પુજારી આરતી બાદ મંદિર બંધ કરીને ઘરે ગયા, સવારની આરતી કરવા આવ્યા અને જોયું તો ઉડી ગયા હોશ, ગામ લોકોમાં મચી ગયો ફફળાટ..!

ઉત્તર ગુજરાતના મહેસાણાના સતલાસણ તાલુકાના રાણપુર ગામમાં ચેહર માતાજીનું મંદિર આવેલું છે. રાણપુર ગામની આસપાસના ગામોમાં પણ લોકો ચહેર માતાજીને ખૂબ જ માને છે. તેમજ કેટલાય તાલુકાના લોકો આ મંદિરે દર્શન કરવા માટે આવી પહોંચે છે. લોકોને માતાજી પ્રત્યે ખૂબ જ આસરા અને શ્રદ્ધા રહેલી છે..

આ મંદિરના પૂજારી શંકરભાઈ ગમનભાઈ પંચાલ છેલ્લા ઘણા વર્ષોથી માતાજીની પૂજા આરાધના કરે છે. તેમજ સેવા કરે છે. તેઓ રોજની જેમ સવાર અને સાંજ બે સમય માતાજીની આરતી કરે છે. તેઓએ એક દિવસ સાંજના સમયે આરતી કર્યા બાદ સાડા સાત વાગ્યા આસપાસ મંદિર બંધ કરીને જાળીએ તાળું મારીને પોતાના ઘરે જતા રહ્યા હતા..

બીજા દિવસે સવારે 6:00 વાગે આરતી કરવા તેઓ મંદિરે આવ્યા હતા. પરંતુ તેઓએ જોયું તે જોઈને તેમના હોશ ઉડી ગયા હતા કારણ કે મંદિરની સૌથી પહેલી જાળીનું તાળું અને નકુચો તૂટેલો દેખાયો હતો. આ જોતાની સાથે જ તેઓ સમજી ગયા કે નક્કી મંદિરની અંદર કંઈક ખોટું થયું છે. તાત્કાલિક ધોરણે પુજારી શંકરભાઈ ગમનભાઈ પંચાલે ગામના મોભીઓ અને આગેવાનોને બોલાવ્યા હતા..

જેમાં નારાયણભાઈ અને તેમના કુટુંબી ભાઈ ભગવાનભાઈ તેમજ અન્ય ગામના માણસો પણ ત્યાં મંદિર પાસે આવી પહોંચ્યા. અને મંદિરમાં અંદર જઈને શું થયું છે. તેની જાણકારી મેળવવાની કોશિશ કરી હતી. મંદિરમાં અંદર પ્રવેશીને જોયું તો માતાજીના સોના અને ચાંદીના છત્તર તેમજ દાગીના ગાયબ હતા. એટલે કે અંદાજે કુલ 92,000 ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.

જ્યારે આ બાબત ગામના લોકોને જાણ થઈ કે ચેહર માતાજીના મંદિરની અંદર ચોરી થઈ છે. ત્યારે ગામજનોમાં પણ ફફળાટ મચી ગયો હતો અને વિચારી રહ્યા હતા કે જો ચોર લૂંટારાઓમાં માતાજીના મંદિરમાં પણ ચોરી કરવાની તાકાત રહેલી હોય તો આપણા ઘરોમાં પણ તેઓ ચોરી કરી શકે છે. અંતે સાચો લૂંટારાઓને માતાજીનો પણ ભઇ રહ્યો નથી..

પરંતુ અમે તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશના ગામડામાંથી ચોર લૂંટારોએ શિવલિંગ ચોરી કરી હતી. પરંતુ શિવલિંગ ચોરી કરીને તેઓ ઘરે ગયા બાદ થોડા જ દિવસોની અંદર તેમના પરિવારના સભ્યો એક પછી એક મરવા લાગ્યા હતા. તેઓને અંદરો અંદર ભાસ થયો કે કદાચ શિવલિંગ તેઓ ચોરીને લાવ્યા છે તેના કારણે તેમના પરિવારજનો ઉપર આફત આવી પડી છે..

તેઓ શિવલિંગ મંદિરમાં પરત મૂકી આવ્યા હતા અને તેઓને ખૂબ જ અફસોસ થયો હતો. હકીકતમાં માતાજીનો પરચો આ ચોર લૂંટારાઓને જરૂર દેખાશે કારણ કે તેઓએ કોઈ વ્યક્તિના ઘરમાંથી ચોરી કરવાનું નહીં પરંતુ માતાજીના મંદિરમાંથી ચોરી કરવાનું સાહસ કર્યું હતું.

મંદિરના પૂજારી અને ગામના આગેવાનોએ સતલાસણા પોલીસ મથકમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પણ તાત્કાલિક ઘટના હાજર થઈ હતી. અને ફરિયાદ નોંધાવી છે. આ મંદિરમાંથી ચોર લુંટારાઓ માતાજીનો દોઢ તોલાનો જુનો હાર ચાંદીની મૂર્તિ માતાજીની સોનાની નાકની વાળી ચાંદીના બે ત્રિશુલ, દાનપેટી માં મુકેલા એક છતર તેમજ અન્ય ચીજ વસ્તુઓની પણ ચોરી કરીને નાસી ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment