Breaking News

ગ્રીષ્મા વેકરીયાની હત્યા બાબતે રાજભા ગઢવી, ગોપાલ ઈટાલીયા અને અલ્પેશ ઠાકોરે આપ્યા આકરા નિવેદનો, કહ્યું કે હવે તો ઘા….

સુરતમાં બનેલી ગ્રીષ્મા વેકરીયા હત્યા બાબતે સમગ્ર ગુજરાત તેમજ દેશમાં શોક છવાયો છે. આજે સવારે ગ્રીષ્માની અંતિમ યાત્રા નીકળી હતી અને ત્યાર બાદ ગ્રીષ્માના ઈજાગ્રસ્ત ભાઈ ધ્રુવ વેકરીયાએ તેને મુખાગ્ની આપીને અંતિમ સંસ્કાર થયા હતા. સુરતમાં હજારોની સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા..

હાલ લોકોમાં શોક અને રોષ બંને જોવા મળી રહ્યો છે. સૌ કોઈ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે આ દીકરીના હત્યારા નરાધમ યુવકને જાહેરમાં લટકાવી દો.. તો બીજી બાજુ રાજ્યના ગૃહમંત્રીએ ગ્રીષ્માના પરિવારની મુલાકાત લીધી હતી અને તેઓને ખાતરી આપી હતી કે હત્યારાને કડકમાં કડક સજા અપાવીશું..

આ બાબતે રાજભા ગઢવી , અલ્પેશ ઠાકોર અને ગોપાલ ઈટાલીયાએ પણ પોતાના મંતવ્યો રજુ કરીને આકરા નિવેદનો આપ્યા હતા. તેમજ પાટીદાર આંદોલનના નેતા અલ્પેશ કથીરીયાએ પણ આ બાબતે નિવેદનો આપ્યા છે. જેમાં રાજભા ગઢવીએ ફેસબુક ઉપર વિડીયો શેર કરીને આ બાબતે પોતાના મંતવ્યો રજુ કર્યા છે.

તેઓએ જણાવ્યું કે દરેક માં-બાપએ બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ. જો બાળકને સારા સંસ્કાર આપીને ઉછેર કર્યો હશે તો આવી ઘટના કરવાનો ક્યારેય કોઈને વિચાર પણ નહી આવે, તેઓએ જણાવ્યું કે આપડે 21મી સદીના ભણેલ ગણેલ લોકો છીએ.. આપડે મંગળ અને ચંદ્ર પર પહોચી ગયા પણ એ શું કામનું જો આપડે પૃથ્વીને જ સરખી ન કરી શકીએ…

સંસ્કાર અને રીતી રીવાજ જ ભારતની શાન છે. તો દરેક માતા પિતાને તેઓએ બાળકોને સારા સંસ્કાર આપવાની વાત કહી છે. તો આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા એ આ બાબતે જણાવ્યું છે કે, સરકારે આ નરાધમને જાહેરમાં ફાંસી આપી દેવી જોઈએ. જો આ સજા તેણે જાહેરમાં આપવામાં આવે તો જ અન્ય નરાધમોના મનમાં ભય બેસશે..

ભય નહી બેસે તો નરાધમો વળી પાછા અન્ય બનાવો ઉભા કરી નાખશે. આ દીકરીના હત્યારાને જાહેરમાં ફાંસી આપવી જોઈએ તેવું ગોપાલ ઈટાલીયા એ જણાવ્યું છે.. તો ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે, આ કિસ્સો સાંભળ્યા બાદ ગમે તેવા ખડતલ દિલ વાળા લોકો પણ ચો ધાર આંસુએ રડી પડ્યા છે..

આજે આવી ઘટનાઓએ વેગ પકડ્યો છે. જે સમાજ માટે ખુબ મોટુ દુષણ સાબિત થઇ રહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું કે આ પ્રકારના કિસ્સાઓએ ડામવા માટે યોગ્ય પગલાઓ લેવા પડશે. તેમજ  હું મહાદેવને પ્રાર્થના કરી રહ્યો છું કે મારા ગુજરાતની અંદર આવા બનાવો ક્યારેય ન બને. તેમજ માતાઓ અને બહેનો સુરક્ષિત રહે..

અલ્પેશ ઠાકોરે કહ્યું કે મને એક ક્ષણે તો એવું થયું કે મારા હાથમાં બંધુક હોઈ તો નરાધમને જાહેરમાં જ પતાવી દવ, કારણ કે એ માસુમ દીકરી તેમજ તેના પરિવારજનો નો શું વાંક હશે કે આ નરાધમ સાવ આ પ્રકારે ઉતરી આવ્યો.. અલ્પેશ ઠાકોરે કહ્યું કે આવો બનાવ બનતો હોઈ ત્યારે કોઈના બાપાની શરમ રાખ્યા વગર આપડે બહેનો દીકરી માતાઓને બચાવવા માટે પહોચી જવું જોઈએ..

હાલ ગુજરાતમાં આ બાબત ખુબ જ ગંભીર છે. સૌ કોઈ લોકોના મનમાં આક્રોશ ફેલાયેલો છે. કારણ કે એક નરાધમ માથાફરેલ યુવકના કારણે એક દીકરીએ જીવ ગુમાવ્યો છે. સરકાર આ નરાધમને શું સજા આપશે તેના પર સૌ કોઈ નજર તાકીને બેઠા છે. આ ઉપરાંત હત્યારાના પિતાએ પણ સજા જાહેર કરતા જણાવ્યું છે કે મારા દીકરાને જાહેરમાં ફાંસી આપી દો તો પણ મને મંજુર છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *