Breaking News

માં-દીકરી સાંજે ભરપેટ રસ-પૂરી ખાઈને સુઈ ગયા, અડધી રાત્રે દીકરીએ જાગીને ચીસા ચીસ કરી મુકતા, પાસે જઈને જોયું તો ઉડી ગયા હોશ…!

આજકાલના સમયમાં એવી ઘટનાઓ હવે બનવા લાગી છે કે, માત્ર બે કલાક પહેલા પરિવાર રાજુ ખુશીથી જીવન જીવતો હોય અને બે કલાક પછી અચાનક જ એવું થઈ જાય કે, પરિવાર ઉપર આફતોના આભ ફાટી નીકળતા હોય છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે મધ્યમ વર્ગીય પરિવાર માટે જીવન જીવવું પણ મુશ્કેલ બની જતું હોય છે.

અત્યારે એક મા દીકરી સાથે કંઈક આવો જ બનાવો બનવા પામ્યો છે. આ મામલો શિખરના ઘોડ વિસ્તારનો છે. અહીં કમલા નગર સોસાયટીમાં એક મધ્યમ વર્ગીય પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવે છે. પરિવારના મોભી નરેશભાઈ પોતાના બિઝનેસને લઈ મિટિંગ હોવાથી શહેર થી બહાર ગયા હતા..

જ્યારે તેમનો દીકરો પરીક્ષા આપવા માટે અન્ય શહેરમાં ગયો હતો. ઘરે સંતોષ બહેન અને તેમની દીકરી ગીતાંજલિ હાજર હતા. તેઓએ રાત્રિના સમયે ભોજનમાં જમવા માટે રસ પુરી બનાવી હતી. બંને મા દીકરીએ સુખ દુઃખની વાતો કરતા કરતા રસ પુરી જમી અને ત્યારબાદ ભરપેટ ભોજનની ઊંઘ કાઢવા માટે સૂઈ ગયા હતા..

તેઓને શું ખબર કે આજે તેમની સાથે ખૂબ જ મોટી ઘટના ઘટવા જઈ રહી હતી. તેઓ સુઈ ગયા અને રાતના 2:00 વાગ્યા આસપાસ અચાનક જ સંતોષબહેનની દીકરી ગીતાંજલીએ ચીસા ચીસ કરી મૂકી હતી. અડધી રાત્રે ગીતાંજલિની આ ચીસો સાંભળીને સંતોષબેન પથારીમાંથી સફાળા બેઠા થયા હતા..

તેઓ તાત્કાલિક અંદરની રૂમમાં દોડી ગયા ત્યાં જઈને જોયું તો ગીતાંજલિ પોતાની રૂમમાં સૂતી હતી નહીં, તેઓ બહાર અન્ય રૂમમાં ગયા અને ત્યાં જઈને જોયું તો ગીતાંજલિ કબાટની સામે ઊભી હતી અને જોર જોરથી ચીસો નાખતી હતી. જ્યારે સંતોષ બહેન તેની પાસે પહોંચ્યા અને તેને પૂછવા લાગ્યા કે, બેટા આખરે તને શું થયું છે..

તું શા માટે ચીસો નાખે છે, ત્યારે તેણે જણાવ્યું કે મમ્મી હું જ્યારે બાથરૂમ જવા માટે જાગી ત્યારે રૂમનો દરવાજો ખોલતાની સાથે જ મેં એક વ્યક્તિને થેલો લઈને આ રૂમમાંથી બહાર નીકળતા જોયો છે. આ વ્યક્તિનો પીછો કરતી કરતી હું આ રૂમમાં આવી પહોંચી હતી અને કબાટ તૂટેલો હતો..

તેમજ કબાટ ની અંદર રહેલા મા-દીકરીના બધા જ ઘરેણા પણ ગાયબ હતા. આ સાથે અંદર 3 લાખ રૂપિયા રોકડા પણ મૂકવામાં આવ્યા હતા. આ તમામ રોકડ રકમ પણ ગાયબ હતી. તેમના ઘરેથી અંદાજે 7 લાખ રૂપિયાની ચોરીનો આ બનાવ સામે આવ્યો હતો. થોડા સમય બાદ જ ગીતાંજલિના લગ્ન લેવાના હતા..

પરિવારજનો લગ્નની તૈયારી માટે એકઠા કરેલા તમામ રૂપિયા અને ઘરેણા આ કબાટની અંદર મુક્યા હતા. પરંતુ ચોર લુંટારાને જાણ થઈ જતા તે રાત્રિના સમયે ગીતાંજલિ તેમજ સંતોષ બહેનના ઘરે ત્રાટકી પડ્યો હતો. અને આ તમામ દાગીના સહિત રોકડ રકમ પણ લૂંટીને ભાગી ગયો છે.

ગીતાંજલિએ તાત્કાલિક તેના પિતા નરેશભાઈને ફોન કરીને આ ઘટનાની જાણકારી આપી હતી કે, તેમના રૂમનો દરવાજો ખુલ્લો હતો. આ સાથે સાથે બારીની જાળી પણ તૂટેલી હતી અને ઘરની અંદરથી લગભગ ત્રણ લાખ રૂપિયા તેમજ સોનાના તમામ દાગીના પણ ગાયબ થઈ ગયા છે..

આ સમાચાર સાંભળતા જ નરેશભાઈ એકાએક શબ્દ થઈ ગયા હતા અને વિચારમાં મુકાઈ ગયા કે તેઓ દિવસ રાત મહેનત કરીને પોતાની દીકરીના લગ્ન માટે પૈસા એકઠા કરતા હતા અને એક જ ચોરીમાં આ તમામ મૂડી તેમને ખોવાનો વારો આવ્યો છે એમાં પણ મધ્યમ વર્ગીય પરિવાર માટે આટલું મોટું દુઃખ સહન કરવું કોઈ કાળે શક્ય નથી

બીજા દિવસે સવારે નરેશભાઈ પોતાના ઘરે પહોંચી ગયા. ત્યારબાદ તેઓએ તેમની દીકરી ગીતાંજલિ અને સંતોષબહેન બંનેને શાંત પાડ્યા હતા. કારણકે બંનેમાં દીકરી પોતાના ઘરે થયેલી ચોરીની આ ઘટનાને ભુલાવી શકતા હતા નથી અને તેઓ વારંવાર ઊંડા આઘાતમાં ચાલ્યા જતા હતા..

પરિવારજનોને સંભાળ્યા બાદ તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશનને હાજર થયા અને તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ છે. તેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પણ ઘટના જાણ થતા આવી પહોંચી અને તલાસી અને તપાસની કામગીરી શરૂ કરી હતી. આ ઉપરાંત ગીતાંજલિ તેમજ સંતોષબહેનના નિવેદન નોંધવામાં આવ્યા હતા..

આ સાથે સાથે અડોસ પડોસના વ્યક્તિના પણ નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત રાત્રિના સમયે સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આ ઘટનાની જાણકારી મેળવવી રહી છે. પોલીસનું કેહવું છે કે, ગણતરીની મિનિટોમાં જ ચોરી લૂંટફાટ કરનારા વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવશે અને તેમની પાસેથી રહેલા તમામ કિંમતી ચીજ વસ્તુ અને રોકડ રકમ પરત મેળવી લેવામાં આવશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પહેરો જમાવીને રંગીન કપડામાં પોલીસે કારને પકડી પાડી, ડીકી ખોલતા જ મળ્યું એવું કે લોકોના ટોળા એકઠા થઈ ગયા..!

આજના સમયમાં સરળતાથી જીવન જીવવાને બદલે ખોટું અને દેખાદેખી વાળું જીવન ખૂબ જ વધારે પ્રચલિત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *