Breaking News

રમતા રમતા પગ લપસતા પાણીના ટાંકામાં પડ્યો દોઢ વર્ષનો બાળક, થોડી જ વારમાં બુડબુડીયા બોલી જતા થયું કરુણ મોત.. ચેતજો..!

નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે માતા-પિતા કે પરિવારના અન્ય કોઈ સભ્યોનું નાના બાળક પરથી સહેજ પણ ધ્યાન દૂર થાય કે બાળકો સાથે શું બની જાય તેનું નક્કી હોતું નથી. વારંવાર નાના બાળકો મસ્તી મજાકમાં એવું પગલું ભરી લે કે, જેના કારણે માતા-પિતાને આખી જિંદગી પસ્તાવાનો વારો આવતો હોય છે..

જ્યારે અમુક બાળકોને તેમના માતા-પિતા નોકરીએ ધંધે ગયા બાદ એકલા ઘરે મૂકીને જતા રહે છે. હાલ સુરતના અડાજણ વિસ્તારમાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન બનાવો સામે આવી ગયો છે. અડાજણના છપ્પનિયા મોહલ્લાની અંદર સૂર્ય કિરણ એપાર્ટમેન્ટ આવેલું છે. પાદરીયા ગાર્ડનની ગલીની અંદર રાકેશભાઈ પોતાના પરિવારજનો સાથે રહે છે..

પરિવારમાં તેમની પત્ની ભાવનાબેન અને તેમનો દોઢ વર્ષનો દીકરો રિયાંશ નો સમાવેશ થાય છે. રાકેશભાઈ કોઈ કારણસર તેમના વતન ગયા હતા. ત્યારે તેમની પત્ની ભાવનાબેન આસપાસના મહોલ્લામાં સફાઈ કામકાજ કરીને પરિવારના ગુજરાન ચલાવવામાં મદદરૂપ બને છે. તેઓ એક દિવસ પોતાના દોઢ વર્ષના દીકરાની સાથે છપ્પન્યા મોહલ્લાની અંદર એક ઘરે સફાઈ કામકાજ કરવા માટે ગઈ હતી..

જ્યારે તેઓ કૌશલભાઈ પટેલના ઘરે સાફ-સફાઈ કરી રહ્યા હતા. ત્યારે તેમનો દીકરો રિયાંશ બીજા બાળકો સાથે એ ઘરની આસપાસના વિસ્તારમાં રમી રહ્યો હતો. અને તેની માતા કૌશિક ભાઈના ઘરે સાફ-સફાઈ કરી રહી હતી. જ્યારે સાફસફાઈ પૂર્ણ થઈ ત્યારબાદ માતા ઘરની બહાર નીકળી અને તેને તેના દીકરાની શોધવાની કોશિશ કરી હતી..

પરંતુ આસપાસના તમામ વિસ્તારમાં શોધખોળ કર્યા બાદ પણ તેનો દીકરો રિયાંશ ન મળતા તે ખૂબ જ ચિંતામાં મુકાઈ ગઈ હતી. અને હાંફળી ફાફળી પણ થઈ ગઈ હતી. તેને તાત્કાલિક આસપાસના રહીશોને આ બાબતની જાણ કરી અને શોધખોળ કરવામાં મદદરૂપ થવા જણાવ્યું હતું. લાંબી શોધખોળબાદ ત્યાં પાર્કિંગ વિસ્તારમાં આવેલી એક પાણીની ટાંકીમાં જોતા તેનો દોઢ વર્ષનો લાડકવાયો દીકરો રિયાન આ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો..

હકીકતમાં દીકરો રમતા રમતા પાણીની ટાંકીમાં પડી ગયો અને આસપાસના વિસ્તારમાં અન્ય કોઈ વ્યક્તિ ન હોવાથી આ બાળકને કોઈ બચાવી શક્યું નહીં. અંતે આ બાળકને પાણીની ટાંકીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટર હોય તેને તપાસ કર્યા બાદ મૃત જાહેર કરી દીધો છે..

પાણીમાં ડૂબી જવાને કારણે આજે માત્ર દોઢ વર્ષના દીકરા રિયાંશનું મૃત્યુ થયું છે. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે આસપાસના તમામ વિસ્તારમાં ફફળાટ પહોંચી ગયો હતો. જ્યારે અડાજણ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે હાજર થઈ આ મામલાની તપાસ કરી રહી હતી. આ બનાવો દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન સાબિત થયો છે..

નાના બાળકોને ક્યારેય એકલા મુકવા જોઈએ નહીં જ્યાં સુધી બાળક સમજણો ન થાય ત્યાં સુધી દરેક બાબતની ફરજ છે કે તેમના બાળકોને સતત સાથે રાખે. રોજ રોજ નાના બાળકો સાથે અણબનાવો બનવાના વધી ગયા છે. આખરે આવા અણબનાવો ક્યારે બનવાના અટકશે..?

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *