Breaking News

પોલીસને બાતમી મળતા જ ફ્લેટ ઉપર છાપો માર્યો, દરવાજો ખોલતા જ 6 નામચીન બિલ્ડરોની એવી હરકતો આવી સામે કે જાણીને ચોંકી ઉઠશો..!

ગુજરાતમાં ઘણી ઘણી ચીજ વસ્તુઓને લઈને નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે. જેથી કરીને રાજ્યના લોકોની સુરક્ષામાં કોઈપણ ભંગ ન થાય. આ ઉપરાંત કેટલીક ગેરકાયદેસર ચીજ વસ્તુ અને ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે સાથે નશાકારક ચીજ વસ્તુઓ અને અમુક ખરાબ પ્રવૃત્તિઓ ઉપર પણ પોલીસ હંમેશા નજર રાખે છે..

જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર ચીજ વસ્તુઓ તેમજ પ્રવૃત્તિઓ કરતો પકડાય કે તેને તરત જ દબોચી લેવામાં આવતો હોય છે. હાલ વલસાડના વાપીના નામધા ખાતે પોલીસને બાતમી મળી હતી એ બાતમી મુજબ પોલીસે હનુમંત રેસિડેન્સીના એક ફ્લેટમાં છાપો માર્યો હતો. પોલીસને અવારનવાર તેમના ખબરીઓ તરફથી બાતમી મળતી હોય છે કે આ વિસ્તારની અંદર ખૂબ જ ખોટું કામ ચાલી રહ્યું છે..

તેમજ આ વિસ્તારની અંદર ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસ છાપો મારે છે. એને કાળા કારનામા કરનાર લોકોને પકડી પાડે છે. આવી જ વાતને વાપી ટાઉન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર બીજે સરવૈયાને મળી હતી. એટલે તેઓ તેમની ટીમને લઈને સાંજના સમયે હનુમંત રેસિડેન્સીના ચોથા માળે છાપો માર્યો હતો..

ત્યાં જઈને ફ્લેટનો દરવાજો ખોલતા જ અંદરથી કુલ છ કરતા વધારે લોકો ભાગમ દોડ કરવા લાગ્યા હતા. પોલીસે જોયું તો તેઓ ભેગા મળીને જુગારનો ખેલ રમી રહ્યા હતા. પોલીસ તાત્કાલિક ધોરણે આ છ એ છ વ્યક્તિને પકડવા લાગી હતી. કોઈ વ્યક્તિ રસોડામાં છુપાઈ ગયો તો. કોઈ વ્યક્તિ હોલમાં છુપાઈ ગયો હતો. તેઓ ખૂબ જ ખુલ્લા મનથી જુગાર રમી રહ્યા હતા..

તેઓને શી ખબર કે પોલીસ આવી પડશે. પરંતુ અચાનક પોલીસ આવતા તેઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. પોલીસે છાપો મારીને આ રૂમની અંદરથી 30 હજાર રૂપિયા રોકડા તેમજ અન્ય એક લાખ 73 હજાર રૂપિયા સાથે 6 મોબાઈલ ફોન કે જેની કુલ કિંમત 75 હજાર રૂપિયા છે. આ સાથે 20 લાખ રૂપિયાની એક ફોર્ચ્યુનર ગાડી બે બાઈક સહિત કુલ 23 લાખ 62000 રૂપિયાનો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો છે..

આ સાથે સાથે જુગાર રમતા યુવકોને પકડી પાડ્યા છે. તપાસ કરતાં જણાવ્યું કે, આ છ યુવકો વાપી વિસ્તારના ખૂબ જ નામચીન બિલ્ડરો છે. આ છ આ છ એ છ બિલ્ડરોને જુગાર ધારાની એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સાથે સાથે પોલીસને એવી પણ માહિતી મળી છે કે, ખાનગી હોટલોમાં પણ જુગારનો વેપલો ધમધમી રહ્યો છે.

હનુમંત રેસિડેન્સીનો બિલ્ડર દર્શક ભરત મહેતા આ ફ્લેટની અંદર અન્ય બિલ્ડરોને બોલાવીને હારજીતનો જુગાર રમાડી રહ્યો હતો. પોલીસે આ તમામ હાઈ પ્રોફાઈલ લોકોને પકડી પડ્યા છે. અને તમામ ચીજ વસ્તુને જપ્ત કરી છે. આ બિલ્ડરોમાં દર્શક ભરત મહેતા, નીતિન ડાહ્યાભાઈ પટેલ, અશ્વિન લક્ષ્મણભાઈ પટેલ, યોગેશ રસિક મહેતા, સંતોષ રમેશભાઈ જાદવ, ચંદુ રાજા રાજપુત સહિતના લોકોનો સમાવેશ થાય છે..

આ તમામ લોકો વલસાડ જિલ્લાના રહેવાસી છે. પોલીસે આ રેડને પગલે સંદેશો જાહેર કરી દીધો છે કે, જો વલસાડ કે વાપી જિલ્લામાં જે કોઈ વ્યક્તિ ગોરખ ધંધાઓ સાથે સંકળાયેલા હશે. તેઓને પકડી પકડીને સજા આપવામાં આવશે. પોલીસની આ કડક કાર્યવાહીને પગલે ગોરખધંધા કરનાર લોકો ક્યાંક ભોંયતળિયામાં છુપાઈને બેસી ગયા હશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *