Breaking News

રાજપૂત યુવકે કરી બંને હાથોથી તલવારબાજી, આવી તલવારબાજી બીજે ક્યાંય નહી જોઈ હોઈ.. જુવો વિડીયો..!

તલવારબાજી નું નામ સાંભળતા જ સૌ કોઈને તલવારબાજી કરવાનું મન થઈ જાય છે પરતું પોતાની તલવારબાજીથી લોકોની નજર ખેંચાયને આવે તેવી તલવારબાજી તો જાડેજા રાજપૂત યુવક જ કરી શકે.. કારણ કે રાજપૂત સમાજને તલવારબાજીના ગુણ વારસામાં જ મળ્યા હોઈ છે.. ( અદ્ભુત તલવારબાજીનો વિડીયો જુવા લેખને અંત સુધી વાંચો )

જાડેજા રાજપૂત સમાજની તલવારબાજી સામે અન્ય કોઈપણ લોકો તલવાર બાજી ફિક્કી પડે છે કારણ કે તેઓની ખુમારી તેમજ તલવાર ફેરવવાની કલા કઈ જુદી જ હોઈ છે. હાલ એવો જ એક વિડીયો અમે તમને દેખાડવા જઈ રહ્યા છીએ. જેમાં એક જાડેજા રાજપૂત યુવકે પોતાના બંને હાથોથી તલવારબાજી કરીને જોનારા દરેક લોકોની નજરને ચોંટાડી દીધી છે..

આ વિડીયો જોઈને તમે પણ બોલી ઉઠશો કે કાશ આ કલા મને પણ આવડતી હોત તો સારું હોત..! હકીકતમાં તલવારબાજી કરતા આ યુવકનું નામ મહીપાલ સિંહ જાડેજા રાજપૂત છે. તેઓ મૂળ પુનડી ગામના રહેવાસી છે. જે કચ્છ જીલ્લાના માંડવી તાલુકામાં આવેલું છે. આ યુવક કોલેજમાં અભ્યાસ કરે છે…

પરતું તેમની તલવારબાજી ની આવડતથી તેઓ ખુબ જ ફેમસ છે. રાજપૂત સમાજના કોઇપણ સારા પ્રસંગમાં અવારનવાર તલવારબાજી જોવા મળતી હોઈ છે. તેમાં પણ મોટા ભાગે એક હાથે તલવાર પકડીને તલવારબાજી કરતા હોઇ છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છે કે આહિયા એક લગ્ન પ્રસંગ યોજાયેલો છે..

મહિપાલ સિંહના પિતરાઈ ભાઈ જયરાજ સિંહના લગ્ન પ્રસંગે મહિપાલ સિંહ જાડેજાએ તલવારબાજી દેખાડી હતી. તલવારબાજીની શરૂઆત કરતા જ સૌ કોઈ લોકો જોવા માટે ગોળ ગોળ ઉભા રહી ગયા હતા. તો કેટલાય લોકો તેમના મોબાઈલ ફોનમાં આ અદ્ભુત કળાનો વિડીયો કેમેરામાં કેદ કરવા લાગ્યા હતા. હકીકતમાં આવી અદ્ભુત તલવારબાજી તમે પહેલા ક્યાય નહી જોઈ હોઈ..

જાડેજા રાજપૂત સમાજના લોકો ક્યારેય સંસ્કૃતિને ભૂલતા નથી. પછી માથે સાફો હોઈ કે હાથમાં તલવાર.. તલવાર અને સાફો એ રાજપૂત સમાજની આગવી ઓળખ છે. પોરબંદર જીલ્લામાં સુર્યદપિસિંહ જાડેજા અને જયપાલસિંહ જેઠવા નામના સમાજ આગેવાનો સમાજની સંસ્કૃતિ જાળવી રાખવા માટે લોકોને સાફો બાંધવાની તેમજ તલવારબાજી કરવાનું પણ શીખવાડે છે..

તલવારબાજી કરતા પહેલા તાલીમ લેવી પડે છે. કારણ કે તલવારબાજીમાં થતી નાની અમથી ચૂક પણ અન્ય કોઈ વ્યક્તિ અથવા તો તલવારબાજી કરનારને ગંભીર ઈજા પહોચાડી શકે છે. આ વિડીયો જોયા બાદ તમે પણ બોલી ઉઠશો કે વાહ..! શું તલવારબાજી છે. આ વિડીયો અદ્ભુત કળાનું પ્રદશન કરે છે. તમે પણ આ સરસ વિડીયો જોઇને આગળ શેર જરૂર કરજો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *