Breaking News

પ્રેમલગ્નના 1 વર્ષ બાદ યુવકે આપઘાત કર્યો, ચાર પાનાંની સુસાઈડ નોટ વાંચીને શરીરમાંથી કંપારી છૂટી જશે..!

આજના સમયમાં કેટલાક યુવાનો પોતાના માતા-પિતાની વાત ન માનીને પ્રેમ લગ્ન કરતા હોય છે. ત્યારબાદ તેમને પસ્તાવાનો વારો આવે છે. આવો જ એક બનાવો રાજસ્થાનના જોધપુરના ભડવસિયા વિસ્તારમાં બન્યો છે. જોધપુરના ભડવસિયા વિસ્તારમાં રહેતો લક્ષ્મણ થોડા મહિના પહેલા ઘરેથી ભાગી ગયો હતો. તેણે અમદાવાદ જઈને એક યુવતી સાથે લગ્ન કર્યા હતા…

ત્યારબાદ યુવતીના પરિવારજનોએ તેના ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જોધપુરમાં એડીસીપી તરીકે ફરજ બજાવતા નજીમ અલીએ યુવતી ની જાણ થતા તેને તેના માતા-પિતાને સોંપી દીધી હતી. ત્યારે લક્ષ્મણ એ યુવતીને પોતાની સાથે રહે તે માટે કોર્ટમાં અરજી લખાવી હતી…

હાઇકોર્ટના આદેશના અનુસંધાન પ્રમાણે તે યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવી હતી. ત્યારે યુવતીએ પોતાના પતિ એટલે કે લક્ષ્મણને બદલે પોતાના માતા પિતા સાથે રહેવાનું નક્કી કર્યું હતું. જેથી કોર્ટે યુવતીને પોતાના માતા-પિતા સાથે પરત મોકલવા માટેના આદેશો આપ્યા હતા. જેથી લક્ષ્મણ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો…

લક્ષ્મણ જોધપુર જિલ્લાના સેટેલાઈટ હોસ્પિટલમાં મેઇલ નર્સ તરીકે ફરજ બજાવતો હતો. હાઇકોર્ટ દ્વારા તે યુવતીને તેના માતા પિતાને સોંપી દેવામાં આવી હતી. તેથી લક્ષ્મણ પોતાના માતા-પિતાને મોં બતાવવા લાયક રહ્યો ન હતો. જેથી તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. તેણે ગઈકાલે રાત્રે પોતાના હાથની નસ કાપીને આત્મહત્યા કરી લીધી હતી…

આત્મહત્યા કરતા પહેલા તેણે 4 પાનાની સુસાઇડ નોટ લખી હતી. આત્મહત્યાની જાણ લક્ષ્મણના પડોશીને થતા તેમણે તરત જ તેના પિતાને આ બાબતે જાણ કરી હતી. જેથી તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ છે. આ ઘટના અંગે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે લક્ષ્મણએ આત્મહત્યા કરી તે પહેલા તેની યુવતી સાથે ફોન પર લાંબી વાતચીત થઈ હતી…

પોલીસ દ્વારા લક્ષ્મણના મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહ તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. લક્ષ્મણે આત્મહત્યા પહેલા લખેલી સુસાઇડ નોટ વાંચીને તેના માતા-પિતાની આંખમાંથી આંસુઓ સરી પડ્યા છે. સુસાઇડ નોટમાં તેણે લખ્યું હતું કે મારા મૃત્યુની જવાબદાર મારી પત્ની છે..

જેના માટે મેં ઘર છોડ્યું તેણે મને છોડી દીધો. હું અંદરથી સંપૂર્ણપણે તૂટી ચૂક્યો છુ. જેથી હું કોઈને આ બાબતે કહી પણ નથી શક્યો. હું હંમેશા તમારી વિરુદ્ધ રહ્યો છું પણ છતાં તમે મારી સાથે હંમેશા રહ્યા છો. તમે મારા સારસંભાળમાં ક્યારેય કોઈપણ વસ્તુની કમી રહેવા દીધી નથી. મેં જે પણ માગ્યો તેનાથી વધારે આપ્યું છે. પરંતુ હું તમારા સપના પૂરા કરી શક્યો નહિ. મને માફ કરશો…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *