Breaking News

રસ્તે વાહન ન મળતા મહિલા ટ્રકમાં ભાડુ નક્કી કરી બેઠી, અડધે રસ્તે પહોચતા જ કેબીનમાં દેખાયું એવું કે મોઢામાં ફીણ આવી ગયા..

આપણા દેશમાં માનવતા ખાતર જો કોઈ વ્યક્તિ ખૂબ જ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયા હોય તો તેમને હંમેશા મદદરૂપ બનવાનું દરેક લોકોના દિલમાં હોય છે. મદદની ભાવના ખૂબ જ અમીર વ્યક્તિ હોય કે, ખૂબ જ ગરીબ વ્યક્તિ હોય દરેક વ્યક્તિમાં સમાન દેખાઈ આવે છે..

કંઈક આવી જ એક મદદની ભાવના એક ટ્રક વાળા વ્યક્તિએ એક મહિલા ઉપર દેખાડી હતી. એક મહિલા છેલ્લા એક કલાકથી હાઇવે ઉપર વાહન શોધતી હતી. તેને કોઈ જગ્યાએ મુસાફરી કરીને જવું હોય તેવું લાગતું હતું. આ તમામ દ્રશ્યો હાઇવેથી થોડે દૂર આવેલી એક હોટલ પાસે ઉભેલા ટ્રક વાળાએ પોતાની નજરે જોઈ હતી.

તે ટ્રક લઈને ત્યાંથી નીકળ્યો અને આ મહિલાને પોતાના ટ્રકમાં બેસી જવા માટે કહ્યું હતું. મહિલા છેલ્લા ઘણા સમયથી ભાડે વાહન શોધતી હતી. પરંતુ કોઈ પણ વ્યક્તિ હાઇવે ઉપર વાહન ઊભું રાખ્યું નહીં. અને અંતે આ ટ્રક વાળા સાથે ભાડું નક્કી કરીને મહિલા મુસાફરી માટે રાજી થઈ ગઈ હતી..

અને ટ્રકમાં બેસી ગઈ શરૂઆતમાં તો તેને ખૂબ જ અજીબ લાગ્યું હતું. પરંતુ ત્યારબાદ તેને મનને શાંતિ થઈ કે હવે તે સુરક્ષિત છે અને સમયસર જે તે જગ્યાએ પહોંચી જશે. પરંતુ અડધે રસ્તે જ મહિલાએ એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, ઉભો રખાવીને ચારેકોર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા..

આ ઘટના શારેખાના હાઇવે વિસ્તારની છે. મહિલાએ ટ્રકના કેબિનની અંદર એક વ્યક્તિની લાશ જોઈ લીધી હતી. આ જોતાની સાથે જ તેના ડોળા ફાટી ગયા હતા. કેબિનના આગળના ભાગે ડ્રાઇવરના સુવા અને ઓઢવા માટેના ગાદલા તેમજ ગોદડા મુકેલા હતા .ગોદડાની નીચે કશુક પડ્યું હોય તેવું લાગતું હતું..

આ ઉપરાંત મહિલાના પગ પાસે પ્રવાહી વહેતું વહેતું આવ્યું અને તેને જોયું તો આ પ્રવાહી લોહી હતું. તેણે ગાદલા અને ગોદડા ઊંચા કરીને જોયું તો ત્યાંથી એક વ્યક્તિનો મૃત દેહ મળી આવ્યો હતો. આ જોતાની સાથે જ મહિલાએ ટ્રકની અંદર ચીસા ચીસ કરી નાખી હતી. અને ટ્રકને ઉભો રહેવા જણાવ્યું હતું..

અને તાત્કાલિક ધોરણે ટ્રકને સાઇડ ઉપર ઉભો રાખી દીધો ત્યારબાદ મહિલાએ નીચે ઉતરીને બૂમોબૂમ કરતા આસપાસના સૌ કોઈ લોકો પોતાના વાહન થોભાવીને ત્યાં આવી પહોંચ્યા હતા. અને જોયું તો ટ્રકની અંદરથી મૃતક વ્યક્તિ મળી આવ્યો હતો. ત્યારબાદ ડ્રાઇવરની પણ પૂછપરછ કરવામાં આવી..

પરંતુ ડ્રાઇવરે જણાવ્યું કે, આ અંગે તેને કોઈપણ માહિતી નથી. કારણ કે આ ટ્રક ટ્રાન્સપોર્ટ માટે વપરાય છે. અને એક દિવસ દરમિયાન કુલ બે ડ્રાઇવરો ચલાવે છે. તેમજ આ મૃતક વ્યક્તિ કોણ છે, અને તે શા માટે આ ટ્રકની અંદર પડ્યો હતો. તેની કોઈપણ જાણકારી મળી નથી. નવાઈની વાત તો એ છે કે ડ્રાઇવરને આ મૃતક વ્યક્તિની કોઈપણ જાણકારી નથી..

આ સાથે સાથે તેને આ મૃતક વ્યક્તિના શરીરમાંથી કોઈ પણ પ્રકારની દુર્ગંધ પણ આવી હતી નહીં. કારણ કે આ વ્યક્તિને હજી મૃત્યુ પામ્યાના ગણતરીના કલાકો જ વીત્યા હતા. ત્યારે આ ઘટના સામે આવી ત્યારબાદ નજીકના પોલીસ સ્ટેશનને જાણ આપીને પોલીસની ટીમને પણ ઘટના ચાલે બોલાવી લેવામાં આવી હતી..

ત્યારબાદ કાર્યવાહી શરૂ કરવી પંચનામાનું કામગીરી પૂર્ણ કરી અને મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત મૃતક વ્યક્તિ કોણ છે, અને તેને શા માટે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. તેની માહિતી મેળવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *