Breaking News

રક્ષાબંધન પહેલા એકના એક ભાઈના મોતથી પરિવારમાં માતમ છવાયો, હોજમાં નાહવા પડ્યો અને ડૂબી જતા થયું મોત..!

હાલના સમયમાં નાના બાળકો સાથે ખૂબ જ ગંભીર ઘટનાઓ બની રહી છે. દિવસેને દિવસે આવી ઘટનાઓ બની જતા બાળકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. માતા પિતાનું ધ્યાન ન રહેતા આવી અણધારી ઘટનાઓ બની રહી છે. હાલના સમયમાં આપણે એક દિવસમાં ઘણા બધા કિસ્સાઓ બાળકોના મોતના સાંભળી રહ્યા છીએ આવી ઘટનાઓ બનતા આખું પરિવાર આકાતમાં મુકાઈ જાય છે.

આવી જ એક નાના બાળક સાથે ઘટના બની હતી. આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની હતી. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શિરવાણીયા ગામમાં એક ઘટના બની હતી. આ ઘટનામાં એક બાળક નાહવા માટે હોજમાં પડતા તે ડૂબી ગયો હતો. સાયલા તાલુકાના શિરવાણીયા ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની અને તેમના બંને બાળકો રહેતા હતા.

સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતી. જેમાં દીકરો મોટો અને દીકરી નાની હતી. દીકરો 11 વર્ષનો હતો. તેનું નામ ધ્રુમિલી ભનુભાઈ હતું. તેના પિતાનું નામ ભનુભાઈ હતું અને તેની બહેનનું નામ નયના હતું. ધ્રુમિલી ધોરણ 6 માં અભ્યાસ કરતો હતો. તે શિરવાણીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. અને તે ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો.

દર વર્ષે તે વર્ગમાં પ્રથમ નંબર લાવતો હતો. તેના શાળામાં યોજાયેલા પ્રવેશોત્સવમાં અગ્રણીઓના હાથેથી તેને ઇનામ પણ મળ્યું હતું. તેની નાની બહેન નયના ધોરણ 4માં અભ્યાસ કરતી હતી. બંને ભાઈ બહેન પરિવારમાં ખૂબ જ ખુશીથી રહેતા હતા. પરિવારમાં દીકરામાં આ એકનો એક દીકરો હતો. એક દિવસ ધ્રુમિલ શાળાએથી છૂટીને તેના પિતા વાડીએ ગયા હતા.

જેને કારણે વાડીએ જવા ઈચ્છતો હતો. માતાના ના પાડવા છતાં તે વાડીએ ગયો હતો. ત્યાં બનાવવામાં આવેલા પાણીના હોજમાં તે સ્નાન કરવા માટે પડ્યો હતો પરંતુ પિતા કોઈ કામ હોવાને કારણે વાડીમાં ગયા હતા અને ધ્રુમિલના હોજમાં સ્નાન કરી રહ્યો હતો. તે સમયે હોજમાં પાણી વધી જતા ધ્રુમિલી ડૂબી ગયો હતો અને તે પાણી પી જતા થોડી જ વારમાં તેનો શ્વાસ રૂંધાયો હતો. જેને કારણે તેનું મોત થઈ ગયું હતું.

ત્યારબાદ તેના પિતા હોજ તરફ આવીને જોયું તો ધ્રુમિલની લાશ ઉપર તરી રહી હતી. આ જોતા જ તેના પિતા આઘાતમાં આવી ગયા હતા. તેઓ ત્યાંને ત્યાં ઢળી પડ્યા ત્યારબાદ પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પરિવારના એકના એક દીકરાનું મોત થઈ જતાં પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો. તેમની બહેન પણ ખૂબ જ આઘાતમાં આવી ગઈ હતી.

રક્ષાબંધનનો તહેવાર આવતા એક બહેને પોતાના ભાઈને ગુમાવ્યો હતો. જેને કારણે બહેન પણ ખૂબ જ રડી રહી હતી. અને એકના એક ભાઈનું મોત થઈ જતા તે પણ ભાન ભૂલી બેઠી હતી. નાની બહેન હોવાને કારણે તે અવારનવાર પોતાના ભાઈને યાદ કરી રહી હતી. આવી ઘટનાઓ આજકાલ અચાનક બની જતા ઘણા બધા બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

4 સંતાન હોવા છતાં પણ મહિલા એક સાથે અન્ય 2 યુવકો સાથે પ્રેમચાળાઓ ચલાવતી, પતિને ખબર પડતા જ થયું એવું કે સૌ કોઈ ફફડી ઉઠ્યા..!

આજકાલની રોજિંદી જિંદગીમાં કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકતા પહેલા આપણે સૌ વખત વિચાર કરવો પડે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *