Breaking News

ભુજ મુવીના રીયલ હીરો રણછોડ રબારી (પગી) નો ઈતિહાસ છે વીરતા અને સાહસિક ભર્યો, વાંચીને તમે પણ કહેશો ‘જય હિન્દ’..

1965માં રણછોડભાઈ પગી ભારતીય સેનાની મદદે આવ્યા : ભારત-પાકિસ્તાન વચ્ચે વર્ષ ૧૯૬પમાં યુદ્ધ થયું ત્યારે કચ્છ સરહદનું વીઘાકોટ થાણું પાકિસ્તાને કબજે કરી લીધુ હતુ. દરમિયાન ભારતીય સૈન્યના ઘણા જવાનો શહીદ થઇ ગયા હતા. જેથી ભારતીય સૈન્યની બીજી ટુકડીને માત્ર ત્રણ દિવસમાં રણમાર્ગે નજીકના જ છારકોટ પહોંચવુ હતુ. ત્યારે રણમાર્ગના ભોમિયા રણછોડ પગી ભારતીય સેનાની મદદે આવ્યા હતા અને સેનાના કાફલાને સમયસર પહોંચાડ્યો હતો.

છારકોટ પહોંચતા જ ભારતીય સૈન્યએ પાકિસ્તાન ઉપર હુમલો કર્યો હતો. રણમાર્ગથી પરિચિત રણછોડભાઈ રબારીએ યુદ્ધ સમયે વિઘાકોટમાં છૂપાયેલા પાકિસ્તાનના ૧૨૦૦ સૈનિકોની જાણકારી ભારતના સેનાને પહોંચાડી હતી. જેથી સૈન્યએ કાર્યવાહી કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો. તેમને સેનાને કરેલી આ મદદે એક સાચા દેશભકત તરીકેની છાપ ઉપસાવી હતી.

1971માં રણછોડભાઈ પગી ભારતીય સેનાની મદદે આવ્યા : એજ રીતે ૧૯૭૧ના યુદ્ધમાં ‘પગી’ બોરિયાબેટથી ઊંટ ઉપર પાકિસ્તાનમાં જઇ ત્યાં આવેલા ધોરા વિસ્તારમાં છૂપાયેલા પાકિસ્તાનના સૈન્યની માહિતી ભારતીય સૈન્યને પહોંચાડી હતી. જેથી ભારતીય સૈન્યએ કૂચ કરી હતી. આ સમયે કરાયેલા હુમલામાં બોમ્બમારો ચાલુ હતો, ત્યારે ભારતીય સૈન્ય પાસે દારૂગોળો ખૂટી ગયો હતો.

જેથી ભારતીય સૈન્યની પ૦ કિલોમીટર  નજીકની છાવણીમાંથી રણછોડ પગીએ ઊંટ ઉપર દારૂગોળાનો જથ્થો લાવીને સૈન્યને પહોંચાડ્યો હતો. બીજી તરફ ભારતીય હવાઇદળના ફાઇટર વિમાનોએ ધોરા અને ભાલવાના થાણા કબજે કરી લીધા હતા. જો કે, સમયસર ઊંટ ઉપર દારૂગોળો પહોંચાડતા તેઓને પણ ઇજા થઇ હતી. ભાગલા પડ્યા બાદ હાલ પાકિસ્તાનમાં આવેલા પેથાપુર ગથડો ગામમાં જમીન અને પશુ ધરાવતા રણછોડભાઇ રબારી પાકિસ્તાની સૈનિકોના ત્રાસથી વાવના રાધાનેસડા ગામમાં આવ્યા બાદ મોસાળ લિંબાળા ગામમાં સ્થાયી થયા હતા.

બનાસકાંઠા પોલીસે તેમને સૂઇગામ પોલીસના પગી તરીકે નિમણૂક કરી હતી. હંમેશાં ખુમારીભર્યું જીવન જીવવા માટે જાણીતા રણછોડ પગી પાસે બે-ત્રણ મેડલ અને કાચી માટીના ખોરડા સિવાય કશું જ ન હતુ. ૧૯૬૫ અને ૧૯૭૧માં થયેલા યુદ્ધ વખતે આપણા ૧૦ હજાર જવાનોની બટાલિયનને બચાવનારા રણછોડ પગીનું ૧૮ જાન્યુઆરી ૨૦૧૪માં અવસાન થયુ હતુ.

રણછોડભાઇ રબારી(પગી)નો જન્મ 1901માં પાકિસ્તાનના થરપારકરમાં થયો હતો. તેઓ ભારત પાકિસ્તાનના ભાગલા બાદ બનાસકાંઠાના વાવ તાલુકાના લિંબાળા (મોસાળ)માં સ્થાયી થયા હતા. તેઓ બનાસકાંઠા પોલીસ માટે એક પગી રૂપે કાર્યરત હતા. તેઓએ 1965 અને 1971માં થયેલા યુદ્ધના વિજયમાં મહત્વપુર્ણ ભાગ ભજવ્યો હતો. ભારત-પાકિસ્તાનના 1965ના યુદ્ધ પહેલા પાકિસ્તાની લશ્કરે કચ્છ વિસ્તારના ઘણાં ગામો કબ્જે કરી લીધા હતા.

બોલીવુડ મુવી ભુજ : ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં રણછોડ પગીના પાત્રમાં સંજય દત્ત ચમક્યા : તાજેતરમાં જ એક બોલીવુડ મુવી જે અભિષેક દુધિયા દ્વારા બનાવામાં આવી છે. જેમાં ભારતીય લશ્કરના સાચા પથદર્શક અને પાકિસ્તાનના લશ્કરને ભારે પડેલા સરહદના રણબંકા એવા રણછોડ રબારીના જીવનને રૂપેરી પરદે મઢવા બોલીવુડ ‘ભુજઃ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા’  નામની એક ફિલ્મ બનાવી છે.

રણછોડભાઈ રબારી સમયસર ઊંટ ઉપર દારૂગોળો પહોંચાડવા જતાં પોતે ઘવાયા હતા : રણછોડભાઈ રબારીના પ્રયત્નોથી ઈ.સ. ૧૯૬૫ અને ૧૯૭૧માં થયેલા યુદ્ધ વખતે આપણા ૧૦ હજાર થી વધારે જવાનોની બટાલિયનને બચાવી  લેવાયા હતા. રણછોડભાઈ રબારી ઉપરાંત  બીજા ધનજીભાઈ રબારી પગી તરીકે હતા તેમણે પણ દેશભક્તિ અને પગી તરીકેની કામગીરી તથા  સૈન્યને મદદ કરવામાં મોટું નામ છે. પગેરાં શોધવામાં અને લશ્કરને મદદ કરવામાં ધનજીભાઈ રબારીએ અનેક જગ્યાએ રણછોડભાઈની સાથે હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *