રાંધતી વખતે સીલીન્ડર ફાટતા મકાન ઢળી પડ્યું, માથે કાટમાળ પડતા એક જ સાથે પરિવારના 4 સભ્યોના જીવ જતા સર્જાઈ મોટી દુર્ઘટના..! વાંચો…

ક્યારે મોત ફરતું-ફરતું માથે આવી પડે તેનું નક્કી હોતું નથી. એક પરિવાર રાજી ખુશીથી જીવન જીવતો હતો. પરિવારના મોભી મુનિરભાઈ તેમના ચાર દીકરા અને પોતાની પત્ની સાથે રહેતા હતા. તેમના મોટા બંને દીકરાના લગ્ન થઈ ગયા હતા. આ ઉપરાંત તેમને ત્યાં નાના બાળકોનો પણ જન્મ થયો હતો..

પરંતુ એક દિવસે એવી ઘટના ઘટી છે કે, જેમાં એક જ પરિવારના ચાર સભ્યોનું દર્દના મૃત્યુ થયું છે. તો બે સભ્યોની હાલત ખૂબ જ કથળી ગઈ છે. આ બનાવ ગાઝિયાબાદનો છે. અહીં બબલુ ગાર્ડન પાસે ગેરેજનું કામકાજ કરતા મુનીરભાઈનું બે માળનું મકાન આવેલું છે. તેઓ પોતાના મોટા દીકરા સાથે ઘરની બહાર હતા..

ત્યારે સવારના લગભગ 10:00 વાગ્યા આસપાસ ઘરના રસોડામાં ખાવાનું બનતું હતું. અચાનક જ ગેસના સિલિન્ડર માંથી લીકેજ થવા લાગ્યો અને જો જોતામાં તો આગ પણ લાગી ગઈ હતી. આ આગ ધીમે-ધીમે આખા રૂમમાં ફેલાઈ ગઈ અને આ ભારે આગને કારણે સિલિન્ડરમાં જોરદાર ધમાકો પણ થયો હતો..

અને આ ધમાકો પોતાની સાથે જ તેમનું બે માળનું મકાન પણ નીચે પડી ગયું અને તેના કાટમાળમાં ઘરના ચાર સભ્યો દબાઈ ગયા હતા. તો બે સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ ધડાકાનો અવાજ આવ્યો ત્યારે આસપાસના સૌ કોઈ રહીશો ત્યાં દોડી આવ્યા હતા તો રાહદારીઓ પણ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચ્યા અને જોયું તો મકાન નીચે પડી ગયું હતું..

જેમાં કુલ ચાર વ્યક્તિ દટાઈ ગયા હતા. ચારે ચાર વ્યક્તિને બહાર કાઢવાની કામગીરીઓ કરવામાં આવતી હતી. આ ઉપરાંત ફાયર બ્રિગેડ ની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી અને પોલીસની ટીમ પણ પોલીસ સ્ટેશનથી રવાના થઈ ગઈ હતી. આ ઘટનામાં જ્યાં સુધી એમ્બ્યુલન્સ પહોંચે એ પહેલા જ એક વ્યક્તિ હતો જીવ ગુમાવી દીધો હતો..

આ ઉપરાંત અન્ય ત્રણ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમની ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું. તો અન્ય બે વ્યક્તિ હજુ પણ સારવાર હેઠળ છે. અને તેની હાલત પણ ખૂબ જ ગંભીર છે. રસોડામાં રાખતી વખતે ગેસ લીકેજથી માંડીને દરેક ચીજ વસ્તુઓનો ખૂબ જ ધ્યાન રાખવું પડે છે..

સિલિન્ડર ફાટવાના કારણે આજે એક પરિવારના ચાર સભ્યોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો પાછળના સૌ કોઈ સભ્યો માટે આ દુઃખની ઘડી સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની છે. આ ઘટનાને લઈને જરૂરી તપાસના પણ આદેશો આપી દેવામાં આવ્યા છે. આ બનાવવામાં 15 વર્ષની સાનિયા, 10 મહિનાનો ઇનાયત, 45 વર્ષના મેહરાજ અને 24 વર્ષની રોકનું મૃત્યુ થયું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment