પ્રવાસીઓની બસ ખીણમાં ઉતરી જતા એક સાથે 41 યાત્રીઓના જીવ તાળવે ચોંટયા, હેમખેમ બારી તોડીને જીવ બચાવવામાં ફીણ આવી ગયા..!

હાલના સમયમાં લોકો સાથે ઘણી બધી ગંભીર દુર્ઘટનાઓ બની રહી છે. દિવસેને દિવસે આવી ઘટનાઓ બનતા ઘણા બધા લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.જેમાં અકસ્માતો સર્જાતા ઘણા બધા લોકો પોતાના જીવ ગુમાવ્યા છે. આજકાલ લોકો પોતાનું વાહન ઉતાવળમાં ચલાવીને બીજા લોકો સાથે અકસ્માતો સર્જી રહ્યા છે.

અકસ્માતો સર્જાતા નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક અકસ્માતની ગંભીર ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના મહેસાણા જિલ્લાના પ્રવાસીઓ સાથે બની હતી. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઘણા બધા લોકો પ્રવાસ માટે બસ કરીને પ્રવાસીઓ નીકળ્યા હતા. પ્રવાસ તમિલનાડુનો હતો.

જેને કારણે 35 જેટલા પ્રવાસીઓ અને તેમની સાથે 5 રસોઈયા હતા. સૌ લોકો તમિલનાડુના પ્રવાસે નીકળ્યા હતા. તમિલનાડુના પ્રવાસમાં પહોંચતા સમયે તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. તેમની સાથે ખૂબ જ જીવલેણ અકસ્માત સર્જાઈ ગયો હતો. પ્રવાસીઓ તમિલનાડુ પહોંચે તે પહેલા જ રસ્તામાં અકસ્માત નડ્યો હતો.

તમિલનાડુના ખોડાઈ કેનાલ નજીક રોડની સાઈડમાં તેમની સાથે અકસ્માત સર્જાયો હતો. બસમાં બસ ડ્રાઇવર તેમજ ઊંઝા તાલુકાના 36 પ્રવાસીઓ અને 5 રસોયાઓ સૌ કોઈ બસમાં બેસીને ભજન-કીર્તન સાથે તમિલનાડુમાં જઈ રહ્યા હતા.  ખોડાઈ કેનાલ નજીક અચાનક જ ટન લેતા બસ ચાલકે પોતાનું કાબુ ગુમાવ્યું હતું.

જેને કારણે બસ રોડની સાઈડમાં ખીણમાં ઉતરી ગઈ હતી. ખીણમાં ઉતરી જતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. લોકો બુમાબુમ કરવા લાગ્યા હતા પરંતુ તે લોકોના નસીબ સારા હશે. જેને કારણે બસ ખાડામાં ઉતરી જતા આગળ રહેલી ઝાડિયોમાં બસ ફસાઈ ગઈ હતી. જેને કારણે ખીણમાં બસ પડતા પડતા બચી ગઈ હતી.

બસમાં બેઠેલા લોકોનો જીવ અધ્ધર થઇ ગયા હતા. તેઓને મોત દેખાઈ ગયું હતું. તે સમયે પાછળના ભાગમાંથી બસના કાચો તોડીને દરેક મુસાફરોને ધીમે ધીમે બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ વિસ્તારની પોલીસને અકસ્માતની જાણ કરવામાં આવી હતી. જેને કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતની તપાસ કરી રહી હતી.

પ્રવાસીઓ સાથે આવો ગોજારો અકસ્માત સર્જાઈ જતા તેઓને મોત દેખાઈ ગયું હતું. અકસ્માતમાં બસ ખીણમાં જતા બચી ગઈ હતી. જોકે બસ અડધી નમી ગઈ હતી. જેને કારણે આગળની બાજુથી મુસાફરોને પાછળ લાવવામાં આવ્યા હતા. પાછળની બાજુથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેને કારણે દરેક મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા. માંડ માંડ 41 પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment