખવામાં આવી હતી પરંતુ એક દિવસ બેંકમાં બેંક મેનેજમેન્ટ ગોલ્ડ સેફ અને રોકડની તિજોરીઓની દીવાલ નવી બનાવરાવી હતી. દીવાલો ખૂબ જ જૂની થઈ જવાને કારણે બેંકની સેફટી વધારવા માટે નવી દીવાલોને બનાવવામાં આવી હતી અને બેંકની પાછળની દિવાલ ખૂબ જ જૂની અને કાચી થઈ ગઈ હતી.

જેના કારણે તિજોરીઓની દીવાલ બનાવવા હાલમાં મજૂર, મિસ્ત્રીને બોલાવવામાં આવ્યા હતા અને તેઓ સ્ટ્રોગ રૂમની અંદર પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારબાદ થોડા દિવસ પછી બેંક કર્મચારીઓ પોતાનું કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક જ કોઈ ગ્રાહકના સોના-ચાંદીના દાગીના લોકરમાંથી લેવા માટે તેઓ સ્ટ્રોગ રૂમમાં ગયા હતા.

તે સમયે તેમણે જોયું તો સ્ટ્રોંગ રૂમમાં એક લોકર ટુટેલું હતું અને તેમાં રહેલા 2 કિલો સોનુ અને ચાંદી ગાયબ હતું. જેના કારણે તરત જ બેંક કર્મચારી બહાર દોડીને આવ્યો હતો અને તેમણે બેંકના દરેક કર્મચારીઓ અને મેનેજરને આ ઘટનાની જાણ કરી હતી. દરેક લોકો સ્ટ્રોગ રૂમમાં ગયા હતા. તે સમયે તેમણે જોયું તો સ્ટ્રોગ રૂમમાં એક સુરંગ મળી આવી હતી.

8 ફૂટની સુરંગ જોવા મળી હતી. દીવાલમાં એક મોટું ગાબડું જોવા મળ્યું, આ સુરંગને તપાસ કરતાં જોયું તો સુરંગ બેંકના પાછળના ભાગમાં આવેલી દીવાલમાંથી બનાવવામાં આવી હતી. આ જોઈને દરેક લોકો ચોકી ગયા હતા અને તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને તમામ તપાસને હાથ ધરી હતી.

પોલીસે બેંકની પાછળની દીવાલમાં જઈને જોયું તો દિવાલ તોડીને લુટેરાઓ સ્ટ્રોગ રૂમમાં ઘુસ્યા હતા. લુટેરાઓએ ઘણા દિવસ પહેલા દીવાલમાંથી સ્ટોર રૂમમાં પહોંચવા માટેની સુરંગ બનાવી હતી અને આ સુરંગ તેમણે સીધી સ્ટ્રોગ રૂમમાં ખુલે તે રીતે બનાવી હતી. ત્યારબાદ સ્ટ્રોગ રૂમમાં પહોંચીને ડ્રીલ મશીન વડે ટાઇલ્સ તોડીને તેઓ નીચેથી ઉપર તરફથી ઘુસ્યા હતા.

અને સ્ટ્રોંગના લોકરને ગેસ કટર વડે કાપીને તેમાં રહેલા સોના ચાંદીના દાગીનાને લૂંટી લીધા પરંતુ પોલીસ આ જાણીને હેરાન હતી કે સોના ચાંદીના બોક્સની બાજુમાં 35 લાખ રૂપિયા ભરેલું એક બોક્સ મૂકવામાં આવ્યું હતું પરંતુ લુંટેરાઓએ આ બોક્સને લીધું ન હતું અને તેમના પર ફિંગર પ્રિન્ટ પણ મળ્યા ન હતા.

જેના કારણે પોલીસને બેંકના સ્ટાફ પર પણ ખૂબ જ શંકા રહી છે, બેન્કમાં રહેલા અધિકારીઓ અને મેનેજર પર પણ પોલીસને શંકા છે કારણ કે આ સુરંગ ખોદવામાં આવી ત્યાં સુધી કોઈને જરાપણ ખબર પડી નહીં જેના કારણે પોલીસને બેન્કમાંથી કોઈ લુટેરાઓ સાથે મળ્યું હોવાની શંકા થઈ રહી છે. લુટેરાઓએ પોતાના મગજની અલગ તરકીબ વાપરીને આવી ઘટના કરી નાખી હતી.

કે જેના કારણે લોકોને બેંક પર પણ વિશ્વાસ રહ્યો નથી અને 20 દિવસમાં બેંકમાં આવી ઘટના બની ગઈ હતી. બેંકની પાછળના ભાગમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાને પણ લુટેરાઓએ તોડી નાખ્યા હતા. જેના કારણે કોઈ પણ જાણી શકતું નથી કે ક્યારે શું બન્યું હશે. બેંકના લોકરને પણ ખૂબ જ સફાઈથી તોડવામાં આવ્યું છે અને આવી સુરંગ કરીને અંદર ઘૂસેલા લુટેરાઓએ એક જ ઝટકામાં 2 કિલો સોનું ચોરી લીધું હતું. પોલીસ હજુ આ ચોરીની તપાસ કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *