Breaking News

રસ્તે ચાલતી યુવતીને એકલી જોઈ નરાધમે થાપો મારીને છેડતી કરી, અને પછી તો જે થયું તે દરેકે જાણવું જોઈએ..!

પોલીસ ખાતું તેમજ મહિલા સશક્તિકરણની ટીમ, નાની ઉંમરની દીકરીઓ તેમજ યુવતીઓને મહિલાઓ સાથે થતી અન ઇચ્છનીય પ્રવૃત્તિઓને રોકવા માટે હર હમેશા કાર્યરત રહે છે. અને સમાજમાં જાગૃતિ લાવવાની પણ પ્રયત્ન કરતા હોય છે. છતાં પણ કેટલાક નરાધમ લોકોને હિમત ઓછી થતી ન હોય તેવું લાગી રહ્યું છે..

અને તેઓ મહિલાઓ સાથે ન કરવાના કારનામાઓ કરી નાખીને સામાન્ય લોકો માટે ખૂબ જ મોટી ઉભી કરી દેતા હોય છે. આવા નરાધમને પકડીને બરાબરનો મેથીપાક ચખાડવો જોઈએ અને તેમને કડકમાં કડક સજા થવી જોઈએ, આવા નરાધમને કારણે આજે દરેક લોકોને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે..

હાલ વધુ એક બનાવ ચંદ્રનગરની પોળ પાસેથી સામે આવ્યો છે, અહીં વહેલી સવારે 21 વર્ષની એક યુવતી પોતાના ઘરેથી નીકળીને નોકરી કરવા માટે જઈ રહી હતી. તેને પણ ઘરેથી બસ સ્ટેશન સુધી ચાલીને જવાનું પસંદ કર્યું હતું, તે સવારમાં પાંચથી છ વાગ્યા આસપાસ ચાલતી ચાલતી બસ સ્ટેશન પાસે જતી હતી..

એ વખતે અચાનક જ કેટલાક નરાધમો ગાડી લઈને તેની પાસે આવ્યા અને આ યુવતીને એકલી જોઈને તેના ઉપર ઇરાદો બગાડી નાખ્યો હતો. એની પાસે આવીને તેને થાપો મારીને તેની છેડતી કરવા લાગ્યા હતા. સવારના સમયે રસ્તા ઉપર અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હોવાને કારણે કોઈ પણ વ્યક્તિ આ યુક્તિની મદદથી આવી શક્યું નહીં..

પરંતુ આ દીકરી હિમ્મત હારી નહીં અને આ નરાધમોને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું. નરાધમો આ યુવતી ઉપર હાવી બને એ પહેલા તો આ યુવતીએ સમજી વિચારીને આ બન્ને યુવકોને ઢોર માર મારવાનું શરૂ કર્યું એટલામાં બે મહિલાઓ સવારના સમયે દૂધ લેવા માટે પોતાના ઘરેથી બહાર રોડ ઉપર ચાલતી ચાલતી નીકળી હતી..

અને તેઓએ આ દ્રશ્ય જોયું અને તેઓ પણ આ દીકરીની મદદ માટે દોડી આવ્યા હતા. આ બંને મહિલાઓને યુવતીએ જણાવ્યું કે, આ બંને વ્યક્તિએ તેની છેડતી કરવાની કોશિશ કરી રહ્યા હતા અને હાલ આ બન્ને યુવકોને આ યુવતીએ પકડી રાખ્યા હતા. જ્યારે આ બંને મહિલાઓએ તેમને મેથીપાક ચખાડવાનું શરૂ કરી દીધું હતું..

જોતજોતામાં ત્યાં હોબાળો મચી જતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ઊઠીને તરત જ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ યુવતીએ તરત જ પોલીસ સ્ટેશનને ફોન કરીને માહિતી આપી દીધી કે, સવારના સમયે આ નરાધમ છેડતી કરી રહ્યા હતા, પરંતુ સદનસીબે આ યુવતીએ હિંમત દાખવી અને પકડી પડ્યા છે..

તરત જ પોલીસની ટીમ ઘટના સ્થળે હાજર થઈ અને તમને પકડી પાડીને તેની કડક પૂછપરછ કરી રહ્યા છે, યુવતીએ જણાવ્યું કે, તે જ્યારે ધોરણ 10નો અભ્યાસ કરતી હતી ત્યારે તેમને શાળામાંથી ખરાબ પરિસ્થિતિની અંદર કેવી રીતે પોતાનું આત્મ રક્ષણ કરી શકાય તેની તાલીમ લીધેલી હોવાને કારણે આજે તે આ નરાધમોની જાળમાં ફસાઈ જવાની બદલે બહાર નીકળી ચૂકી હતી..

અને તેણે હિંમત અને સાહસથી આ વ્યક્તિઓનો સામનો કર્યો હતો, પરિણામે આ બંનેની કાળી કરતૂતોનો ભાંડો ફૂટી ગયો હતો. ઘટનાના સમાચાર જ્યારે યુવતીના માતા-પિતા સુધી પહોંચે ત્યારે તેમનું પણ માથું ગર્વથી ઊંચું થઈ ચૂક્યું હતું, કારણ કે તેઓ આ નરાધમોની ધરપકડ કરાવી નાખી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ધંધામાં નુકસાની જતા હવે ‘હું સમાજને શું મોઢું દેખાડીશ’ એવા વિચારો કરીને યુવકે કર્યું એવું કે સમાજ જોતો રહી ગયો, હચમચાવતો કિસ્સો..!

પરિવારનો જીવન નિર્વાહ ચલાવવા માટે રોજબરોજ કમાણી કરવી ખૂબ જ જરૂરી છે, પરિવારની દરેક જીવન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *