Breaking News

પતિની ખરાબ લત અને હરકતોથી કંટાળીને પત્નીએ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું, અંતિમ શબ્દો સાંભળીને પગ ધ્રુજી જશે..!

ઘણી વખત સમાજમાં એવી પણ ઘટનાઓ બની રહી છે કે જેમાં લોકો બીજા માટે જીવી રહ્યા હોય છે પરંતુ તેઓ પણ માનસિક અને શારીરિક રીતે ત્રાસીને પોતાનો જીવ ગુમાવી રહ્યા હોય છે. આજકાલ આપઘાતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે.

લોકો પોતાના પારિવારિક જીવનથી અથવા તો તેને અપાતા ત્રાસને કારણે કંટાળીને તેઓ આપઘાત કરી રહ્યા હોય છે. આપઘાત કરીને પોતાના જીવન ટૂંકાવી રહ્યા છે. આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી હતી. જેમાં એક મહિલાએ આપઘાત કરી લીધો હતો. આ ઘટના ઉન્નાવ વિસ્તારમાં બની હતી. ઉન્નાવ વિસ્તારમાં એક પરિવાર રહેતું હતું.

પરિવારમાં પતિ પત્ની અને તેમની દીકરી રહેતા હતા. ઉન્નાવ વિસ્તારના સદર કોતરવાલી પાસે મોહલ્લા પુરાની બજારમાં આ પરિવાર રહેતું હતું. પરિવારમાં મોહિત ગુપ્તા અને તેમની પત્ની અને દીકરી રહેતા હતા. પત્નીનું નામ આરાધના મોહિત ગુપ્તા હતું અને તેમની દીકરીનું નામ ઇક્ષા હતું. દીકરીનો જન્મ 5 વર્ષ પહેલા થયો હતો.

તેની માતા તેમની ખૂબ જ સારી રીતે સાચવીને મોટી કરી રહી હતી પરંતુ મોહિત ગુપ્તા દારૂડિયો બની ગયો હતો. તેઓ કાંઈ કામ ધંધો કરતા ન હતા અને તેમની પત્ની અને માસુમ દીકરીને ઘરે આવીને હેરાન કરતો હતો. દરરોજ દારૂના નશામાં ઘરે આવીને તેમની પત્ની અને દીકરી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરીને તેમની સાથે મારામારી કરતો હતો.

તેને કારણે માતા દીકરીને તેના પિતાથી દૂર રાખી રહી હતી. માતા તેમની દીકરીને એક પોલીસ ઓફિસર બનાવવા માગતી હતી. તેમનું સપનું હતું કે તેની દીકરી એક સફળ પોલીસ ઓફિસર બને તે માટે માતા તેના પતિના અનેક અન્યાયો સહન કરીને તેની દીકરીને સાચવી રહી હતી પરંતુ એક દિવસ તેમના પતિ ખૂબ જ નશામાં ઘરે આવ્યો હતો.

તેની પત્ની સાથે તેણે ઝઘડો ચાલુ કરી દીધો હતો. તે સમયે તેની દીકરી સુતી હતી. નશામાં ધુત પતિએ તેમની પત્નીને સાથે ખૂબ જ અત્યાચારો કર્યા હતા. તેની સાથે મારામારી કરી હતી. તેને કારણે તેની પત્ની કંટાળી ગઈ હતી. પોતાનું જીવન ટૂંકાવી લેવાનું વિચાર્યું હતું. તે માટે એક સુસાઇડ નોટ લખીને તેને ગળાફાંસો ખાઈ લીધો હતો.

સુસાઇડ નોટમાં તેણે લખ્યું હતું કે, ‘દીકરી તને હું પ્રેમ કરતી હતી, મને અફસોસ છે કે તારી સાથે હું રહી શકતી નથી, અને મારું સપનું છે કે તું એક સફળ પોલીસ ઓફિસર બને તે માટે તારી માતાનો સપનું પૂરું કરજે’ આમ લખીને તેમણે ગળાફાંસો ખાઈ લીધો હતો અને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. તેણે કહ્યું હતું કે આ કારણ માટે તારા પિતા જવાબદાર છે.

તેથી પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. અને પોલીસે માતાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. અને પિતાને પોલીસે ધરપકડ કરી દીધી હતી. ત્યારબાદ તેમના પરિવારજનોની આ ઘટનાની જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને દીકરીને સંભાળવામાં આવી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *