Breaking News

રક્ષાબંધને બહેન પાસે રાખડી બંધાવી પરત ફરતા લાડકા ભાઈને અકસ્માત નડતા થયું કરુણ મોત, પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ..!

જ્યારે કોઈ પણ વાર તહેવાર હોય ત્યારે રસ્તા પર વાહનોની અવરજવર પણ ખૂબ જ વધી જાય છે. કારણ કે વાર તહેવાર હોવાને કારણે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમજ ફરવા લાયક સ્થળો પર પણ જોતા હોય છે. આવા સમયે અકસ્માતના બનાવવામાં પણ ઓચિંતાનો વધારો નોંધાય છે..

કેટલાક પરિવારજનોને અકસ્માતનો સામનો કરવો પડે છે. જેમાં તેમના પરિવારના કોઈ કીમતી સભ્યનો જીવ પણ જતો રહે છે. આ દુઃખને સહન કરવું કોઈ પણ પરિવારજનો માટે શક્ય નથી. રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં બહેન પોતાના લાડકવાયા ભાઈને રાખડી બાંધે છે. અને તેની ડગલેને પગલે સુરક્ષા તેમજ સાત સહકાર આપવાના વચનો પણ આપે છે..

રક્ષાબંધનના તહેવારની વચ્ચે કેટલાય માર્ગ અકસ્માતો સામે આવ્યા છે કે, જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી વખતે અકસ્માતને કારણે કેટલાય લોકોના મૃત્યુ થયા છે. સુરતના બારડોલી તાલુકાના ખરવાસા ગામમાં વધુ એક યુવકનું મૃત્યુ થઈ જતા ચારે કોર શોકનો માહોલ છવાઈ ગયો છે. કામરેજ તાલુકાના નાગોર ગામમાં વિપુલભાઈ મોહનભાઈ પરમાર નામના વ્યક્તિ રહે છે..

જેમની ઉંમર 27 વર્ષની છે. તેઓ ગંગાધર પાસે આવેલી એક સિમેન્ટની ફેક્ટરીમાં નોકરી કરે છે. તેઓ રાત્રે નોકરીને બારડોલીના બાબેનમાં પોતાની બહેનને મળવા માટે ગયા હતા. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોવાથી તેઓ બહેન પાસે રાખડી બંધાવીને રાત્રે 11 વાગ્યા આસપાસ તેઓ પોતાના ગામ નગોડ જવા માટે નીકળી ગયા હતા.

ખરવાસા ગામની સીમમાં તેઓ પહોંચ્યા ત્યાં રસ્તા પર ઉભેલા ટેમ્પો એ કોઈપણ લાઈટ લગાવેલી હતી નહીં. તેમજ રસ્તા પર પણ ખૂબ જ ઘનઘોર અંધારું હતું જેના કારણે વિપુલભાઈને આ ટેમ્પો દેખાયો નહીં અને તેમની બાઈક ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. પરિણામે વિપુલભાઈને ગંભીર ઈજા થઈ ચૂકી હતી અને ઘટના સ્થળે તેમનું મૃત્યુ થયું હતું..

આટલું જ નહીં પરંતુ મોડી રાત સુધી પણ આ બાબતની જાણ અન્ય કોઈ વ્યક્તિને થઈ નહીં પરંતુ જ્યારે પોલીસની ટીમ પેટ્રોલિંગ માટે નીકળી ત્યારે વિપુલભાઈની લાશને રોડ ઉપર જોઈ તેવો એ તાત્કાલિક તેમના પરિવારજનોને જાણ કરી હતી. રક્ષાબંધન એ જ એક બહેને પોતાના લાડકવાયા ભાઈને ગુમાવી દેતા પરિવારજનો ઉપર આfતોનું આભ તૂટી પડ્યું હતું..

તેમજ તહેવારની ખુશી મોતના માતમમાં છવાઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક આ મૃતદેહનો કબજો પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારજનોને સોંપીયો છે. ટેમ્પાચાલક વિરોધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે જ આ ભાઈનું મૃત્યુ થઈ જતા તેમના પરિવારજનોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *