જુદી જુદી રમતો ઉપર સટ્ટો રમવાના બનાવો હવે સામે આવવા લાગશે કારણ કે જ્યારે જ્યારે ક્રિકેટ મેચ, ફૂટબોલ મેચ ની સાથે સાથે ઘોડાની રેસ સહિતની રમતોમાં આજકાલના લોકો ખૂબ જ સટ્ટો રમતા હોય છે. આ સટામાં પાણીની જેમ પૈસા વેડફાતા હોય છે. છતાં પણ આજકાલનું યુવાધન આ બાબતોને સમજી રહ્યું નથી અને અન્ય લોકોના કહેવાને કારણે સટ્ટો રમવા લાગે છે..
પરંતુ રાજકોટ પોલીસ પાછળના ઘણા વર્ષોમાં સટ્ટો રમનાર લોકોને તાત્કાલિક ધોરણે પકડી પાડતા હોય છે. એમાં પણ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થતાની સાથે સટોડિયાઓ મેદાનમાં આવતા હોય છે. પરંતુ પોલીસને બાતમી મળતાની સાથે જ તેઓ તાત્કાલિક ધોરણે આવા સટોડિયાઓને દબોચી લે છે.
જેથી કરીને અન્ય કોઈ યુવકો આ સટોડિયાની જાળમાં ફસાઈને સટો રમવાનું શરૂ કરી દે નહીં. અને યુવાધનની દિશા ભટકે નહીં. એવીજ રીતે રાજકોટ પોલીસને બાતમી મળી હતી કે આઇપીએલના સિઝનની શરૂઆત થતાની સાથે રાજકોટ જિલ્લામાં ત્રણ યુવકો સાથે બુકી પણ સટ્ટો રમી રહ્યા છે..
આ વાતની મળતાની સાથે જ પોલીસે આ ત્રણેય લોકોના ફોટાઓ ગ્રુપમાં ફરતા કરી દીધા હતા. જેથી કરીને કોઈ લોકો આ લોકોને પકડવા માટે મદદ કરી શકે. આ સટોડીયાઓમાં કરણ નામનો બુકિં સામેલ હતો. કરણ પોતે રાજકોટ શહેરમાં જાગનાથ પ્લોટ માં ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે નું કામ કરે છે.
પરંતુ તેનું મૂળ કામ બુકી તરીકે નું હતું. તેની સાથે-સાથે પ્રકાશભાઈ દોશી કે જેવો મકાનની લે વેચ કરવાનું કામ કરે છે. તેઓ સટ્ટો રમતા હતા અને તેની સાથે યશરાજ ભાઈ ભગદેની પણ ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે આ બંને યુવકોને પકડી પાડીને તેમની પાસેથી કુલ 500 રૂપિયા રોકડાની સાથે સાથે તેઓની પાસે રહેલા 5 મોબાઈલ ફોનો કે જેની કિંમત 2,45,000 છે..
આ તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. આ સાથે સાથે તેઓની ઉપર જુગારધારાની ઘણી બધી કલમો લગાવીને ગુનો નોંધ્યો છે. અને તેઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે, આ યુવકો બુકીની સાથે રહીને મોબાઈલ ની આઈડી પરથી સટ્ટો રમી રહ્યા હતા. કરણ નામનો બુકિ યશરાજ તેમજ વિશાલ નામના યુવકોને સટ્ટો રમાડતો હતો..
આ બાબતને લઈને પોલીસે પ્રેસનોટ પણ જાહેર કરી હતી. આગળ પણ આઈપીએલની મેચો પર સટ્ટો રમવા સામેલ ઘણાખરા લોકોની પોલીસે ધરપકડ કરી હતી. ગયા વર્ષે તો સટ્ટો રમવામાં શહેરના મોટા મોટા બિઝનેસમેનના દીકરાઓ પણ સામેલ હતા. સાથે સાથે મોટા મોટા સેલીબ્રીટીઓ પણ સટ્ટો રમવામાં સામેલ હોવાની જાણકારી મળી છે. આ બાબતોમાં રાજકીય નેતાના મેળાવડાઓ હોવાની બાતમી મળી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]