Breaking News

પત્રમાં ‘આપડે આવતા ભવમાં મળશું’ કહીને યુવકે ઝેર ગટગટાવી લીધું, એકના એક દીકરાના આપઘાતથી પરિવાર પર કાળ ત્રાટકયો..!

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં પોલીસ સ્ટેશને ખળભળાટ મચી ગયો હતો. કારણ કે તેઓને ફોન કરીને જાણ મળી હતી કે દાધોળીયા ગામની સીમમાં એક શંકાસ્પદ હાલતમાં યુવાનની લાશ મળી આવી છે. આ જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો દાધોળીયા ગામે પહોંચી ગયો હતો..

ત્યાં જઈને જોયું તો એક યુવક ત્યાં ઢળેલો પડ્યો હતો. પોલીસની તપાસ મુજબ આ યુવકનું નામ પરબતભાઈ મેવાડા છે. જેની ઉંમર ૨૧ વર્ષની છે. પોલીસે લાશની તપાસ કરી તો તેમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે આપણે આપડે આ ભવમાં એક ન થઈ શક્યા…

હવે આપણે આવતા ભવમાં જરૂર મળીશું. તેમજ આ યુવકની લાશ ખૂબ જ દુર્ગંધ મારી રહી હતી. અને તેની આંખો માંથી લોહી પણ વહી રહ્યું હતું. એટલા માટે પોલીસે તાત્કાલિક ધોરણે આ લાશ ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા ખુલાસો થયો હતો કે,

આ યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. તેમજ તેની બોડી ઘણા સમયથી એક જગ્યાએ પડી હતી જેના કારણે તેના બોડીમાં કીડી-મકોડા કરડ્યા હતા જેના પગલે તેની આંખમાંથી લોહી વહાવ્યું હતું. પરબતભાઈ મેવાડાના મૃત્યુની જાણ તેના પરિવારજનોને થતા જ તેવો ખુબજ શોકમગ્ન થઈ ગયા હતા..

આ અંગે પરબતભાઈ ના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે, પરબત ને થોડા સમય પહેલા એક પરિણીતા મહિલા સાથે પ્રેમ થઈ ગયો હતો. જેના કારણે તે બંને ભાગી પણ ગયા હતા. પરંતુ કંઇક અલગ પ્રકારનો બનવાના કારણે તેઓ પરત ફર્યા હતા. પરબતભાઈ ના પરિવારે એમ જણાવ્યું છે કે પરબતભાઈ ની આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઇ હોવાનો ખુલાસો કર્યો છે.

પોલીસને ઘટનાસ્થળેથી ઝેરી દવાની બોટલ પણ મળી આવી હતી. તેમજ સુસાઇડ નોટમાં વધુમાં જણાવ્યું હતું કે, મેં તારા કહેલા શબ્દોને પૂરા કરી દીધા છે. હું તને લેવા માટે આવ્યો હતો. પરંતુ તું મારી સાથે આવી ન હતી. મે તારી ખુબ જ રાહ જોઈ. હવે મારો કોઈ પણ વાંક નથી.

એટલા માટે હવે આપણે આવતા ભવે મળશું. આ ભવમાં કોઈપણ વસ્તુ શક્ય નથી. એટલા માટે હું મારી જિંદગી તને આપી દઉં છું. મેં અને તે માતાજીના સમ ખાધા હતા. પરંતુ હવે હું મર્યા પછી તારી સમક્ષ હાજર થઈ જઈશ. આ સુસાઇડ નોટ ની ઉપર તેણે માતાજીના નામનો ઉલ્લેખ પણ કર્યો હતો. યુવકે પ્રેમ સંબંધના કારણે આત્મહત્યા કરી લેતા ગામમાં ચકચાર મચી ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *