Breaking News

પોતાની સગી માતાને ભગાડી જનાર યુવકને પુત્રએ છરી લઈને ટીંચી નાખ્યો, અને પછી તો થયું એવું કે જાણીને ચોંકી જશો..!

આજકાલ લોકો જૂની અદાવતોને પણ વર્ષો સુધી મનમાં રાખે છે અને મોકો મળતા જ એકબીજા સાથે બદલો લેવાની ભાવનાથી એકબીજા ઉપર તૂટી પડતા હોય છે. ગઈકાલે ભાવનગર જિલ્લાના વરતેજ તાલુકાના સરતાનપર ગામની અંદર એક જૂની અદાવતના કારણે એક યુવકને છડી વડે રહેસી નાખવામાં આવ્યો હતો..

આ બનાવ જાણ્યા બાદ તમે પણ ચોંકી ઉઠશો.. ભાવનગર જિલ્લાના સરતાનપર ગામમાં કાળુભાઈ રવજીભાઈ મકવાણા નામનો 24 વરસનો યુવક રહેતો હતો. તે આજથી પાંચ વર્ષ પહેલા કાનાભાઈ પોપટભાઈ રાઠોડની સગી માતાને ભગાડીને લઈ ગયો હતો. જ્યારે કાનાભાઈ પોપટભાઈ રાઠોડને જાણ થઈ કે તેની સગી માતા કાળુભાઈ રવજીભાઈ મકવાણા નામના યુવક સાથે ભાગી ગઈ છે..

ત્યારે તેને આ વાતને પોતાના મનમાં ગાંઠ મળીને રાખી હતી અને મોકો મળતા કાળુ રવજી મકવાણા સાથે બદલો લેવાની ભાવના મનમાં પેદા કરી લીધી હતી. પોતાની માતાને ભગાડી જનારા યુવક ને એક દિવસ ઢાળી દેશે તેવી વિચારધારા ધરાવતો હતો અને આ યુવક એટલો બધો ગુસ્સે ભરાયો હતો કે જેની ન પૂછો વાત..

પાંચ વર્ષ બાદ કાળુ મકવાણા તેની બહેનના ઘરે ખેત મજૂરી કરવા માટે ગયો હતો. તેની બહેન બુધેલ ગામમાં રહેતી હતી. અને ખેતરમાં મજૂરી કામ કરતી હતી. કાનાભાઈ પોપટભાઈ રાઠોડને જાણ થાય કે તેની માતાને ભગાડી જનારી યુવક બુધેલ ગામમાં એક ખેતરમાં મજૂરી કામ કરવા માટે ગયો છે. ત્યારે તે તેનું ઘર શોધીને ત્યાં આવી પહોંચ્યું હતું…

અને ઘરની બહાર ઉભો રહી જોર જોરથી ગાળો બોલવા લાગ્યો હતો અને ગાળો સાંભળતા જ કાળું મકવાણા ત્યાં બહાર આવી નીકળ્યો એવામાં કાના રાઠોડએ તેને જોર જોરથી ગાળો દીધી અને જોત જોતામા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો પણ થઈ ગયો હતો. કાનાએ પોતાની પાસે રહેલી છરી કાઢી હતી અને કાળુ મકવાણા ઉપર હુમલો કરી દીધો હતો..

અને છરીના ઉપરા ઉપરી ઘા જીકીને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ તમામ દ્રશ્ય જોઈને આસપાસના વ્યક્તિઓ પણ ખૂબ જ હચમચી ગયા હતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તે હોસ્પિટલ પહોંચી એ પહેલાં તેનું મૃત્યુ થયું હતું…

આ મારા મારીમાં કાના રાઠોડને પણ ગંભીર ઈજા પહોંચી હતી. એટલા માટે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે કાળુ મકવાણાની બહેન નીતા એ આરોપી કાના રાઠોડ સામે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કર્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ખૂબ જ જુના બનાવોને પણ વર્ષો સુધી દાઢમાં રાખવામાં આવે છે અને મોકો મળતા જ મનમાં બાંધેલી ગાંઠને છોડીને લોકો એકબીજા ઉપર તૂટી પડતા હોય છે. આવા કેટલા બનાવો સામે આવી ચૂક્યા છે. અને હાલ વધુ એક આ પ્રકારનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *