સુરતમાં ધોળા દિવસે છડેચોક એક દીકરીની હત્યા કરનાર આરોપી ફેનીલ પોલીસ કસ્ટડીમાં છે. કોર્ટમાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થતાંની સાથે જ પોલીસે તેની પાસેથી એક પછી એક માહિતીઓ બહાર લાવવાની કોશિશ કરી છે. જેમાં સૌ પ્રથમ તો ઘટનાનું reconstruction કરવામાં આવ્યું હતું…
અને ત્યારબાદ મળેલા વોઇસ રેકોર્ડિંગ ને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. કડક પૂછતાછ કરતાં ફેનીલ આ હત્યા કેસ બાબતે એક પછી એક ખૂબ મોટા ખુલાસો કરવા લાગ્યો છે. ફેનીલ એ પોલીસને જણાવ્યું છે કે તે ગ્રીષ્માની હત્યા કરવા માટે AK-47 રાયફલ ખરીદવા માંગતો હતો…
આ રાઈફલ વડે તેની ગોળી મારીને હત્યા કરીને પતાવી દેવા માંગતો હતો. આ રાઇફલ ખરીદવા માટે તેને કેટલી બધી વેબસાઇટો પણ સર્ચ કરી હતી કે જેના થકી આ રાઇફલ ની ખરીદી શકાય. દરેક વેબસાઈટ માટે હથિયાર બાબતે સર્ચ કરતો હતો. તેમજ આ હથિયાર ને કેવી રીતે ઉપયોગ કરી શકાય તેમ જ કેવી રીતે તેનો ઉપયોગ સરળ રહે..
આ બાબતનું માર્ગદર્શન પણ તે ઓનલાઇન મેળવી રહ્યો હતો. તેમજ તે કેટલીક વેબસીરીઝ પણ જોઈ રહ્યો હતો જેના થકી તે હત્યાનું પ્લાનિંગ કરી શકે. પોલીસને ફેનીલે જણાવ્યું છે કે હત્યાનું પ્લાનિંગ ઘણા દિવસથી કરતો હતો. હાલ પોલીસે ફેનીલ અને તેના મિત્ર નું કોલ રેકોર્ડિંગ તપાસ માટે મોકલ્યું હતું…
તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે એ રેકોર્ડિંગ સાચું છે. ફેનીલે પોલીસે પકડ્યો તેના જ દિવસમાં એક હજાર પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. જેના થકી આગામી ત્રણથી ચાર દિવસમાં કોર્ટમાં ટ્રાયલ પીરયડ પણ શરૂ થઈ જશે. આ કેસમાં પોલીસે કડક પૂછતાછ કરતાં ગ્રીષ્મનો હત્યારો ફેનીલ મીંદડી બનીને એક પછી એક ખુલાસો કરવા લાગ્યો છે.
પોલીસે આ કેસમાં 150 સાક્ષી તૈયાર કર્યા છે. તેમજ મોબાઈલ માંથી મળેલા અન્ય પુરાવા તેમજ ઓડિયો ક્લિપ ના આધારે તેની સામે નક્કર પુરાવાઓ મેળવી લીધા છે. આરોપીની જ્યારે પોલીસ રિમાન્ડ પર હતો ત્યારે તે ભરપેટ જમી લેતો હતો. તેમજ ઘસઘસાટ ઊંઘી લેતો હતો..
તેને દીકરી ગ્રીષ્માની હત્યાનો કોઈ અફસોસ ન હતો. તેવું તેના મોઢા ઉપર દેખાઈ રહ્યું હતું. તેમજ તે મસાલો પણ વાગોળતો હતો. આ બાબતો પરથી કહી શકાય કે આટલી કરુણ હત્યા બાદ પણ આરોપી નું મન ભાંગ્યું નથી. હાલ આરોપી ફેનિલને લાજપોર જેલ ખસેડવામાં આવ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]