જેમ જેમ ઇન્ટરનેટ અને મોબાઈલ આ બંનેના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે. તેવી જ રીતે તેની જ સાથે તેના દુરુપયોગ પણ થઈ રહ્યા છે. મોબાઇલમાં ઇન્ટરનેટની સુવિધા ખૂબ જ સારી હતી. આપણી વચ્ચે એવા બનાવો પણ આવી ચૂક્યા છે કે લગ્નદર સંબંધો પતિ પત્નીના વિખવાદો પત્નીનું અફેર આવા તો કેર કેટલાય બનાવો દિવસે ને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.
પરિવારના લોકો પોતાનો પરિવાર ખૂબ સારી રીતે જીવન જીવી શકે તેવી ઈચ્છાથી તેઓ હંમેશને માટે સારું કમાવા માટેના પ્રયત્નો કરતા રહેતા હોય છે. અને તેના કારણે તેઓ કોઈપણ પ્રકારની કાળી મજૂરી કરવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે. કેટલીક વખત આ કળિયુગના કાળમાં એવા બનાવો પણ આવતા હોય છે કે આખે આખા પરિવારનો માથું શરમથી ઝૂકી જતું હોય છે..
અને તમામ લોકોને સમાજ સામે શરમ સાથે જીવવાની મુસીબત આવી પડતી હોય છે. હાલમાં એવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેને જાણી તમે પણ ખૂબ જ સારી રીતે સજાગ બની જશો. આ બનાવ બિહારમાં બનવા પામ્યો છે. શિહોર જિલ્લાના અંતરિયાણી ગામમાં આ ચોકાવનારી ઘટના બની હતી.
જેની વાત કરીએ તો દરિયાની ગામમાં રહેતી શીલા નામની યુવતીને તેના જ સગા ભત્રીજા બબુલકુમાર સાથે અચાનક જ પ્રેમ થઈ ગયો હતો. હવે આ પ્રેમ થવાનું કારણ ખૂબ જ જાણવા લાયક છે. યુવતીના લગ્ન તો સાત વર્ષ પહેલા થઈ ગયા હતા. બે વર્ષ પછી તેને દીકરાને પણ જન્મ આપ્યો હતો અને ત્યાર પછી પતિ પરદેશમાં સારા રૂપિયા કમાવવા માટે મજૂરી કામ કરવા વિદેશમાં જતો રહ્યો હતો..
તેને જ્યારે પણ કામમાંથી રજાઓ મળે ત્યારે તે ગામમાં આવતો હતો. પરંતુ પત્નીની સતત ગેરહાજરીનો લાભ લઈને પત્નીએ ભત્રીજા બબલુ સાથે પ્રેમ થઈ ગયો હતો અને સમય પસાર થતાં આ પ્રેમ વધુને વધુ ગાઢ બનતો ગયો અને ભત્રીજો પણ સાથ પુરાવતો હોય તે રીતે અવારનવાર પોતાની કાકીને લઈને બહાર ફરવા પણ જતો રહેતો હતો..
હવે આ વચ્ચે આ કાકી અને ભત્રીજા ની લીલા ધીમે ધીમે ગામમાં પ્રસરવા લાગી હતી. કારણ કે કાકી ભત્રીજો ખૂબ જ વધુ દિવસો માટે ગાયબ રહેવા લાગ્યા હતા. તેથી ગામના લોકોને પણ વધુ જાણવાની ઈચ્છા થઈ હતી. આ વચ્ચે એક વખત બબલુ અને તેના કાકી ગુમ થતાં જ બંને જ્યારે પાછા આવ્યા ત્યારે તેને ગામના લોકોએ પકડી લીધા હતા.
અને ગામમાં જ તમામ લોકોને ભેગા કરીને પંચાયત બોલાવવામાં આવી હતી. ભેગા થયેલા બધા લોકોની વચ્ચે શીલાએ બબલુ સાથેના પોતાના પ્રેમ ભર્યા સંબંધની વાત કરી હતી અને લગ્ન કરવા પણ કહ્યું હતું. લોકોની વચ્ચે જ બબલુ એ હા પણ પાડી દીધી અને પંચાયતે મહિલાના સસરા તથા બબલુ ના પિતાની મરજી મેળવીને તમામ લોકોની મંજૂરી આપ્યા બાદ જ પંચાયતે તાત્કાલિક ધોરણે રાત્રિના સમયે જ લગ્ન કરવાનો ફેંસલો સંભળાવી દીધો હતો…
અને આ ભરાયેલી પંચાયતમાં જ બબલુએ મોબાઈલની લાઈટ અને ટોર્ચ વચ્ચે અંજવાળામાં તેની જ કાકીની માંગ ભરીને પોતાની પત્ની બનાવી લીધી અને અગ્નિની સાક્ષીની બદલે ગામના પંચાયતની સાક્ષીમાં જન્મો જનમ સુધી સાથ નિભાવના સોગન લઈ લીધા. આ લગ્નને જોવા માટે ગામના લોકો ટોળે વળ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]