રેલ્વેની જમીનમાં ઊંડું ખોદકામ કરતા મજુરને હાથમાં આંચકો લાગ્યો, અધિકારીઓ ખાડામાં ઉતરીને જોયું તો મળી આવ્યા ખુદ મહાદેવના જ અમુલ્ય… જાણો..!

જ્યારે પણ ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવે છે. ત્યારે જમીનની અંદરથી કોઈને કોઈ આશ્ચર્ય પમાડે તેવી ચીજ વસ્તુ મળી આવતી હોય છે કે, જેને જોઈને પુરાતત્વ વિભાગના અધિકારીઓને પણ તાત્કાલિક ધોરણે દોડતું થઈ જવું પડતું હોય છે. થોડા દિવસ પહેલાં જે ખેતરમાંથી ખોદકામ કરતી વખતે રણકાર પેદા થયો હતો.

જ્યારે બરાબર માટી સાફ કરીને નીચે જોયું તો અંદરથી પિત્તળનો ઘડો મળી આવ્યો અને તેની અંદરથી સોના ચાંદીના કીમતી દાગીના પણ મળી આવ્યા હતા અને હવે ઉત્તર પ્રદેશના કાનપુર પાસેથી પસાર થતા રેલવે સ્ટેશનની બાજુના એક મેદાનમાં ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ત્યારે અંદરથી એવી ચીજ વસ્તુ મળી આવી છે કે, તેને જોવા માટે દુર દુરથી લોકો આવી પહોંચ્યા છે. તો કેટલાક લોકો પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવવા માટે ભારે ભીડ એકઠી કરી રહ્યા છે. જ્યારે કાનપુર સેન્ટ્રલ પાસેથી ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે ઊંડું ખોદકામ કરતી વખતે મજૂરને પાવડાનો ઘા મારતા સમયે અચાનક જ હાથમાં આંચકો લાગ્યો હતો.

તેણે ઉપરની બાજુએ ઉભેલા અધિકારીઓને જણાવ્યું કે ખોદકામ કરતી વખતે અચાનક જ હાથમાં આંચકો લાગે છે. એટલા માટે નીચે કોઈ કડક ચીજ વસ્તુ હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે આસપાસની માટી સાફ કરીને વ્યવસ્થિત રીતે અધિકારીઓએ જુવાની કોશિશ કરી તો આ ખાડાની અંદરથી એક નહીં પરંતુ ત્રણ ત્રણ એવી ચીજ વસ્તુ મળી આવી છે કે, તેને જોઈને સૌ કોઈ લોકો હર હર મહાદેવના નારા લગાવવા લાગ્યા હતા..

હકીકતમાં આ ખાડાની અંદરથી બે મોટી શિવલિંગ અને એક નાની શિવલિંગ મળી આવી હતી. ખોદકામમાં મહાદેવના અંશ આ ખાડા ની અંદર થી મળી આવતા આસપાસના તમામ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઘટનાની જાણકારી પોલીસને પણ મળતા ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ અને ખોદકામનું કામ બંધ કરાવી દીધું હતું..

આ સાથે સાથે એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે કે, અહીં પહેલાના સમયમાં ભગવાન શિવનું ખૂબ જ જૂનું મંદિર હશે. આ શિવલિંગને બહાર કાઢતા વખતે આસપાસના કેટલાક વ્યક્તિઓએ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે..

આ ઘટનાની જાણકારી રેલવેના અધિકારીઓને પણ આપવામાં આવી હતી. તેઓ પણ ત્યાં આવી પહોંચી અને અહીં ખોદકામ બંધ કરવા માટે આદેશો આપી દીધા હતા. કોક લોકો કહી રહ્યા છે કે, અહીં જૂનું મહાદેવનું મંદિર હતી. તો અમુક લોકો કહી રહ્યા છે કે, અચાનક જ મહાદેવ આ ખોદકામ વખતે મહાદેવ પ્રગટ થયા છે..

અત્યારે પોલીસ પુરાતત્વ વિભાગની સાથે રહીને આ ઘટનાની જાણકારી મેળવી રહી છે. જ્યારે આ ખાડાની અંદરથી મહાદેવની શિવલિંગ મળી આવી ત્યારે સૌ કોઈ લોકોને આશ્ચર્ય લાગ્યું હતું. આ ઘટનાના સમાચાર વાયુઓગે આસપાસના ગામડાઓમાં ફેલાઈ ગયા હતા. દૂર દૂરથી લોકો વાહનો બાંધીને મહાદેવના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે..

તો ત્યાં ઉભેલા ઘણા બધા લોકો હર હર મહાદેવના નારા લગાવવા લાગ્યા હતા. હકીકતમાં મહાદેવની મહિમાનો કોઈ પાર નથી. મહાદેવને સાચા મનથી ભક્તિ અને પ્રાર્થના કરવાથી હંમેશા તે પ્રસન્ન થાય છે. અને તમારા ધારેલા કામ હંમેશા માટે પૂર્ણ પણ થઈ જતા હોય છે બસ મહાદેવમાં શ્રદ્ધા અને આસ્થા રાખવી એ જ મોટી ભક્તિ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment