Breaking News

પુલ પરથી જોયું તો પાણીમાં તાજી જ જન્મેલી બાળકી દેખાઈ, તરવૈયાઓએ પાણીમાં ડૂબકી લગાવીને કાંઠે લાવ્યા.. જોતા જ સૌના ઉડી ગયા હોશ..!

છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે નાના બાળકોને મા-બાપ કોઈને કોઈ કારણોસર તરછોડી નાખતા હોય છે. એવું તો શું કારણ આવી પડ્યું હશે કે જેના કારણે માં બાપ પોતાના બાળકોને તરછોડવા માટે તૈયાર થઈ જાય છે. તેમજ તેને મૃત હાલતમાં કોઈપણ જગ્યાએ રડતા મુકી દે છે…

આ બાબત ખૂબ જ વિચારવા જેવી છે. રોજ રોજ એવા ઘણા કિસ્સા સામે આવે છે. જેમાં તરછોડાયેલા બાળકને પૂરતી સુવિધા કે કોઈનો સાથ ન મળતા તેઓ અંતે મૃત્યુ પામતાં હોય છે. હાલ એવી જ એક ઘટના પોરબંદર પણ બની છે. પોરબંદરના કર્લીના પુલ પાસે ખાડીના પાણી માંથી એક નવજાત બાળકી મળી આવી છે.

કર્લીના પુલ પાસેથી પસાર થતાં એક વ્યક્તિએ પાણીમાં નજર નાખી તો તેને કશુંક તરી રહ્યું હોય તેવો ભાસ થયો હતો. તેણે થોડા લોકોને એકઠા કરીને સૌ કોઈને પૂછ્યું કે શું આ કોઈ માણસ છે કે શું..?  સૌ કોઈએ અંદાજને હકીકતમાં બદલવા માટે તેની નજીક જઈને જોયું તો હકીકતમાં તે એક બાળકી હતી.

ત્યાર બાદ લોકોએ પોલીસને જાણ કરી હતી. તેમજ પુલ પરના માણસોના ટોળા ટોળા ત્યાં એકઠા થઇ ગયા હતા. સૌ કોઈ લોકો ચર્ચા કરી રહ્યા હતા. કે આખરે આ બાળકીના માતા પિતા કોણ હશે…? અને તેને શા માટે પાણીમાં ફેંકી દેવામાં આવી હશે.. શું કોઈ અકસ્માતનો શિકાર બની હશે વગેરે.. જેવા ચર્ચામાં પ્રશ્નો ઉદ્ભવી રહ્યાં હતા..

બે તરવૈયાઓએ પાણીમાં ડૂબકી લગાવીને આ નવજાત બાળકીને બહાર કાઢી હતી.. ત્યારબાદ તેની તપાસ કરતા જણાવ્યું હતું કે બાળકી મૃત છે. આ તારણ સામે આવતાની સાથે સૌ કોઈના મોતિયા મારી ગયા હતા. એટલા માટે પોલીસે તેને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી દીધી છે…

108 માં તપાસ કર્યા બાદ બાકી મૃત જાહેર થતા ત્યાં ઊભેલા સૌ કોઈ ના રુંવાડા બેઠા થઇ ગયા હતા. કારણકે તાજી જન્મેલી બાળકીને કોઈપણ માં બાપ સાવ આવી રીતે શા માટે છોડી શકે. પોલીસે જણાવ્યું છે કે આ નવજાત બાળકીને મૃત હાલતમાં ફેંકવામાં આવી છે કે જીવિત હાલતમાં ફેંકવામાં આવી છે..

એ બાબત પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળશે. અને આ બાળકીને પર ફેંકી ગયું છે. તે અંગે પોલીસ સીસીટીવી કેમેરાની મદદથી આગળની તપાસ કરી રહી છે. હકીકતમાં આ સમાચાર ખૂબ જ ચોંકાવનારા હતા. આ બાળકીને ફેંકનાર વ્યક્તિ એવું તો શું સાબિત કરવા માંગતો હશે..

કે જેના કારણે નવજાત બાળકીને જન્મતાવેંત જ મોતને ઘાટ ઉતારી જવું પડ્યું એ બાબત વિચારો પર સૌ કોઈ મજબૂર છે. હકીકતમાં આ બાળકીના મોત પાછળ કયું કારણ જોડાયેલું છે તેની તપાસ હાલ થઇ રહી છે. આ મુદ્દો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા લોકો આ ઘટના પાચલ જોડાયેલા લોકોને કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *