આજની યુવાન પેઢી ખૂબ જ ખરાબ રસ્તે દોરાઈ રહી છે. અવારનવાર યુવક યુવતીઓ જાતે જ મિત્રતા રાખી ધીમે ધીમે પ્રેમ સંબંધમાં આવી રહ્યા છે. તેઓ પોતાના પરિવારજનોની વિરુદ્ધ જઈને ઘણા બધા ગંભીર બનાવો પોતાની સાથે કરી રહ્યા છે અને તેમના પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.
આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.આ ઘટના જયપુરમાં રહેતી યુવતી અને રાજકોટમાં રહેતા યુવક સાથે બની હતી. રાજગઢમાં રહેતા પરિવારનો દીકરો જેનું નામ યોગેશ હતું. યોગેશની ઉંમર 22 વર્ષની હતી અને તે 9 ધોરણ સુધી જ ભણ્યો હતો. 9 ધોરણ પાસ કર્યા બાદ તે પોતાના મામાના ઘરે જયપુર રહેવા માટે ગયો હતો.
તે રાજકોટથી જયપુર છ મહિના પહેલા સારા એવા ધંધા માટે ગયો હતો. તે સમયે જયપુરમાં રહેતી મુરલીપુરા વિસ્તારની એક યુવતી સાથે તેને આંખ મળી હતી, યુવતીનું નામ જ્યોતિ હતું. જ્યોતિ કોચિંગ ક્લાસીસમાં અભ્યાસ કરાવી રહી હતી. તે કોચિંગ ક્લાસીસમાં નોકરી કરીને તેમના પરિવારજનોને આર્થિક મદદ કરતી હતી.
જ્યોતિની ઉંમર 20 વર્ષની હતી. તેને રસ્તામાં યોગેશ મળ્યો હતો. જેના કારણે બંનેની ઓળખાણ થઈ હતી. ઓળખાણ થતા બંને ધીમે ધીમે મિત્રતામાં આવ્યા હતા. અને ત્યારબાદ બંને વાતો કરતા હતા, જેના કારણે પ્રેમ સંબંધમાં બંધાઈ ગયા હતા. ત્યારબાદ ત્રણ મહિના સુધી બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલ્યો હતો. ત્યારબાદ બંને લગ્ન કરવાનું વિચાર્યું હતું.
જેના કારણે યુવક યુવતીએ પોતાના પરિવારજનોને લગ્ન કરવાની વાત જણાવી હતી. તે સમયે યોગેશના પરિવારજનો લગ્ન માટે માની ગયા હતા પરંતુ જ્યોતિના પરિવારજનોએ ના પાડી હતી, તેના કારણે જ્યોતિ યોગેશ સાથે લગ્ન કરવા માગતી હતી. તે અવારનવાર મોબાઇલ ફોન પર યોગેશ સાથે વાત કરતી હતી.
જેના કારણે જ્યોતિના કાકાનો દીકરાને આ વાતની જાણ થતાં તેણે જ્યોતિ સાથે મારપીટ કરી હતી અને તેનો મોબાઇલ લઇ લીધો હતો. ત્યારબાદ એક દિવસ પરિવારજનોને ખબર ન રહેતા જ્યોતિ રાજગઢમાં જતી બસમાં ચડી ગઈ હતી અને તે રાજગઢ યોગેશ પાસે પહોંચી ગઈ હતી. ત્યારબાદ બંને દિલ્હીમાં જઈને આર્ય સમાજમાં લવ મેરેજ કરી લીધા હતા.
તેઓ રાજકોટ પાછા આવ્યા હતા. બંનેએ કોર્ટમાંથી લગ્નના દસ્તાવેજ પણ લઈ લીધા હતા. જ્યોતિએ ગ્રેજ્યુએશન કર્યું હતું અને યોગેશ ધોરણ 9 પાસ હોવાને કારણે જ્યોતિના પરિવારજનોને આ ઘટનાની જાણ થતા તેઓએ બંનેને મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે બંને એસપી ઓફિસ પહોંચ્યા હતા.
અને તેમની સુરક્ષાની આજીજી એસપી ઓફિસના ઓફિસરોને કરી હતી. પરિવારજનોથી બચવા માટે બંને પોતાની સુરક્ષા મળે તેની અપીલ કરી હતી. જ્યોતિના પરિવારજનો બંને જણાને શોધી રહ્યા હતા. આવી ઘટનાઓ આજકાલ ખૂબ જ બની રહી છે આપણી આસપાસ પણ આવી આવી ઘટનાઓ જોવા મળી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]