ઘરેલુ કંકાસ અથવા તો પ્રેમ પ્રકરણમાં થયેલા ઝઘડાના કારણે અથવા તો આર્થિક તંગી અનુભવવાને કારણે ઘણા લોકો ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવી લેવાના પ્રયાસો કરતા હોય છે. પરંતુ આજે જામનગરના આલીયા બાડા માં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં પોલીસના ત્રાસથી કંટાળીને એક યુવાને ઝેરી દવા પી લીધી છે.
જામનગરના આલિયા બાડા ગામમાં ભરતભાઈ મકવાણા નો પરિવાર વર્ષોથી વસવાટ કરે છે. તેનો 22 વર્ષનો દીકરો કિશન મકવાણા આજે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. કિશન મકવાણા એ ઝેરી દવા પીધી એ પહેલાં તેણે એક વિડીયો બનાવ્યો હતો. જે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર જાહેર થતાં ખળભળાટ મચી ગયો છે…
કારણ કે વિડીયોમાં તે જણાવી રહ્યો છે કે પોલીસના અધિકારીઓ અને વારંવાર ઉંચકીને પોલીસ સ્ટેશન લઇ જાય છે. અને મારા ઉપર દારૂના ધંધા કરવાના આરોપ લગાવે છે. મેં ક્યારેય પણ દારૂનો ધંધો કર્યો નથી. છતાં પણ તેઓ મારા ઉપર ગંભીર આરોપ લગાવે છે. જેના કારણે મારી બદનામી થાય છે.
પોલીસ મારા ઘર સુધી આવીને મને ઘસડીને લઈ જાય છે. તેથી મારા પિતાએ પણ મને ઘરેથી કાઢી મૂક્યો છે. હવે મારે કરવું તો કરવું શું…? આ પ્રકારના શબ્દો બોલતા બોલતા કિશન મકવાણા ઝેરી દવા ના ઘૂંટડા પી જાય છે. અંતે તે જણાવે છે કે હું દવા પોલીસવાળા ના ત્રાસના કારણે પીવું છું…
તેમજ તે અન્ય ત્રણ થી ચાર પોલીસ કર્મીઓના નામ પણ જણાવે .છે અને કહે છે કે આ પોલીસકર્મીઓ મારા મોત બાદ સસ્પેન્ડ થવા જોઈએ. કારણ કે તેઓએ મને ખૂબ જ ત્રાસ પહોંચાડ્યો છે. કિશને ઝેરી દવા પી લીધી હતી. પરંતુ તેનામાં જીવ હતો. જેના કારણે લોકોને જાણ થતાં તેઓ તરત જ જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડી દીધો હતો..
હાલ તેની ત્યાં સારવાર ચાલી રહી છે. તેમજ પરિવારે આ વિડીયો અને કિશન ના મોબાઈલ માંથી લઈ ને પોલીસ સ્ટેશને આપ્યો છે. પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે, આ યુવકને પણ ત્રાસ આપી રહ્યું હતું. અને યુવકે આ પ્રકારના પગલાં શા માટે ભર્યા. કિશન ને દવા પી લેતાં તેનો પરિવાર અફરાતફરીનો માહોલ માં સપડાઇ ગયો હતો.
કિશન મકવાણા ના વિડીયો જોઈને તમે પણ બે ઘડી વિચારમાં મુકાઇ જશો કે આ યુવકે પોલીસના ત્રાસથી કંટાળી ગયો છે કે જેના કારણે તેને દવા ના ઘૂંટડા પી લીધા છે. વીડિયોના અંતમાં તો તે રડવા પણ લાગે છે કે, હવે મારે શું કરવું મને મારા પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો છે. તો બીજી બાજુ પોલીસવાળા મને હેરાન કરી રહ્યા છે. હું નિર્દોષ હોવા છતાં પણ મારા ઉપર દારૂના ધંધા નો આરોપ નાખી રહ્યા છે.
આ લીંક પરથી વિડીયો જોઈ શકો છો.. : https://divya-b.in/0xClCvV0Enb
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]