Breaking News

પ્રેમીએ પ્રેમિકાને ઘરે મળવા બોલાવી મારીને પતાવી દીધી પછી પોતે કર્યો આપઘાત, બંનેને લોહીથી લથબથ જોઇને પરિવાર ભાન ભૂલી ગયું..!!!

આજની યુવાન પેઢીના યુવક યુવતીઓ પોતાની જાતે એકબીજા સાથે સંબંધ બનાવી રહ્યા છે. પોતાના પરિવારથી વિરુદ્ધ જઈને તેઓ પ્રેમ સંબંધમાં એવી ઘટનાઓ કરી રહ્યા છે જે જાણીને પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના ગ્વાલિયર જિલ્લાના ભીતરવારના મોહનગઢમાં બની હતી.

બે પરિવારના યુવક-યુવતીઓ પોતાના સંબંધને સમજી શક્યા નહીં, આ બંને પરિવાર એકબીજાની સામ-સામે રહેતા હતા. પરિવારના ઘર એક જ ગામમાં સામસામે છે. જેમાં એક પરિવારના યુવક ભૂપેન્દ્ર જાટ અને બીજા પરિવારના યુવક બાલમુકુંદ ચૌહાણ તેમના પરિવાર સાથે રહે છે. જેમાં ભુપેન્દ્ર જાટનો દીકરો પવન કુમાર તેમની ઉંમર 27 વર્ષની છે.

અને બાલમુકુંદ ચૌહાણની દીકરી માલતી તેમની ઉંમર 22 વર્ષની છે. બંને સારા એવા મિત્રો હતા. સામ સામે રહેતા હોવાને કારણે એકબીજાને અવારનવાર તેઓ મળતા હતા. બંને વચ્ચે સારી એવી મિત્રતામાંથી પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને એકબીજા સાથે લગ્ન કરવા માગતા પરંતુ પરિવારના લોકો તેમના સંબંધને લઈને ના કહેતા હતા.

કારણ કે ગામમાં તેઓની ઈજ્જત નહીં રહે તેમ વિચારીને તેમના દીકરા દીકરીઓના લગ્ન કરાવ્યા નહિ. માલતીના પરિવારના લોકોએ માલતીના લગ્ન સગા સંબંધીઓની હાજરીમાં દતિયાના ઇન્દરગઢમાં રહેતા પરિવારના યુવક સાથે કરાવ્યા હતા. આ યુવકનું નામ સોનુ ચૌહાણ હતું પરંતુ સોનુ સાથે માલતીને રહેવું ન હોવાને કારણે તેમણે સોનું સાથે છૂટાછેડા લઈ લીધા હતા.

માલતી છુટાછેડા પછી તેમના પિયરના લોકો સાથે રહેવા લાગી હતી અને તેણે પવન સાથે વાતચીત ચાલુ કરી હતી પરંતુ પરિવારના લોકોએ ગ્વાલિયરના જ એક પરિવારના યુવક સાથે ફરી લગ્ન કરાવ્યા હતા. માલતી તેમના સાસરીયે રહેવા જતી રહી હતી ત્યારબાદ પણ તે પવનને ભૂલી શકી નહીં.

જેના કારણે એક દિવસ તે સાસરિયાંઓ માટે મીઠાઈ બનાવવા માટે તેના પિયર આવી ત્યારે પવનને જાણ થઈ હતી કે માલતી પોતાના ઘરે આવે છે ત્યારે પવનને માલતીને પોતાની પાસે બોલાવી હતી. થોડી વાર માટે પોતાના ઘરે બોલાવીને વાતચીત કરવા માંગતો હતો. માલતીનો ભાઈ હરિઓમને આ વાતની જાણ હતી.

જેના કારણે તેને માલતીને પવનના ઘરે જતી જોઈ ત્યારબાદ થોડીવાર પછી હરિઓમ પવનના ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો. તે સમયે જ અચાનક ઘરમાંથી ધડાકેદાર અવાજ સંભળાયો હતો. તરત જ હરિઓમ દોડતો દોડતો પવનના ઘરે ગયો અને તેણે જોયું તો તેમની બહેન માલતી લોહી લુહાણ હાલતમાં પડી હતી.

અને તેને માથામાં ગોળી પવનને દાબી દીધી હતી ,જેના કારણે ત્યાંને ત્યાં જ માલતીનું મૃત્યુ થયું ત્યારબાદ પવન પોતાને ‘એકલો હવે તે જીવી લઈ શકે’ તેમ વિચારીને પોતાના માથા પર પણ તેણે ગોળી દાબીને આપઘાત કરવાની કોશિશ કરી હતી પરંતુ એટલી જ વારમાં પરિવારના લોકો ભેગા થઈ જતા તેમને તરત જ ગ્વાલિયરની ભીતરવાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

અને ત્યાં તાત્કાલિક સારવાર ચાલુ કરાઈ જેના કારણે પવનનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. પરંતુ તેમની હાલત ખૂબ જ નાજુક છે. માલતીનું મૃત્યુ થઈ ગયું હતું. પરિવારના લોકોએ સાસરિયાઓને આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે સાસરિયાંઓ અને તેમનો પતિ તરત જ ભીતરવાર ગામમાં પહોંચ્યા હતા. માલતી સાથે આવી કરણ ઘટના બની જતા પરિવારના લોકો આઘાત સહન કરી શક્યા નહીં. પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *