અત્યારના જમાનામાં બાળકોને અથવા તો યુવાન વયના યુવતીઓને કે યુવાન કિશોરોને ઠપકો આપવા માં પણ સારું નથી કારણ કે તેઓને ખોટું લાગી જતા તેઓ ન કરવાનુંકામ કરી દે છે અને ન થવાનું થઈ શકે છે એટલે કે બાળકોને યુવાન વયના કોઈપણ ને જોકોઈ વ્યક્તિ તેના સારા માટે કે ભવિષ્યમાં ભૂલો ન કરે એટલા માટે મીઠો ઠપકો આપતા હોય છે પણ તેઓ સહન કરી શકતા નથી.
અને તેઓ મનમાં વિચારોમાં ચડી જાય છે ને સમાજની વિરુદ્ધ નું કાર્ય કરી લેતા હોય છે અથવા તો ઘરેથી ભાગી જતા હોય છે આવા કિસ્સા તો આપણે જ આપણી આસપાસ લોકો દ્વારા સાંભળ્યા જ હશે.આવો જ બનાવ બન્યો હતો ગત દિવસોમાં જેની વિસ્તારમાં જો વાત કરીયે તો આપણને પણ વિશ્વાસ ન આવે તેઓ બનાવ થયો હતો સામાન્ય બાબતને લઈને યુવતીના મનમાં લાગી આવી.
અને તે ત્યાંથી ભાગી ગઈ હતી એટલે કે એક પરિવારમાં સવારે પરિવારના સભ્યો સવાર નો નાસ્તો કરવા બેઠા ત્યારે બાળકો મસ્તી કરી રહ્યા હોવાથી ચા યુવતિ દ્વારા ભૂલમાં ચા ઢોળાય ગય હતી, જેથી માતા-પિતાએ ઠપકો આપયો હતો પરંતુ તેના ભાઈ નો વાંક હોવાના કારણે તેનાથી ચા ઢોળાય હતી છતાં તેને ઠપકો મળતા આ બાળકી ને મનમાં લાગી આવ્યું હતું
અને આ નાની અમથી વાતને જ મનમાં રાખી મોટું પગલું પોતાની જ જાતે ભરી લીધું અને પછી તો આ 12 વર્ષની કિશોરી થેલામાં પોતાના બધા કપડાં ભરીને ઘરેથી નીકળી ગઈ હતી જૂનાગઢના બીલખા ગામ માં તેના માસીના ઘરે તે જવા માટે નીકળી ગઈ હતી. આ કિશોરી જજીસ બંગલા ચોકી નજીક બેઠી હતી પાંચ કલાક સુધી બાળકી થેલી લઈને બેઠી હોવા ત્યાં ના જાગૃત નાગરિકો એ પોલીસને જાણ કરી હતી.
જેથી પોલીસે તેના માતા-પિતાને શોધખોળ કરીને બાળકીને તેમને સોંપી દીધી હતી આ વિશે વાત કરતાં વસ્ત્રાપુર પી.આઈ ખાંભલા એ જણાવ્યું હતું કે રવિવારે બપોરે બાર વાગ્યાથી એક કિશોરી કપડા પહેરેલી થેલો લઈને જજીસ બંગલા ચોકી પાસે બેઠી હતી. સતત પાંચથી છ કલાક સુધી બેસવાના કારણે તેના માતા-પિતાની શોધખોળ કર્યા બાદ તેમને સોંપવામાં આવી હતી સૌપ્રથમ કિશોરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.
ત્યારબાદ તેના માતા-પિતાની શોધખોળ કરી અને તેઓને બાળકી સોંપવામાં આવી હતી પોલીસે કિશોરની પુછપરછ કરતાં તે શરૂઆતમાં ગોળગોળ વાતો કરી રહી હતી જ્યારે પોલીસે તેની બેસાડીને શાંતિથી પૂછતાં જ કરતા કિશોરીએ કહ્યું હતું. કે તે બોપલ વિસ્તારમાં ચોપડામાં માતા-પિતા ભાઈ-બહેન સાથે રહેતી હતી સવારે ચા ઢોળાઈ જતા માતા-પિતાએ તેને ઠપકો આપ્યો હતો જેથી મનમાં લાગી આવતા કિશોરીએ થેલામાં કપડાં પહેરીને,
જૂનાગઢમાં બિલખા ગામમાં રહેતા તેના માસીના ઘરે જવા માટે નીકળી હતી, પરંતુ સાંજ પડી જતા સ્થાનિક રહીશોને શંકા જતાં પોલીસને જાણ કરી હતી ત્યારબાદ પોલીસે રાત્રે બાર વાગ્યે પૂનમના ઘર સુધી પહોંચી હતી અને તેના માતા-પિતાને પૂનમ ને સોંપી હતી અને માતા-પિતાને પણ કહેવામાં આવ્યું હતું કે બાળકોને મનમાં લાગી આવે એવો ઠપકો આપવો નહીં નહીંતર બાળકો ન કરવાનું કાર્ય પણ કરી બેસે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]