Breaking News

પ્રેમિકાને ગીફ્ટ આપવા માટે યુવકે પોતાના ઘરે જ લુંટ કરી, માતાએ આપ્યો સાથ.. અને પછી જે થયું..!

આજકાલ મારપીટ અને લૂંટફાટના કેસો ખૂબ વધી રહ્યા છે. ત્યારે જામનગરના નવાગામના ઘેડ વિસ્તારમાં આવેલી ઈન્દીરા સોસાયટીમાં રહેતી એક મહિલાએ સવાર સવારમાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન લગાવ્યો હતો. અને એકી શ્વાસે બોલવા લાગી કે અમારા ઘરે બંદૂક લઇને ત્રણ લોકો ઘૂસી આવ્યા હતા અને તેઓએ 30000 રૂપિયા તેમજ તેની સાથે 11 તોલા સોનાની પણ ચોરી કરી લીધી છે…

અમને અમારો સામાન ગમે તે રીતે પાછો અપાવો. મહિલાએ કંટ્રોલરૂમમાં આ પ્રકારની જાણ કરતા પોલીસનો કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળની તપાસ શરૂ કરી હતી. તેમજ પરિવારના દરેક સભ્યોના સ્ટેટમેન્ટ પણ લીધા હતા. પરિવાર પોલીસ સામે આજીજી કરતો હતો કે તેઓને તેઓના ચોરી થઈ ગયેલો માલ સામાન જલ્દી જલ્દી પરત મળે…

તે માટે પોલીસે તે વિસ્તારમાં આવેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. પરંતુ તેમાં કોઇ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો કરતુત નજરે આવી નહોતી. તેથી પોલીસે વારંવાર ઘરના સભ્યોની સાથે પુછતાછ કરી હતી. તો ઘરના માલિક કિશોરભાઈ તેમજ તેમની પત્નીએ જુદા જુદા નિવેદનો આપ્યા હતા…

અને જણાવ્યું હતું કે લુંટ કરવા આવેલા લૂંટારુઓની પાછળ તેમનો પુત્ર બાબુ દોડીને ગયો હતો. ત્યારબાદ બાબુને કોલ કરીને ઘરે બોલાવ્યો અને કડક પુછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો. બાબુએ પૂછતાછમાં કહ્યું કે 5-6 વર્ષ પહેલા તેના લગ્ન તૂટી ગયા હતા. અને તેની પત્નીએ તમામ દાગીના પરત આપી દીધા હતા.

પરંતુ આ લગ્ન તૂટ્યા બાદ તેનું બીજે કોઈપણ જગ્યાએ લગ્નજીવન બંધાઈ રહ્યું ન હતું. તેમજ કોરોના લોકડાઉન પૂર્ણ થતા તે જબલપુર ખાતે નોકરી માટે ગયો હતો. ત્યાં એક યુવતી સાથે પ્રેમ માં બંધાયો હતો. તેમજ તેને કબડ્ડી રમવાનો પણ બોવ શોખ હતો. તે રાજ્યકક્ષાનો કબડ્ડી પ્લેયર પણ હતો.

તેમજ તેની પ્રેમિકાને મોટા મોટા પેટ ઉપહાર આપવા માટે અને કબડ્ડી નો શોખ પૂરો કરવા તેની પાસે પૈસા નહોતા. તેથી તેની નજર પાંચથી છ વર્ષ પહેલા ઘર છોડીને ચાલી ગયેલી પોતાની પત્નીના દાગીના ઉપર હતી. બાબુએ મગજ વાપરી ને પોતાના ઘરમાં ચોરી કરાવી હતી.

ત્યારબાદ તેને વેચી નાખ્યો હતો. આ ઘટનાની જાણ બાબુના પિતા કિશોરભાઈ તેમજ તેની માતાને થતા તેઓના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી કારણ કે પોતાનો જ લાડકવાયો દીકરો ઘરમાં લુંટ કરાવવાનું નાટક કરીને પૈસા વાપરી રાખડી ખાઈ તે યોગ્ય ન કેહવાય. આ સમગ્ર ઘટના સામે આવતા બાબુનો ભાંડો ફૂટી ગયો હતો.

તેમજ તેનાં માતા-પિતાનો વિશ્વાસ પણ તેના પરથી ઉઠી ગયો હતો. પરંતુ આ ભાંડો ફુટયા બાદ પણ હજુ તો કંઈક જુદું થવાની વાર જ હતી. કારણ કે પોલીસને બાબુ ના પિતા અને તેની માતાના નિવેદનોમાં જુદા જુદા વિરોધાભાસ થયો હતો. તેથી તેની માતાની પૂછપરછ પણ ખૂબ કડક રીતે કરવામાં આવી અને અંતે તેની માતાએ પણ જણાવ્યું હતું કે પુત્રની આ લૂંટ કહાનીમાં તેણે તેના પુત્રનું સાથ આપ્યો હતો.

આ ઘટના બન્યા બાદ બાબુ અને તેની માતા ના બંને ના આ કાર્યોની જાણ થતા તેના પિતા ખૂબ જ ભાંગી પડયા હતા. ઘરના લોકો જ ઘરના સભ્ય સાથે દગો કરીને લુંટ બોલાવે એટલે કોઇપણ માણસને માનસિક સ્થિતિ પર અસર થાય જ. હાલ પોલીસ આ ઘટના અંગે આગામી તપાસ કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *