એક સર્વે મુજબ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સ્વાદિષ્ટ તીખું ભડભડતુ ખાવાના શોખીન સુરતના લોકો છે. સુરતમાં કોઈ પણ સમયે ગુજરાતનું તેમજ વિશ્વનું કોઈપણ ભોજન મળી રહે છે. સુરતને ખાણીપીણી નું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે. સુરતના લોકો ખાવાના આટલા બધા શોખીન છે કે સાંજે જમ્યા બાદ પણ તેઓ કેટલું આરોગી જતાં હોય છે.
સુરતીઓને એકદમ તીખો અને જીભને તમતમ થાય તેવો ટેસ્ટ જોઈએ છે. પરંતુ હાલ એક એવો કિસ્સો બન્યો છે જે સામે આવ્યા બાદ બહારનું ખાનારા દરેક લોકો ચોંકી ઉઠયા છે. સુરતમાં નાનપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ રાધે ઢોકળા નામની દુકાનમાંથી પનીરની સબ્જી મંગાવી હતી..
આ સબ્જી ઘરે પહોંચ્યા બાદ સૌ કોઈ લોકો તેના પર પડાપડી બોલાવવા જઈ રહ્યા હતા એ સમય દરમિયાન સબ્જીને વ્યવસ્થિત રીતે જોયું તો તેમાંથી અંદર મરેલો વંદો દેખાયો હતો. આ વંદો દેખાતાની સાથે તરત જ મહિલાએ સુરત મહાનગર પાલિકાના ફુડ ઇન્સપેકટર અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી…
પરંતુ ફરિયાદ રાત્રિના સમયે નોંધાવવામાં આવી હતી એટલા માટે તેના પર કાર્યવાહી બે દિવસ બાદ થઇ છે. મહિલાએ રાધે ઢોકળા નામની દુકાનમાંથી પનીરની સબ્જી મંગાવી હતી. જેમાંથી વંદો નીકળ્યો હતો. આ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે આ દુકાનમાં યોગ્ય સારસંભાળ રાખવામાં આવતી નથી..
તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. આ ફરિયાદને આધારે અધિકારીઓ રાધે ઢોકળાની દુકાન પર પહોંચ્યા હતા. અને બે શાક ના સેમ્પલ લીધા હતા. ત્યારબાદ તેને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી દેવામાં આવ્યા હતા. તેમજ દુકાનદારને નોટિસ પણ ફટકારવામાં આવી છે..
અને જ્યાં સુધી લેબોરેટરીના સેમ્પલના રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ દુકાને બંધ રાખવાના પણ નિર્ણય લઇ લેવામાં આવ્યા છે. આ દુકાનમાં બનાવ બન્યા બાદ અન્ય દુકાનોમાં પણ ટેસ્ટિંગ સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. આ બાબતે મહાનગર પાલિકાના ફુડ ઇન્સ્પેકટર જગદીશભાઈ એ જણાવ્યું છે કે, આ ફરિયાદ મળતાની સાથે સાથે આરોગ્યની ટીમ આ દુકાન પર પહોંચી હતી..
અને તાત્કાલિક ધોરણે દુકાને સાફ-સફાઈ કરવાની સૂચના આપવામાં આવી છે. તેમજ નોટિસ પણ ફટકારવામાં આવી. જ્યાં સુધી આ ઘટનામાં રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આ દુકાને બંધ રાખવામાં આવશે. અને રાધે ઢોકળાની અન્ય બ્રાન્ચો પણ કડક તપાસ હાથ ધરવામાં આવશે..
આ બનાવ સામે આવ્યા બાદ સુરતીલાલાઓએ ચટાકા પટાકા ટેસ્ટવાળી વસ્તુઓ ખાતા પહેલા સો વખત જોવાનો નિર્ણય લઈ લીધો છે. ખાણીપીણીની લારીઓ તેમજ રેસ્ટોરેન્ટ ઉપર આ પ્રકારના કિસ્સાઓ બનવાની આ પહેલી ઘટના નથી. પરંતુ આ અગાઉ પણ ઘણા બધા કિસ્સાઓ બની ચૂક્યા છે..
ખાણીપીણીની જગ્યા ઉપર સાફ-સફાઈ ન હોવાને કારણે ત્યાં રોગચાળો ફેલાતો હોય છે. તેમજ ખાવાની વસ્તુઓમાં પણ જીવજંતુઓ દેખાવને કારણે સ્વાસ્થ્ય સાથે ચેડા થતું હોવાનું સામે આવ્યું છે. પાલિકાએ આવા રેસ્ટોરેન્ટ અને ખાણીપીણીની લારીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]