સામાન્ય રીતે દરેક નાગરિકોના મનમાં પોલીસની સારી અને ખરાબ છબીઓ રહેલી છે. કેટલાક પોલીસકર્મીઓ લાંચ તેમજ દારૂ જેવા ગોરખ ધંધા સાથે સંકળાયેલા હોવાને કારણે ગુજરાતના પોલીસ ખાતાની છબી સારી બનતી નથી. પરંતુ ઘણા ઈમાનદાર કર્મનિષ્ઠ અને હંમેશાં લોકોની સેવા માટે 24 કલાક કાર્યરત રહેનાર પોલીસ કર્મીઓ અને લઈને પોલીસની છબી ઘણા લોકોના મનમાં ખૂબ સારી પણ છે..
પોલીસના મોટા ભાગના કર્મચારીઓ પોતાની ફરજ ખૂબ જ ઈમાનદાર અને પ્રમાણિકતાથી નિભાવે છે. તેમજ દરેક નાગરિકો ની મદદે આવી પહોંચે છે. પોલીસની સારી કામગીરીનો એક કિસ્સો આજે સવાર સવારમાં સુરત શહેરની અંદર જોવા મળ્યો છે. સુરત શહેર ટ્રાફિક શાખામાં જીતેશકુમાર જીવાભાઇ ફરજ બજાવે છે..
તેઓ એસવીએનઆઈટી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. એવામાં તેમની બાળક અચાનક જ ખરાબ થઈ જતા એસવીએનઆઈટી સર્કલની બાજુમાં આવેલા એક ગેરેજની દુકાન પોતાનું બાઇક રીપેરીંગ કરાવી રહ્યા હતા. એવામાં તેઓએ જોયું કે એક રાહદારી દોડીને રસ્તો ઓળખવાની કોશિશ કરી રહ્યો છે..
અને તે રસ્તો ઓળંગી રહ્યો હતો એવામાં તેને ખેંચ આવી ગઈ હતી અને તે રસ્તા પર નીચે પડી ગયો હતો. આ દ્રશ્ય જોતાની સાથે જ લોકરક્ષક જીતેશકુમાર જીવાભાઈ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા. અને આ યુવકને બચાવવાની કોશિશ કરતા હતા. તેઓને રસ્તા પરથી ઉભા કરીને સાઈડની ફૂટપાથ પર લાવવામાં આવ્યા હતા.
અને ત્યારબાદ તેના માથાના ભાગે તેમજ આંખ પાસે ખૂબ જ ગંભીર ઈજા પહોંચતા લોહી નીકળવા લાગ્યું હતું. અને જોતજોતામાં તો આ યુવક બેભાન પણ થઈ ગયો હતો. એટલા માટે પોલીસ કર્મી જીતેશભાઈએ આ યુવાન છાતીના ભાગે દબાણ દેવાનું શરૂ કરી દીધું હતું. જેથી તેના હૃદયના ધબકારા શરૂ થઈ જાય.
આ દ્રશ્ય જોતાં જ આસપાસના રાહદારીઓ પણ તેની મદદે આવી પહોંચ્યા હતા. અને લોકરક્ષકના જવાનની મદદ કરવા લાગ્યા હતા. અને ઉપર સતત દબાણ દેવામાં આવતા યુવક તરત જ હોશમાં આવી ગયો હતો. ત્યારબાદ લોકરક્ષક જીતેશકુમાર જીવાભાઈ 108ને પણ ફોન કરીને બોલાવી લીધી હતી. ત્યારબાદ તેઓને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા..
જેથી કરીને તેનો જીવ બચી ગયો હતો. સમયસૂચકતા દાખવીને પોલીસકર્મી ત્યાં હાજર થયા ન હોત તો અંતે આ યુવકનું કદાચ મૃત્યુ પણ થઇ જાત. લોકરક્ષકના જવાની આ સફળ કામગીરીને કારણે ચારેકોર સોશિયલ મીડિયા પર લોકો તેને સલામ કરી રહ્યા છે. તેમજ વાહ વાહ થઈ રહી છે. હકીકતમાં આપણા દેશને આવા ઈમાનદાર અને કર્મનિષ્ઠ અધિકારીઓની જરૂર છે. જે જનતાની સેવા માટે હંમેશાં હાજર રહે અને દેશની સેવા કરવામાં ક્યારેય પીછેહઠ ન કરે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]